________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[૭૭]
નમો અરિહંતાણું” ઈત્યાદિ પદોથી જાગ્રત થયેલે શ્રાવક પિતાના કુળને ગ્ય ધર્મકૃત્ય નિયમાદિક યાદ કરે. અહિંયાં એમ સમજવું કે-પ્રથમથી જ શ્રાવકે સ્વલ્પ નિદ્રાવત થઈને રહેવું જોઈએ. પાછલી એક પહેરી રાત્રી રહે ત્યારે અથવા સવાર થતાં પહેલાં ઉઠવું. એમ કરવાથી આ લોકમાં યશ, કીર્તિ, બુદ્ધિ, શરીર, ધન, વ્યાપારાદિકને અને પારલૌકિક ધર્મકૃત્ય, વ્રત, પચ્ચખાણ, નિયમ પ્રમુખનો દેખીતે જ લાભ થાય છે. જે તેમ ન કરે તે ઉપરોક્ત લાભની હાનિ થાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે –
कम्मीणां धनसंपडइ, धम्मीणां परलोअ ॥
जिहिं सूत्तां रवि उबमई, तिहिं नर आओ न होय ॥ “કામકાજ કરનારા લોકો જે વહેલા ઊઠે તો તેઓને ધનની પ્રાપ્તિ થાય, અને ધમી પુરુષ જે વહેલા ઊઠે તે તેઓને પોતાના પારલૌકિક કૃત્યે શાંતિથી બની શકે છે. જે પ્રાણીને ઊંઘતાં જ સૂર્ય ઉદય થાય છે તેમને બુદ્ધિ, દ્ધિ અને આયુષ્યની હાનિ થાય છે.”
કોઈકથી નિદ્રા ઘણી હોવાને લીધે કે બીજા કંઈ કારણથી જે પાછલી પહાર રાત્રી રહેતાં ઊઠી ન શકાય તે પણ તેણે છેવટ ચાર ઘડી રાત્રી બાકી રહે ત્યારે નવકાર ઉચ્ચાર કરતાં ઊઠીને પ્રથમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ કરે. એટલે દ્રવ્યથી વિચારવું કે, “હું કોણ છું, શ્રાવક છું કે કેમ?” ક્ષેત્રથી વિચાર કરે કે, “શું હું પિતાને ઘેર છું કે પરઘેર છું? દેશમાં છું કે પરદેશમાં છું? માળ ઉપર સૂતો છું કે નીચે સૂતે છું?” કાળથી વિચાર કરે કે, “અવશેષ રાત્રિ કેટલી છે, સૂર્ય ઊગે છે કે નહીં?” ભાવથી વિચાર કરે કે, લઘુનીતિ વડીનીતિની પીડાયુક્ત થયો છું કે કેમ?” એમ વિચાર કરવાપૂર્વક નિદ્રા રહિત થાય. આ પ્રમાણે વિચારવા છતાં જે નિદ્રા ન રોકાય તે નાકના શ્વાસને રોકીને નિદ્રામુક્ત બને. ત્યારપછી દરવાજે કઈ દિશાએ છે, લઘુનીતિ કરવાનું કયાં છે? એવો વિચાર કર્યા પછી વડીનીતિ લઘુનીતિ-ઝાડે પેશાબ કરે. સાધુ આશ્રય ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે –
. दव्वाइ उवओगं उस्सासनिरंभणालोयं ॥ લઘુનીતિ પાછલી રાત્રે કરવી હોય ત્યારે જાગ્રત થઈને દ્રવ્યાદિક દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ)ને ઉપગે દાવો પછી નાસિકા બંધ કરીને શ્વાસોશ્વાસ દબાવે થી નિદ્રા વિછિી થયા પછી નીતિ કરે. રાત્રે જે કાંઈપણ કાર્ય કેઈકને જણાવવા વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org