________________
[ ૧૮ ]
श्राविधिप्रकरण ।
કાંઈક ઉંચી અને શામળી છે. વયના અનુમાનથી કદાપિ આ કન્યા મારી પુત્રી થઈ શકે, પરંતુ આ ગણિકા તે મારી માતા સર્વથા હોયજ નહીં. સંશયસાગરમાં ડૂબેલા તે શ્રીદતે ગણિકાને પૂછવાથી તેણુએ ઉત્તર વાળ્યો કે, “તું તો મૂર્ણ દેખાય છે, મેં તે તને આજેજ જે છે, અગાઉ કદાપિ તું મારા જેવામાં આવેલ નથી, છતાં પણ આવા પશુનાં વચનથી શંકાશીલ થાય છે, ત્યારે તું પણ પશુના જેવા જ મુગ્ધ દેખાય છે.” ગણિકાનાં વચન સાંભળીને પણ તેના મનનો સંશય દૂર ન થયે; કેમકે, “જ્યાં સુધી પાણીનું ગંભીરપણું (ઊંડાઈ) જાણી શકાય નહીં, ત્યાં સુધી પોતાનું કલ્યાણ ઈચ્છનાર પુરૂષ તેમાં પ્રવેશ કરી શક્તો નથી, તેમજ બુદ્ધિવંત પુરૂષ કોઈ પણ કાર્યને સંશય દૂર ન થાય, ત્યાં સુધી તેમાં પ્રવૃત્તિ કરી શકતો નથી.” આવી રીતે સંશયમાં ગરક થયેલા શ્રીદતે આમતેમ ફરતાં તે જ વનમાં એક જૈનમુનિને જોઈ નમસ્કાર કરી પૂછયું કે, “મહારાજ ! વાનરે મને જે સંશયરૂપ સમુદ્રમાં નાંખેલે છે, તે તમારા જ્ઞાનથી ટાળી મારે ઉદ્ધાર કરે.” મુનિ મહારાજે કહ્યું કે, “સૂર્યની માફક ભવ્ય પ્રાણીરૂપી પૃથ્વીમાં ઉદ્યોત કરનાર મારા કેવળજ્ઞાની ગુરૂ આ પાસેના પ્રદેશમાં છે, તેમની પાસે જઈ તું તારા સંશયથી મુક્ત થા. પરંતુ તેમની પાસે જવાનું બની શકે તેમ ન હોય તો હું મારા અવધિજ્ઞાનના બળથી તને કહું છું કે, “જે વાકય વાનરે તને કહ્યું છે, તે સર્વજ્ઞના વાકયની જેમ સત્ય છે.” ત્યારે શ્રીદત્તે પૂછયું કે, “એમ કેમ બન્યું હશે ?” મુનિમહારાજે જવાબ દીધું કે, પહેલાં તારી પુત્રીને સંબંધ તને કહું છું, તે તું સાવધાન થઈને સાંભળ :
તારો પિતા સોમશેઠ પિતાની સ્ત્રી(સોમશ્રી ને છોડાવવાને બળવંતની મદદ માટે છુપી રીતે જતા હતા, ત્યારે રસ્તામાં સંગ્રામમાં દૂર એવા સમર નામના ૫૯લી પતિ(ભીલના રાજાને જોઈ, તેને સમર્થ જાણ, સાડા પાંચ લાખ દ્રવ્ય આપીને પ્રસન્ન કરી, ઘણા સૈન્ય સહિત તેને સાથે લઈ શ્રીમદિરપુર ભણી પાછો આવ્યા. સમુદ્રરૂપ સૈન્ય આવેલું જોઈ તે નગરના લોકો ભયથી ત્રાસ પામી, જેમ સંસારરૂપ કેદખાનામાંથી ખેદ પામીને ભવ્ય પ્રાણુ મોક્ષે જવાને ઉદ્યમ કરે તેમ, તેમાંથી મુક્ત થવાને નિરૂપદ્રવ સ્થાન ભણે નાસવા લાગ્યા. તે વખતે તારી સુમુખી મનોહર સ્ત્રી ગંગા મહાનદીના કાંઠે આવેલા સિંહપુર નગરને વિષે પિતાની પુત્રી સહિત પિતાના પિતાને ઘેર જઈને રહી. કેમકે, પતિવ્રતા સ્ત્રીઓને પિતાના ભર્તારના વિગ વખતે ભાઈ કે પિતા સિવાય બીજે કાંઈ આશ્રય કરવા યોગ્ય નથી, માટે તે પીયરમાં પિતાના દિવસો ગુજારતી હતી. એકદા અષાઢ માસમાં ધિક્કારવા યેગ્ય દુષ્કર્મના યોગે દુરાત્મા ઝેરી સર્પે તારી પુત્રીને ડંસ કર્યો, તેધી ચેતના રહિત બની ગયેલી તે કન્યાને તેની માતા તથા મામા પ્રમુખે ઘણાં પ્રકારનાં ઉપચાર કર્યા છતાં પણ તે વંધ્યા (વાંઝણ) સ્ત્રીને પુત્રપ્રાપ્તિ ન થાય તેમ તે ચેતના ન પામી, ત્યારે તેના મામા પ્રમુખે એ વિચાર કર્યો કે, સર્પદંશીને દિર્ઘ આયુષ્યવાળા હોય તે પ્રાયે જીવી શકે છે, માટે આને અકસ્માત અગ્નિદાહ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org