________________
[ ૮૨]
સૂર્ય ચંદ્રનાડીમાં વિશેષ કરવા યોગ્ય કાર્યો.
दक्षिणे यदि वा वामे, यत्र वायु निरन्तरम् ॥
तं पादमप्रतः कृत्वा, निःसरेन्निजमन्दिरात् ॥ १९ ॥ ડાબી નાશિકાનો પવન ચાલતો હોય તે ડાબે પગ, અને જમણું નાસિકા પવન ચાલતું હોય તે જમણે પગ પ્રથમ ઉપાડી પિતાના ઘરથી નીકલે.
अधमर्णारिचौराद्या विग्रहोत्पातिनोऽपि च॥
शून्याङ्गे खस्य कर्त्तव्याः सुखलाभजयार्थिभिः ॥ २० ॥ દેવાદાર, શત્રુ-ચોર વિગેરે અને લડાઈ કરનારને શૂન્યાંગ (ડાબા) કરવાથી પિતા સુખ, લાભ અને જયની પ્રાપ્તિ થાય છે.
स्वजनस्वामिगुर्वाचा ये चान्ये हितचिन्तकाः ॥
जीवाङ्गे ते ध्रुवं कार्या, कार्यसिद्धिमभीप्सुमिः ॥ २१ ॥ સ્વજન, સ્વામી, ગુરુ, માતા, પિતા પ્રમુખ જે આપણા હિતચિંતક હોય તેમ કાર્યસિદ્ધિના ઈચ્છકે જમણી તરફ રાખવા જોઈએ.
प्रविशत्पवनापूर्णनासिकापक्षमाश्रितम् ॥
पादं शय्योस्थितो दद्यात्प्रथमं पृथिवीतले ॥ २२ ॥ શુકલપક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય પણ દક્ષિણ કે વામ (જમણી કે ડાબી) નાસિકા પવનથી ભરાઈ પૂર્ણ થતી હોય, તે જ પગ ધરતી ઉપર પહેલાં મૂકી શધ્યાથી ઉઠવું.
ઉપર બતાવેલી રીતિ પ્રમાણે નિદ્રા તજીને શ્રાવક અત્યંત બહુમાનથી પરમમંગળકા નવકાર મંત્ર મનમાં સ્મરણ કરે. કહ્યું છે કે –
परमिट्टिचिंतणं माणसंमि, सिज्जागएण कायव्वं ।
सूत्ता विणयपवित्ती, निवारिया होइ एवं तु ॥ શચ્ચામાં રહ્યા રહ્યા નવકાર મંત્ર ગણુ હોય તે, સૂત્રને અવિનય નિવારવાને મા મનમાંજ ચિંતવનરૂપે ગણવે.
કેટલાક આચાર્ય તે એમ કહે છે કે, કોઈપણ એવી અવસ્થા નથી કે જેમાં નવક મંત્ર ગણવાનો અધિકાર ન હોય, માટે ( એમ માનીને) જ્યારે ત્યારે વગર અચકા નવકારને પાઠ કરવો શ્રેયકારી છે. (આવા બે મત પહેલા પંચાશકની વૃત્તિમાં લખેલા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org