________________
પ્રથમ નિ-ત્યપ્રધાણ |
[ ૨૦૨ ] હાવાથી બ્રહ્મચારીઓને તે ખરેખર ત્યજવા ચેાગ્ય છે. જે માટે આગમમાં પણ એમ લખેલુ છે કેઃ—
“જે એમ કહેવુ છે કે, પોસાની નિશ્રાયે ( સાથે જ ) અપર્યાપ્તા ઉપજે છે, તે પણ જ્યાં એક પર્યાપ્તો ઉપજે ત્યાં અસંખ્યાતા અપક્ષમાં થાય છે. ” જ્યારે ખાદર એકેન્દ્રિયમાં એમ કહેલું છે તેમજ સૂક્ષ્મ એકેદ્રિયમાં જ્યાં તેની નિશ્રાએ એક અપોસો હાય ત્યાં તે નિશ્રામાં અસ`ખ્યાત પર્યાસ હાય છે એમ આચારાંગ સૂત્રની વૃત્તિમાં કહેલું છે. એમ એક પત્રાદિકથી અસંખ્ય જીવની વિરાધના થાય છે, એટલું જ નહીં પણ તે પાનને આશ્રયે રહેલા જળમાં નીલ ફૂલને સંભવ હાવાથી અનંત જીવના વિધાત પણ થઇ શકે છે. કેમકે, જળ, લવણુાર્દિક અસંખ્ય જીવાત્મક જ છે; તેમાં જો સેવાળ પ્રમુખ હાય તા અનત જીવાત્મક પશુ સમજવાં. જે માટે સિદ્ધાંતામાં કહેવુ છે કેઃ—
એક પાણીના બિંદુમાં તીર્થંકરે જેટલા જીવ કહ્યા છે તે જીવા જો સરસવ પ્રમાણે શરીર ધારણ કરે તેા આખા જબુદ્વીપમાં સમાઇ શકે નહીં.
લીલા આમળા પ્રમાણે પૃથ્વીકાયના ખંડમાં જેટલા જીવ હાય છે તે કદાપિ પારેવા જેવડાં શરીર કરે તેા આખા જમૂદ્રીપમાં સમાઈ શકે નહીં.
પૃથ્વીકાય અને અપૂકાચમાં એવા સૂક્ષ્મ જીવો રહેલા છે માટે પાન ખાવાથી અસખ્યાતા જીવાની વિરાધના થાય છે માટે વિવેકી પુરુષે પાન સથા ત્યાગ કરવા યેાગ્ય છે.
સર્વ સચિત્તના ત્યાગ કરવા ઉપર અખંડ પરિવ્રાજક( તાપસ )ના સાતસા શિષ્યનું દૃષ્ટાંત.
અખંડ નામ પરિત્રાજકને સાતસેા શિષ્યા હતા. તેમણે શ્રાવકનાં ખાર વ્રત અંગીકાર કરતાં' એવા નિયમ લીધે। હતા કે-અચિત્ત અને કેાઈએ આપેલ હોય એવાં અન્નપાણી વાપરવાં, પણ ચિત્ત અને કાઇએ આપ્યુ ન હાય. એવું અન્નજળ લેવું નહીં. તેઓ એક વખત ગ ંગાનદીના કિનારે થઇ ઊનાળાના દિવસમાં ચાલતા કાઇક ગામ જતા હતા, તે વખતે બધાએની પાસે પાણી ખૂટી ગયું તેથી પાણીની ઘણી આકરી તૃષાથી પીડાયા. પશુ નદીકિનારે તડકાથી તપેલાં પાણી અચિત્ત થયેલાં હતાં છતાં ફાઇના આખ્યા સિવાય તેમણે ઉપર જણાવ્યા પ્રમાથે વાપરવાના નિયમ હતા તેથી તે કેમ વાપરી શકાય ? અર્થાત્ ન વાપરતાં તે તમામ સાતસે પરિવ્રાજકાએ ત્યાં જ અણુસણુ કર્યા. એ પ્રમાણે દત્ત કે ચિત્ત કાઈએ વાપર્યું નહીં. છેવટે ત્યાં જ તે બધા કાળ કરી બ્રહ્મદેવલાકે પાંચમે દેવલે કે) ઇન્દ્રના સામાનિકપણે ઉત્પર થયા. એમ જે પ્રાણી સર્વ સચિત્તને માગ કરે છે તે મહાત્મા મહાસુખને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org