________________
[ પ
]
એક દિવસ અઠ્ઠાઈમાં યાત્રા કરવાનો નિશ્ચય કરીને દેવતાની જેમ શોભતા એવા સાળા બનેવી વિમાનમાં બેસી તીર્થ વંદન કરવા નીકળ્યા. રસ્તામાં હે શુકરાજ! હે શુકરાજ! એ કોઈ સ્ત્રીને શબ્દ સાંભળીને તે બંને જણે વિસ્મય પામી તેની પાસે જઈ પૂછ્યું કે, તું કોણ છે? ત્યારે તેણીએ જવાબ આપ્યો કે, “હું ચક્રને ધારણ કરનારી ચક્રેશ્વરી દેવી છું. ગુરુની શિક્ષાથી જેમ શિષ્ય પ્રવર્તે તેમ ગેમુખ નામના યક્ષના કહેવાથી કાશ્મીર દેશમાં રહેલા શત્રુંજય તીર્થની રક્ષા કરવા સારું હું જતી હતી, તેવામાં વચ્ચે માર્ગમાં આવેલા ક્ષિતિપ્રતિષ્ઠિતપુર નગરે આવી પહોંચી ત્યારે ઉચ્ચસ્વરે રૂદન કરતી એક સ્ત્રીને જોઈ, તેથી તેના દુઃખે દુઃખી થયેલી હું આકાશથી હે ઊતરી તેની પાસે ગઈ, કેમકે દુઃખીયાના દુઃખમાં જે કોઈ ભાગ ન લે, તે શું જીવતો છે? પિતાના મહેલની પાસે આવેલા બાગમાં સાક્ષાત લક્ષમીના જેવી પણ શેકથી આકુળવ્યાકુળ બની ગયેલી તે સ્ત્રીને મેં પૂછ્યું કે, હે કમળાક્ષી! તને શું દુઃખ છે? ત્યારે તેણીએ કહ્યું કે, “ગાંગિલ નામના ઋષિ મારા શુકરાજ નામના પુત્રને શત્રુંજય તીર્થની રક્ષા કરવા સારું ઘણા દિવસ થયા લઈ ગયા છે, પરંતુ તેના કુશળ સમાચાર હજુ સુધી પણ મને કાંઈ મળ્યા નથી, તેટલા માટે તેના વિયેગને લીધે હું રુદન કરૂં છું.” ત્યારે મેં કહ્યું કે, “હે ભદ્ર! તું રૂદન કરીશ નહીં. હું ત્યાંજ જાઉં છું. ત્યાંથી પાછા વળતાં તારા પુત્રના કુશળ સમાચાર તને હું કહેતી જઈશ.” એમ તેની આશ્વાસના કરીને ત્યાંથી હું કાશમીરના શત્રુ જય તળે ગઈ, પરંતુ ત્યાં તને નહીં દેખવાથી અવધિજ્ઞાનથી તારે વૃત્તાંત જાણીને અત્રે કહેવા આવી છું, માટે હે વિચક્ષણ, તારા વિયેગથી પીડાતી તારી માતાને અમૃતના વષદની જેમ પોતાના દર્શન રૂપ અમૃતરસથી શાંત કર. જેમ સેવકે સ્વામીના વિચારને અનુસરીને જ વર્તે, તેમ સુપુત્ર, સુશિષ્ય અને સારી વહુઓ પણ તેમજ વતે છે. માતાપિતાને પુત્ર સુખને માટેજ હોય છે, પણ જ્યારે તેમના તરફથી દુઃખ ઉત્પન્ન થાય, તો પછી પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયા જેવું ગણાય. પિતાના કરતાં માતા વિશેષ કરીને પૂજવા યોગ્ય છે. જ્ઞાનીઓ પણ કહે છે કે, પિતાના કરતાં માતા સહસગણ વિશિષ્ટ માનવા ગ્ય છે. કહ્યું છે કે, ऊढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं, पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः। विष्टामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य सद्यः, त्रातः पुत्रः कथमपि यया स्तूयतां सैव माता ॥१॥
નવ માસ પર્યત ગર્ભમાં ધારણ કર્યો, પ્રસવ સમયે અતિશય આકરી શૂળ વિગેરેની દુસ્સહ વેદના સહન કરી, રોગાદિકના વખતે નાના પ્રકારનાં પથ્ય સેવન કર્યા, નવરાવવામાં, ધવરાવવામાં અને રડતાં છાનાં રાખવામાં ઘણો પ્રયાસ કર્યો, તથા મળમૂત્રાદિ છેવા વિગેરે ઘણાં કષ્ટો સહન કરી જેણે પિતાનો બાળક અહર્નિશ પાળે એવી માતાની જ ખરેખર સ્તવના કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org