________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૨ ]
હજામત ન કરાવવા વિષે. - તૈલાદિ મને કીધા પછી, સ્નાન કીધા પછી, ભજન કીધા પછી, વસ્ત્રાભૂષણ પહેર્યા પછી, પ્રયાણ કરવાને દિવસે, રણમાં જવા વખતે, વિદ્યા યંત્ર મંત્રાદિકનો પ્રારંભ કરવા વખતે, રાત્રે, સંધ્યાકાળે, પર્વને દિવસે અને નવમે દિવસે (જે દિવસે હજામત કરાવી હોય તે દિવસથી નવમે દિવસે) હજામત કરાવવી નહીં.
ઉત્તમ પુરુષે દાઢી અને મુંછના વાળ તથા નખ એક પક્ષમાં એક જ વાર લેવરાવવા (ઉતરાવવા); અને પિતાના દાંતવડે કે હાથવડે પોતાના નખ ચાવવા કે ઉછેદ કરવા નહીં.
સ્નાન વિષે. નાન એ શરીરને પવિત્રતાનું અને સુખનું, તેમજ પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ છે. બીજા અણક પ્રકરણમાં કહેવું છે કે –
પાણીથી કેવલ શરીરની ચામડીની જ ચેડા સમય પૂરતી શુદ્ધિ થાય છે અને તેના નાનથી એકાંતે શુદ્ધિ જ થાય છે એવું પણ નથી; કારણ કે-તેવા પ્રકારના રોગીઓને જરાપણ શુદ્ધિ હોતી નથી. શરીરમાં રહેલા અન્ય કાન, નાક આદિમાં રહેલા મેલને દૂર ન કરતું હોવાથી, અથવા તે પાણીમાં રહેલાં અપકાય સિવાયના બીજા ને ઉપદ્રવ કરનાર ન હોવાથી જલરનાન દ્રવ્યરનાન (બાફ્રાસ્નાન) કહેવાય છે.
જે ગૃહસ્થ ઉપર લખેલી વિધિવડે દેવગુરુની પૂજા કરવા માટે જ દ્રવ્ય સ્નાન કરે છે તેને તે પણ શોભનીય છે. દ્રવ્ય નાના શેભનીય છે, તેને હેતુ બતાવે છે.
દ્રવ્યનાન એ ભાવશુદ્ધિનું નિમિત્ત છે એ અનુભવસિદ્ધ છે. અપકાયની વિરાધનાને દેષ હોવા છતાં, સમ્યકત્વશુદ્ધિ આદિ ગુણે પ્રાપ્ત થતા હોવાથી શુભ છે.
પૂજા કરવામાં અપકાયાદિનો વધ થાય છે એટલા જ માટે પૂજા ન કરવી એવી શંકા રાખનારાઓને ઉત્તર આપતાં ગુરુ કહે છે કે, “પૂજા એ સમકિતની શુદ્ધિ કરનારી છે, માટે “પૂજા” એ ભાવનયથી દેષ રહિત જ સમજવી.”
ઉપર લખ્યા પ્રમાણે દેવપૂજા માટે ગૃહસ્થને દ્રવ્ય નાન કરવાની આજ્ઞા છે, તેથી વ્યનાન પુણ્યને માટે છે.” એવું બોલવાવાળા લેકોને મત અસત્ય છે.
તીર્થ ઉપર સ્નાન કર્યું હોય તે ફક્ત દેહની કાંઈક શુદ્ધિ થાય છે, પરંતુ આત્માની તે એક અંશ માત્ર પણ શુદ્ધિ થતી નથી. જે માટે સ્કંદપુરાણના કાશીખંડમાં છઠ્ઠા અધ્યાયમાં કહેવું છે કે –
હજારે ભાર માટીથી, પાણીના ભરેલા સેંકડો ઘડાથી, કે સેંકડો તીર્થના નાન કરવાથી પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી. જળજંતુઓ (મચ્છાદિક) જળમાં જ ઉત્પન્ન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org