________________
[ ૨૨૬ ]
श्राद्धविधिप्रकरण ।
થાય છે અને તેમાં જ પાછા મરણ પામે છે, પણ તે, મનને મેલ દૂર થયો ન હોવાથી વર્ગમાં જતા નથી. ગંગાના નાન વિના પણ શમ, દમ, સંતેષાદિકથી મન નિર્મળ થાય છે, સત્ય બોલવાથી મુખ શુદ્ધ થાય છે, બહાચર્યાદિકથી શરીર શુદ્ધ થાય છે. રાગાદિકથી મન મલિન થાય છે, અરાત્ય બોલવાથી મુખ મલિન થાય છે, અને જીવહિંસાદિકથી કાયા મલિન થાય છે, તો તેથી ગંગા પણ દૂર જ રહે છે. ગંગા પણું એમ જ કહે છે કે-પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પરદ્રોહથી દૂર રહેનારા પુરુષો મારી પાસે આવીને મને પાવન કરશે.
ગંગા કેને શુદ્ધ કરે છે તેનું ઉદાહરણ, કોઈક કુળપુત્ર ગંગા પ્રમુખ તીર્થ કરવા જવા લાગે ત્યારે તેની માતાએ તેને કહ્યું કે-હે પુત્ર! આ મારું તું બ( તુંબડું) તું સાથે લઈ જા, અને જ્યાં જ્યાં તું સ્નાન કરે, ત્યાં ત્યાં તેને પણ નવરાવજે. કુળપુત્ર માનું કહેવું માન્ય કરી, જે જે તીર્થ ગયે, તે તે તીથે તુંબડાને નવરાવ્યું. છેવટે ગંગા પ્રમુખ તીર્થની યાત્રા કરી, પોતાને ઘેર આવ્યો અને માતાનું તંબ તેને પાછું સમર્પણ કર્યું. ત્યારે તેણીએ તે જ તુંબડાનું શાક કરીને પુત્રને જ પીરસ્યું. મુખમાં નાંખતાં તે તરત જ બોલ્યા, અરે! આટલું બધું કડવું શાક કયાંથી કાઢયું? માતાએ કહ્યું કે–શું હજી એની કડવાશ ગઈ નહીં? તે તે ખરેખર રનાન કરાવ્યું જ નહીં હોય. પુત્ર છે કે નહીં, નહીં, મેં તે એને બધા તીર્થ ઉપર મારી જેમ જ નવરાવ્યું હતું. માતા બેલી કે-જે એટલા બધા તીર્થ ઉપર એને સ્નાન કરાવવા છતાં એની કડવાશ ગઈ નહીં, ત્યારે તે ખરેખર તારું પાપ પણ કેવી રીતે ગયું? પાપ તે ખરેખર ધર્મક્રિયા અને જપ તપવડે જ જાય છે. જે એમ ન હોય તે આ તુંબડાનું કડવાપણું કેમ ગયું નહીં? ત્યારે તે પણ પ્રતિબંધ પાપે અને જપ તપ કરવા શ્રદ્ધાવંત થો. - સ્નાન કરવામાં અસંખ્ય જીવમય જળની અને શેવાળ પ્રમુખ જે હોય તે અનંત જંતુની વિરાધના અને અણગળ જળમાં રહેલાં પરા પ્રમુખ ત્રસ જીવની વિરાધનાને સંભવ હોવાથી સ્નાન કરવામાં દેષ પ્રખ્યાતજ છે.
જળ એ જીવમયજ છે એ વિષે ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે –
કોળીઆના મુખમાં જે તંતુ છે, તે તંતુમાં પડેલા પાણી મથેના એક બિંદુમાં જેટલા જીવો છે, તે જીવોની સૂક્ષમ કામરના પ્રમાણે કલ્પના કરી હોય તે ત્રણે જગતમાં પણ સમાઈ શકે નહીં.
ભાવસ્નાનનું સ્વરૂપ, ધ્યાનરૂપ જળે કરીને જીવને સદાય જે શુદ્ધિનું કારણ થાય અને જેને આશ્રય લઈને કર્મરૂપ મેલ ધેવાય તેને ભાવસ્નાન કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org