________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[
3 ]
હમણાં અહિંયાં બીજે કયું છે? માટે એ તારી વિદ્યા પ્રથમ મને શિખવ, પછી તારા બતાવ્યા પ્રમાણે તે વિદ્યા સિદ્ધ કરી જેમ કેઈનું કંઈ ઉછીનું લીધું હોય તે પાછું અપાય તેમ તને હુંજ પાછી આપીશ; એટલે તેને તે જ વિદ્યા ફલિભૂત થશે. પછી પ્રસન્ન થઈને તે વિદ્યા તેણે શકરાજ કુમારને શિખવી. તેણે તે વિદ્યાને વિમળાચળના અને પિતાના પુણ્યબળથી તત્કાળ સિદ્ધ કરીને પાછી તે વિદ્યાધરને શિખવી જેથી તેને તે પાઠસિદ્ધ વિદ્યાની પેઠે તત્કાળ સિદ્ધ થઈ ગઈ. પછી તે બન્ને જણ ખેચર ને ભૂચર સિદ્ધ વિદ્યાવાળા બન્યા. બીજી પણ કેટલીક વિદ્યાઓ વિદ્યાધરે કરાજ કુમારને શિખવી. અગણિત પુણ્યને જેને સંગ થયે તેને શું દુર્લભ છે? પછી શુકરાજ કુમાર ગાંગીલ રાષિની રજા લઈ નવા રચેલા વિમાનમાં તે બંને સ્ત્રીઓ(રાજકન્યા પદ્માવતી તથા તેની ધાવમાતા)ને બેસાડી વિદ્યાધરને સાથે લઈ ચંપા નગરીએ આવ્યા, અને કન્યાને કઈ હરણ કરી લઈ ગયું છે એમ સાંભળવાથી ઉત્પન્ન થયેલા ચિંતારૂપ અંધકારમાં રાહુની જેમ વ્યાસ થયેલા રાજાની પાસે જઈ બુધ ને ચંદ્ર સમાન તે બંને જણે તેની ચિંતા દર કરી. તે અરિમર્દન રાજાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યા પછી તેણે જાણ્યું કે, શુકરાજ મારા મિત્રરાજાને પુત્ર છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું છે કે, મિત્રપુત્ર શનિને સંસ્કૃતમાં મિત્રપુત્ર કહે છે ]ના ઉપર રાજા ચંદ્રનું સંસ્કૃત નામને છેષ હોય છે પણ આ શુકરાજ મિત્રપુત્ર હોવા છતાં તેના ઉપર હું રાજા હોવા છતાં મને અત્યન્ત પ્રેમ ઉત્પન્ન થયે, તે મહાવિચક્ષણ, શૂરવીર અને મહાપકારી કુકરાજને અત્યંત હર્ષ અને ઉલ્લાસ સહિત પિતાની પદ્માવતી પુત્રી પરણાવી દીધી. કેમકે એમ કરવાથી જ પરમાનંદ અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. લગ્ન વખતે શુકરાજને ઘણું દ્રવ્ય આપી રાજાએ પ્રીતિમાં વધારે કર્યો. રાજાની પ્રાર્થનાથી ઈંદ્ર સમાન શુકરાજે કેટલાક દિવસ લીલા સહિત પદ્માવતી સાથે સંસારસુખ ભોગવતાં ત્યાંજ નિર્ગમન કર્યા. લુણ વિના સ્વાદિષ્ટ ભજન જેમ બેસ્વાદ લાગે છે, તેમ પુણ્યની કરણી વિના આ લેક સંબંધી કેવળ સાંસારિક કરશુઓ સલ્ફળને આપનારી થતી નથી, માટે સાંસારિક કરણીઓ કરતાં પણ વિવેકી પુરુષ વચ્ચે વચ્ચે ધર્મ કર્તવ્ય કરતાં જ રહેવું એ શ્રેયસ્કર છે. આ મનમાં વિચાર કરીને શકરાજ થોડાક દિવસ પછી રાજાની રજા લઈ અને પોતાની સ્ત્રીને પૂછીને વિદ્યાધરની સાથે જિનપ્રતિમાને વંદન કરવા વૈતાઢ્ય પર્વત ઉપર ગયો. ત્યાંની અલૌકિક રચનાઓ જોતાં તેઓ ખુશીની સાથે ગગનવલ્લભ નગરે જઈ પહોંચ્યા. ત્યાં વાયુવેગ વિદ્યાધરે પિતાના માતાપિતાને શકરાજે કરેલે ઉપકાર કો, તેથી તેમણે હર્ષ પામીને તેને પિતાની વાયુવેગા નામની કન્યા પરણાવી. જો કે શકરાજને તીર્થયાત્રા કરવા જવાની ઘણી ઉતાવળ હતી, તે પણ લગ્ન કર્યા પછી અંતરંગ પ્રીતિપૂર્વક ઘણા આગ્રહથી તેને કેટલાક દિવસ સુધી તેમણે પિતાને ઘેર રાખે. કહ્યું છે કે, ભાગ્યહીન પુરુષે જ્યાં જાય ત્યાં પગલે પગલે તિરસ્કાર પામે છે, તેમ ભાગ્યશાળીને પગલે પગલે સત્કાર (માન) મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org