________________
--
-
-
-
-
[ક].
श्राविधिप्रकरण।
સાથે યુદ્ધ કરવા માગે છે.” તે સાંભળી યુદ્ધ કરવા તત્પર થયેલા પિતાના પિતા તથા ભાઈને અટકાવી વીરશીરામણ હંસરાજ પોતે સન્નહબદ્ધ થઈને તેની સામે યુદ્ધ કરવા ધસ્પે. ક્ષત્રીયપુત્ર કેમ ઝા રહે? તેમ સૂર રાજકુમાર પણ ઘણું શસ્ત્ર જેમાં ભરેલાં છે એવા સંગ્રામના રથ ઉપર બેસીને અભિમાનથી રણભૂમિએ આવ્યા. ત્યાં સર્વનાં દેખતાં ખરેખર આચર્યજનક અર્જુન અને કર્ણના સરખું તે બન્નેનું શસ્ત્રાશસી યુદ્ધ થયું. શ્રાદ્ધનાં ભજન કરનારા બ્રાહ્મણને જેમ ભેજનની તૃપ્તિ ન થાય તેમ તે બન્ને જણાને કેટલાક વખત સુધી યુદ્ધની તૃપ્તિ ન થઈ, કે જેથી બન્ને સમાન બળવાળા મહત્સાહી પૈર્યવાન શૂરવીરની જયશ્રી પણ કેટલાક વખત સુધી સંશયપણાને ભજવા લાગી. કેટલીક વાર પછી ઇદ્ર મહારાજ જેમ પર્વતની પાંખે છેદી નાંખે તેમ હંસરાજે સૂર કુમારના સર્વ શસ્ત્રો છેદી નાંખ્યા. ત્યારે મન્મત્ત હસ્તિની પેઠે મહાક્રોધાયમાન થઈને હંસરાજને મારવાને સુરકુમાર વાના જેવી કઠણ મુઠી ઉપાડીને તેની સામે ધર્યો. આ વખતે શંતિ રાજાએ તત્કાળ શુકરાજની સામે જોયું, ત્યારે અવસરના જાણુ શુકરાજે હંસરાજ કુમારના શરીરમાં મોટી બળવંતી વિદ્યા સંક્રમણ કરી.x તેના બળથી હંસરાજે કંદકની જેમ સૂરકુમારને તિરસ્કાર સહિત ઉઠાવી એટલે બધો દૂર ફેંકયો કે, તે તેના (સૂરના) સૈન્યનું ઉલ્લંઘન કરીને તેની પેલી તરફની જમીન પર જઈ પડ્યો. તે જાણે તેણે (સૂ) પિતાના સિન્યનું લુંછણું જ કર્યું ન હોય ! એમ દેખાવા લાગ્યો. પેલી તરફ પડતાં જ તેણે એવી તો મૂછ ખાધી કે, તેના સેવકોએ કેટલીક વાર સુધી સારવાર કરી ત્યારે જ તે સાવધ થયે. પરંતુ અંતરંગ ક્રોધાગ્નિ ન શમવાથી આત્મિક ચેતના(જ્ઞાન) ન પામે. છેવટે તેને વિચાર ઉત્પન્ન થયો કે, ધિકાર છે મને, કે મેં ફેકટ આની સાથે ક્રોધ કર્યો, આવા રોદ્ર ધ્યાનથી તો હું ખરેખર અનંત ભવ રખડીશ. પછી તે નિર્મળ બુદ્ધિવાન ક્રોધના વિરોધની (કોધને લીધે થયેલી ઈર્ષાની) બુદ્ધિ તજી દઈ બે પુત્ર સહિત પાસે ઉભેલા મૃગધ્વજ રાજાની પાસે જઈ પોતાનો અપરાધ ખમાવવા લાગ્યું. તેથી ચકિત થઈને રાજાએ પૂછ્યું કે, “તેં પૂર્વભવવર શી રીતે જાણ્યું?” ત્યારે તેણે કહ્યું કે, જ્યારે જ્ઞાનદિવાકર શ્રીદર કેવળી મારે ગામ પધાર્યા હતા, ત્યારે મેં મારો પૂર્વભવ પૂછો હતો, તેથી તેમણે મને કહ્યું હતું કે –
હે સૂર! ભજિલપુર નગરમાં જિતારી નામનો રાજા હતો. તેને હંસી તથા સારી નામની બે રાણીઓ તથા સિંહ નામનો પ્રધાન હતો. તેમને સાથે લઈ જિતારી રાજા આકરો અભિગ્રહ ધારીને સિદ્ધાચલની યાત્રા કરવા જતાં માર્ગમાં ગોમુખ નામના યક્ષે કાશ્મીર દેશમાં અવતારેલા (બનાવેલા) સિદ્ધાચલની યાત્રા કરી, ત્યાં વિમલપુર નગર વસાવીને કેટલેક કાળ સુધી રહી, છેવટે ત્યાં જ મૃત્યુ પામ્યા. ત્યારપછી સિંહ નામને
* સંશયપણને ભજવા લાગી-સંશયમાં પડી. ૪ સંક્રમણ કરી-મૂકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org