________________
[ ૨૨૦ ].
श्राद्धविधिप्रकरण।
આવી કુમારપાળ રાજાને નમે. કુમારપાળ છે કે, તારી નજર મોટી તે મોટી જ રહી. કેમકે તેં તે મારા કરતાં પણ ઘણું ખરચ કીધે, એટલે ખરચ તે હું પોતે ગયે હત તેપણ થાત નહીં. આવાં વચન સાંભળીને ચાહડ બોલ્યા કે, મહારાજ, જે ખરચ થયું તે તમારી જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું છે, તે તમારાજ બળથી કીધું છે કેમકે, મોટા સ્વામીના કામ પણ મોટા ખર્ચથી જ થાય છે. જે ખર્ચ થાય તે મોટાનીજ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું તે મારા માથે મોટા સ્વામી છે ત્યારેજ થયું ને? આવાં વચન સાંભળીને રાજા ઘણાજ ખુશી થયો અને “રાજ્યધરટ્ટ” એવું બિરદ આપી મોટે માનશાળી કર્યો.
પૂજામાં દ્રવ્ય શુદ્ધિ. અને પોતે જ સારા સ્થાનથી અથવા જેના ગુણ જાણતા હોય એવા સારા માણસ પાસેથી પાત્ર, ઢાંકણું, લાવનાર માણસ અને માર્ગ એ બધાની પવિત્રતાની યતના રાખી વિધિપૂર્વક પાણી, ફુલ આદિ વસ્તુ લાવવી. કુલ વિગેરે આપનારને સારું મૂલ્ય આપી ખુશ કરવો. સારે મુખકેશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ, જીવારિરહિત સારું કેશર કપૂર વિગેરે વસ્તુથી મિશ્ર કરેલું ચંદન ઘસવું, વીણેલાં અને ઉંચા આખા ચોખા, શોધે ધૂપ અને દીપ, સરસ નવેવ તથા મનહર ફલે ઈત્યાદિ સામગ્રી એકઠી કરવી. એ રીતિએ દ્રવ્યશુદ્ધિ કહી છે.
પૂજા માટે ભાવશુદ્ધિ, કોઈ ઊપર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષા, આલેક-પરલોકનાં સુખની ઈચ્છા, યશ અને કીર્તિની વાંછા, કૌતુક, વ્યાકૂલતા, વિગેરે ટાળીને ચિત્તની એકાગ્રતા રાખીને જે પૂજા કરવી તે ભાવશુદ્ધિ કહેવાય છે. કહ્યું છે કે
મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ, કાયાની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, ભૂમિની શુદ્ધિ, પૂજાના ઉપકરણની શુદ્ધિ, સ્થિતિ શુદ્ધિ એમ ભગવંતની પૂજાના અવસરે સાત પ્રકારની શુદ્ધિ કરવી. એમ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ કરીને પવિત્રપણે દેરાસરમાં પ્રવેશ કરે. આ વિધિ ગૃહત્ય માટે પણ સમજવી.
દેરાસરમાં પ્રવેશ કરવાનો ક્રમ. દેરાસરની જમણ દિશાની શાખાને આશ્રયીને (જમણા પડખાથી) પુરૂષ દેરાસરમાં પ્રવેશ કરે, અને ડાબી બાજુની શાખાને આશ્રયીને સ્ત્રીએ દેરાસરમાં પ્રવેશ કરે. પણ દેરાસરના દરવાજા આગળનાં પહેલા પગથીયા ઉપર સ્ત્રી અથવા પુરૂષે જમણે જ પગ મુકીને ઉપર ચઢવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org