________________
અ
ગ્ર
ર ર
ર
ર
રરરર
[ ૮૮ ].
વિધવાના છે
શબ ઊભું થઈ તેને મારવા આવ્યું પણ નવકાર મંત્રના પ્રભાવથી તેને મારી શકયું નહિ છેવટે ત્રીજી વારે તે શબે પેલા ગીને જ વધ કર્યો કે જેથી તે ભેગી જ સુવર્ણ પુસબની ગયે, તેથી તેણે ઘણી રિદ્ધિ મેળવી. તેવટે તેણે જિનચેત્યાદિ ઘણાં ધર્મકૃત્ય કર્યા | નવકારથી થતા પરલોકના ફળ ઉપર વડની સમળીનું દૃષ્ટાંત,
ભરૂચની પાસે આવેલા વનમાં વડના ઝાડ ઉપર બેઠેલી કેઈક સમળીને પારધીરે બાણથી વીંધી નાંખી હતી. તેને પાસે રહેલા કઈક સાધુએ નવકાર સંભળાવ્યું તેથી મરણ પામ્યા પછી સિંહલ દેશના રાજાની માનવંતી પુત્રી પણે ઉત્પન્ન થઈ. તે તરુણ અવસ્થા પામી તે વખતે એકદા તેને છીંક આવતાં પાસે રહેલા કોઈકે “નમો અરિહંતાણું એવો ઉચ્ચાર કર્યો, જેથી તે રાજકુમારીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણીએ પોતાના પિતાને કહી પાંચસે વહાણ માલના ભરીને આવી ભરૂચ નગરીની પાસે આવેલા વનમાં, તેજ વડના ઝાડ આગળ (જ્યાં પિતે મરણ પામી હતી ત્યાંજ ) “સમળીવિહાર ઉદ્ધાર ” એવા નામનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મોટું દેવાલય કરાવ્યું. એમ જે પ્રાણ મરણ પામતી વખતે પણ નવકારનું સમરણ કરે છે તેને પરલોકમાં પણ સુખની ને ધર્મની પ્રાપ્તિ થાય છે.
તે માટે સૂતાં ઊઠીને તત્કાળ નવકાર મંત્રનું ધ્યાન કરવું શ્રેયકર છે. વળી ધર્મ જાગરિકા કરવી (પાછલી રાત્રે વિચાર કરો ) તે પણ મહાલાભકારક છે. કહે છે કે –
कोहं का मम जाई, किं च कुलं देवया च के गुरुणो । को मह धम्मो के वा अभिग्गहा का अवस्था मे ॥ १ ॥ कि मे कडं किञ्च मे किच्चं च किं सेसं, किं सक्कणिजं न समायरामि ।
किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलिअं न विवजयामि ॥ २ ॥ - હું કરું છું, મારી કઈ જાત છે? મારું કહ્યું કુળ છે? મારે દેવ કેણ છે? ગુર કોણ છે? મારો ધર્મ ક્યો છે? મારા અભિગ્રહ કર્યો? મારી અવસ્થા શું છે? શું મે મારું કર્તવ્ય કર્યું કે નહી? કાઈ ન કરવા યોગ્ય કર્યું કે શું ? મારે કાંઈ કર્તવ્ય કરવાનું બાકી રહ્યું છે કે શું? કરવાની શક્તિ છતાં પ્રમાદથી હું કરતે નથી શું? અન્ય જ મારું સારું કે ખરાબ શું જુવે છે ? અને હું પિતાનું સારું ખરાબ શું જોઉં છું? મારામ રહેલે હું કયે દેષ છોડતા નથી ?
એમજ આજે કયી તિથી છે અથવા અરિહંત ભગવંતના કલ્યાણકમાં કયું કલ્યાણક છે' અથવા આજે મારે શું શું કરવું જોઈએ ઈત્યાદિ વિચાર કરે.
આ ધર્મજાગરિકામાં ભાવથી પિતાનું કુલ, ધર્મ, વ્રત ઈત્યાદિકનું ચિંતવન દ્રવ્યથી સદગુરુ આદિનું ચિંતવન, ક્ષેત્રથી હું કયા દેશમાં પુરમાં ? ગામમાં? અથવા સ્થાનમાં છું? કાલથી હમણું પ્રભાત કે રાત્રિ બાકી છે? ઈત્યાદિ વિચાર કરે. પ્રસ્તુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org