________________
[૨૪]
કારી છે. લૌકિકમાં પણ એજ વ્યવહાર છે કે, “ઉપવાસાદિક તપમાં દાતણ કીધા વિના પણ દેવપૂજા કરવી.” ઉપવાસાદિકમાં દાતણને નિષેધ લોકિકશાસામાં પણ કહેલ છે. વિષ્ણુભક્તિચંદ્રોદયમાં કહેલું છે કે –
પડે, અમાવાસ્યા, છઠ્ઠ, મધ્યાહ્ન, નવમી અને સંક્રાંતિને દહાડે દાતણ કરવું નહીં ઉપવાસમાં કે શ્રાદ્ધમાં દાતણ ન કરવું, કેમકે દાંતને દાતણને સંગ સાત કુળને હણે છે. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, માંસત્યાગ, એ ચાર વાનાં કોઈ પણ વ્રતમાં જરૂર પાળવાં. વારંવાર પાણી પીવાથી, તાંબૂલ ખાવાથી, દિવસે સુવાથી અને મૈથુન સેવવાથી ઉપવાસનું ફળ હણાય છે. સ્નાન કરવું હોય તે પણ જ્યાં કીડીનું દર, નીલકૂલ, સેવાલ, કુંથું જીવા વિગેરે ઘણુ થતા ન હોય, જ્યાં વિષમ ભૂમિ ન હોય, જ્યાં જમીનમાં પોલાણ ન હોય, એવી જમીન ઉપર, ઉપરથી ઊડીને આવી પડતા જીવોની યતનાપૂર્વક ગળણીથી ગળેલા પરિમિત પાણીથી સ્નાન કરવું. શ્રાવકદિનકૃત્યમાં કહે છે કે –
ત્રસાદિક જવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત કે સચિત અને ગળેલા પ્રમાણુવત પાણીથી વિધિપૂર્વક સ્નાન કરે.
વ્યવહારમાં કહેલું છે કે –
નગ્ન થઈને, રોગી હોય ત્યારે પરદેશથી આવીને, બધા વસ્ત્ર સહિત, ભજન કીધા પછી, આભૂષણ પહેરીને, અને ભાઈ પ્રમુખ સગાંવહાલાંને મંગળ માટે વળાવી આવીને તરત નાન ન કરવું. અજાણ્યા પાણીથી, જેમાં પ્રવેશ કરે મુશ્કેલ હોય એવા પાણીમાં પિસીને, મલિન લેકેએ મલિન કરેલા પાણીમાં, અને સેવાળ કે ઝાડના ગુચ્છથી ઢંકાયેલા પાણીમાં પેસીને ૨નાન કરવું એ યોગ્ય નથી. શીતળ જળથી સ્નાન કરીને તરત ઉષ્ણ ભજન, તેમજ ઉષ્ણ જળથી સ્નાન કરીને તરત શીતળ અન્ન ખાવું નહીં. અને સ્નાન કરીને તેલ માલીસ કરવું નહીં.
સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ. નાન કરીને ઊડ્યા પછી તરતજ પિતાના શરીરની કાંતિ બદલાઈ જાય, માંહોમાણે દાંત ઘસવા લાગી જાય, અને શરીરમાંથી મૃતકના જેવી ગંધ છૂટે તે તે પુરુષ સ્ત્રી દિવસે મરણ પામે. સ્નાન કરી રહ્યા કે તરતજ જે હૃદય અને બે પગ એકદમ સુકાઈ જાય તો તે છઠે દિવસે મરણ પામે એમાં સંદેહ નથી.
સ્નાન કરવાનું જરૂરી સમય. મૈથુન સેવ્યા પછી, ઉલટી કર્યા પછી, મસાનના ધૂમ્રને સ્પર્શ થયા પછી, નઠારા સ્વપ્ન દીઠા પછી અને ક્ષૌરકમ (હજામત કરાવ્યા) પછી શુદ્ધ નિર્મળ પવિત્ર જળથી જરૂર નાન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org