________________
[ ૨૦૨ ]
श्राद्धविधिप्रकरण ।
કાર
પણું બતાવવા માટે તે તે વાપરવાની આજ્ઞા ન આપી. જેમકે, પૂર્વધર વિના સામાન્ય શ્રુતજ્ઞાની બાહાશસ્ત્રના સ્પર્શ થયા વિના પાણી પ્રમુખ અચિત્ત થયું છે એમ જાણી શક્તા નથી. એટલાજ માટે બાહ્યશાસ્ત્રના પ્રયોગથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણામાંતર પામ્યા પછી પાણી પ્રમુખ અચિત્ત થયા પછી જ વાપરવાં. વળી કેરડુ મગ, હરડેના ઠળિયા વિગેરે જે નિર્જીવ છે તે પણ તેની નિ નષ્ટ થઈ નથી. તેને રાખવા માટે કે નિઃશુલ્તા પરિણામ નિવારવા માટે તેઓને દાંત વિગેરેથી (મુખમાં ઘાલી) ભાંગવાં નહીં. જે માટે
ઘનિર્યુક્તિની પતેરમી ગાથાની વૃત્તિમાં કેઈકે પ્રશ્નન કરેલ છે કે, મહારાજ, અચિત્તા વનસ્પતિની યતના કરવાનું શા માટે કહે છે? ત્યારે આચાર્ય ઉત્તર આપે કે એ પણ અચિત્ત વનસ્પતિ છે તો પણ કેટલીક વનસ્પતિઓની નિ અવિનષ્ટ હોય છે કેમકે ગળો, કેરડુ મગ આદિને અવિનષ્ઠ નિ કહ્યા માટે ( ગળે સુકેલી હોય તે પણ તે ઉપર પાણી સીંચીએ તે પાછી લીલી થઈ શકે છે). ચાની રક્ષા નિમિત્તે અચિત્ત વનસ્પતિની યતના પાળવી પણ ફળવતી છે.
એમ સચિત્ત અચિત્તનું સ્વરૂપ સમજીને પછી સપ્તમ વ્રત ગ્રહણ કરવાના વખતે બધાનાં જુદાં જુદાં નામ દઈ સચિત્તાદિ જે જે વસ્તુ ભેગવવા યોગ્ય હોય તેને નિશ્ચય કરીને, પછી જેમ આનંદ કામદેવાદિક શ્રાવકોએ ગ્રહણ કર્યું તેમ સપ્તમ વ્રત અંગીકાર કરવું. કદાપિ તેમ કરવાનું બની શકે નહીં, તે પણ સામાન્યથી દરરોજ એક બે ચાર સચિત્ત, દશ બાર પ્રમુખ દ્રવ્ય, એક બે ચાર વિગય પ્રમુખને નિયમ કરવો. એમ દરરોજ સચિત્તાદિકનો અભિગ્રહ રાખતાં જુદા જુદા દિવસે દરરોજ ફેરવવાથી સર્વ સચિત્તના ત્યાગનું પણ ફળ મળી શકે છે. એકદમ સર્વ સચિત્તનો ત્યાગ થઈ શકતો નથી, પણ થોડા થોડા અદલબદલ ત્યાગ કરવાથી યાજજીવ સર્વ સચિત્તના ત્યાગનું ફળ પામી શકાય છે.
ફુલ ફળના રસને, માંસ મદિરાદિકના સ્વાદને તથા સ્ત્રીસેવનની ક્રિયાને જાણતા છતાં જે વેરાગી થયા એવા દુષ્કરકારકને વંદન કરું છું.
સચિત્ત વસ્તુઓમાં પણ નાગરવેલનાં પાન દુરત્યાજ્ય છે; બીજાં બધાં સચિત્તને અચિત કર્યા હોય તો પણ તેને સ્વાદ પામી શકીએ છીએ. વળી કેરીનો સ્વાદ પણ સુકાયા પછીએ પામી શકીએ છીએ, પરંતુ નાગરવેલનાં પાન તે નિરંતર પાણીમાં લાગેલાં જ રહેવાથી નીલ કુલ કંશુવાદિકની વિરાધના ઘણી જ થાય છે, માટે પાપથી ભય રાખનારા પ્રાણીએ રાત્રિએ પાન સર્વથા ખાવાં નહીં. કદાપિ કેઈને વાપુરવાની જરૂર હોય તે, તેણે આગળથી દિવસે શુદ્ધ કર્યા સિવાય વાપરવું નહીં. વળી પાન તે કામદેવને ઉત્પન્ન થવા, માટે એક અંગરૂપ હોવાથી અને તેઓનાં પ્રત્યેક પત્રમાં અસંખ્ય જીવની વિરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org