________________
[ ૭૦ ].
આવિષur ! ૧ દર્શન શ્રાવક તે, કેવળ સમ્યક્ત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવતી, શ્રેણિક તથા કૃષ્ણાદિકના જેવા પુરુષો સમજવા.
૨ વ્રત શ્રાવક તે, સમ્યકત્વમૂળ સ્થળ અણુવ્રતધારી. (પાંચ અણુવ્રત ધરનારા: ૧ પ્રાણાતિપાત ત્યાગ, ૨ અસત્ય ત્યાગ, ૩ ચેરી ત્યાગ, ૪ મૈથુન ત્યાગ, ૫ પરિગ્રહ ત્યાગ, એ પાંચે સ્થળથી જાય છે માટે એને અણુવ્રત કહેવાય, તેના ત્યાગી તે વ્રત શ્રાવક.) આ વ્રત શ્રાવક સંબંધમાં સુરસુંદરકુમારની પાંચ સ્ત્રીઓનું વૃત્તાંત જાણવા યોગ્ય હોવાથી તે દષ્ટાંત રૂપે બતાવે છે.
' સુરસુંદરકુમાર શેઠની પાંચ સ્ત્રીઓનાં દષ્ટાંત. સુરસુંદરકુમાર એક વખત પિતાની પાંચ સ્ત્રીઓની પરીક્ષા માટે ગુપ્ત રહીને છિદ્રમાંથી તેઓનાં ચરિત્ર જેતો હતો. તેવામાં ત્યાં ગોચરી ફરતા એક મુનિ આવ્યા. તેમણે ઉપદેશ કરતા તેણુઓને કહ્યું કે, “ તમે અમારાં પાંચ વચન અંગીકાર કરે તો તમારાં સર્વ દુઃખ દૂર થશે. ” આ વખતે ગુપ્તપણે રહેલા સુરસુંદરકુમાર આ હકીકત સાંભળી પોતાના મનમાં વિચાર કર્યો કે, “આ કોઈક ઉäઠ મુનિ માલમ પડે છે; કેમકે, જ્યારે મારી સ્ત્રીઓએ તેને પોતાનું દુઃખ મટાડવાને ઉપાય પૂછયે ત્યારે તે તેણુઓને વચનમાં બાંધી લેવા ધારે છે, માટે એ ઉલ્લેઠને હું પાંચે અંગે પાંચ પાંચ દંડના પ્રહાર કરીશ. સ્ત્રીઓએ પૂછયું કે, તમે કયાં પાંચ વચન અંગીકાર કરાવવા માંગે છે? મુનિએ કહ્યું–પહેલું, તમારે કઈ પણ ત્રસ (હાલી ચાલી શકે એવા ) જીવને યાવાજીવ સુધી મારો નહીં, એવું દષ્ટાન્તપૂર્વક કહેવાથી તે પાંચે સ્ત્રીઓએ એ પહેલું વ્રત અંગીકાર કર્યું. આ જાણ સુંદરકુમાર વિચારવા લાગ્યા કે, ખરેખર આ કાંઈ ઉäઠ દેખાતો નથી, આ તો મારી સ્ત્રીઓને કાંઈક શિખામણ આપે છે. આથી તે મને પણ ફાયદો મળશે, કેમકે તેઓ રિસાવાથી કોઈ પણ વખતે મને મારી શકે નહીં. માટે એણે મને ઉપકાર કર્યો, તેના બદલામાં મેં જે તેને પાંચ દંડના પ્રહાર કરવા ધારેલા છે તેમાંથી એક ઓછો એટલે ચાર મારીશ. બીજું મુનિ બોલ્યા કે, “ તમારે કોઈ પણ વખતે જૂઠું બોલવું નહીં; એવું પચ્ચખાણ લે. તેણીઓએ તે કબલ કીધું ( આ વખતે શેઠે પણ પહેલાંની યુકિત પૂર્વક એક એક દંડ પ્રહાર ઓછો કરી ત્રણ ત્રણ મારવા ધાર્યું.) ત્રી મુનિએ કહ્યું કે તમારે ચેરી–અદત્ત લેવું નહીં. આનું પણ પચ્ચખાણ તે સ્ત્રીઓએ કર્યું. ( ત્યારે વળી સરસુંદરકુમારે એક એક પ્રહાર એ છે મારવાનું ધારી બે બે બાકી રાખ્યા.) ચિયું, શીયળ પાળવા વિષે મુનિએ કીધું; તે પણ તેણીઓએ સ્વીકાર્યું. (આ સાંભળી શેઠે એક એક પ્રહાર ઓછો કરી ફક્ત એક એક કરવા નક્કી કર્યું.) પાંચમું પરિગ્રહનું (દ્રવ્યાદિક વિગેરે હરેક વસ્તુ પ્રમાણથી વધારે ન રાખવાનું ) પચ્ચખાણ કરવાનું મુનિએ જણાવ્યું તે પણ તેણીઓએ અંગીકાર કર્યું. ( એક એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org