________________
[ ૨૨૦]
વિધિવત |
જે ન કરે તે પચ્ચખાણની નિર્મળતા ન થાય. એમ કમિર એ પદનું પ્રાસંગિક વ્યાખ્યાન કર્યું. હવે “પુરા”એ પદનું વ્યાખ્યાન બતાવે છે.
જિનપૂજા કરવા માટે દ્રવ્યશુદ્ધિ. શુચિ એટલે મળોત્સર્ગ (લઘુનીતિ વડીનીતિ) કરવાં, દાતણ કરવું, જીભની ઉલ ઉતારવી, કોગળા કરવા, સર્વ સ્નાન દેશસ્નાનાદિકે કરી પવિત્ર થવું, આ અનુવાદવાકય છે, કારણ કે–મલમૂત્રત્યાગ વિગેરે પ્રકાર લોકપ્રસિદ્ધ હવાથી શાસ્ત્ર તે કરવા માટે ઉપદેશ કરતું નથી, જે વસ્તુ લેકસંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તે જ વસ્તુને ઉપદેશ કરવો એમાં જ શાસ્ત્રનું સાફલ્ય છે. મલિન પુરુષે હાવું, ભૂખ્યાએ ખાવું એમાં શાસ્ત્ર ઉપદેશની આવશ્યકતા નથી. લોકસંજ્ઞાથી અપ્રાપ્ય એવા ઈહ-પરલેક હિતકારી ધર્મમાર્ગને ઉપદેશવાથી જ તેની સફલતા છે. એ મુજબ અન્ય સ્થલેએ પણ જાણવું. શાસ્ત્રકારને સાવધ આરંભમાં વાચિક અનુમોદના કરવી યોગ્ય નથી. કહેલું છે કે –
પા૫ વર્જિત વચનનું અધિકું ઓછું અંતર સમજી શકે નહીં એટલે આ બોલવાથી મને પાપ લાગશે કે નહીં લાગે એવું સમજી શકે નહીં તેને બોલવું પણ યોગ્ય નથી તે પછી ઉપદેશ આપવો કેમ યોગ્ય હોય?
મત્સર્ગને ત્યાગ મોનધારી થઈને નિર્દૂષણ યોગ્ય સ્થાનકે વિધિપૂર્વક કરે ઉચિત છે. કહેવું છે કે –
લઘુનીતિ, વડીનીતિ, મૈથુન, સ્નાન, ભજન, સંધ્યાદિકની ક્રિયા, પૂજા અને જાપ, એટલા મૌન થઈને કરવાં. વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે –
લઘુ નીતિ વડી નીતિ કરવાની દિશા. વસ્ત્ર પહેરી મૌનપણે દિવસે અને બને સંધ્યા વખતે (સવારે સાંઝે) જે મળ મૂત્ર કરવા હોય તે ઉત્તર દિશા સન્મુખ કરવાં અને રાત્રે કરવાં હોય તો દક્ષિણ દિશા સામે કરવાં.
પ્રભાતની સંસ્થાનું લક્ષણ. સર્વ નક્ષત્ર તેજ રહિત બની જાય અને જ્યાં સુધી સૂર્યને અર્ધ ઉદય ન થાય ત્યાંસુધી પ્રભાતની સંધ્યાનો કાળ ગણાય છે.
સાયંકાળની સંધ્યાનું લક્ષણ, * જે વખતે અર્ધ સૂર્ય અસ્ત થયા હોય અને આકાશતળમાં જ્યાં સુધી બે ત્રણ નક્ષત્રો દેખાતાં ન હોય ત્યાંસુધી સાયંકાળ (સંસ્થા) ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org