________________
[૪]
श्राद्धविधिप्रकरण ।
શુકરાજ છું, અને મને આ તું શું કહે છે.” પ્રધાન બે , “મને પણ ઠગવા ધારે છે કે શું? મગધ્વજ રાજાના વંશરૂપ સહકારમાં રમણ કરનાર શકરાજ (પિપટ) સમાન અમારે સ્વામી શુકરાજ રાજા તો આ નગરમાં રહેલા મહેલમાં છે, અને તમે તે તેજ શુકરાજનું રૂપ ધારણ કરનાર કેઈક વિદ્યાધર છે વધારે શું કહીયે? પણ ખરે
કરાજ તે બીલાડીને દેખીને જેમ પોપટ ભય પામે તેમ તમારા દર્શન માત્રને પણ ભય રાખે છે, માટે તે વિદ્યાધરશ્રેણ, હવે ઘણું થયું, તમો તમારે સ્થાન જેમ આવ્યા તેમ ચાલ્યા જાઓ.”
આવાં પ્રધાનનાં વચન સાંભળી ચિત્તમાં ખેદ પામતે ખરો શુકરાજ વિચારવા લાગ્યું કે, ખરેખર કેઈક કપટી મારું રૂપ ધારણ કરીને શૂન્યને સ્વામી બની બેઠા દેખાય છે. રાજ્ય, ભેજન, શય્યા, સુંદર સ્ત્રી, સુંદર મહેલ, અને ધન, એટલી વસ્તુ શૂન્ય રાખવાની શાસ્ત્રમાં મનાઈ કરી છે, કેમકે એ વસ્તુ જે સૂની રહે તે તત્કાળ તેને કેઈક પણ દબાવી સ્વામી બની બેસે છે. પણ હવે મારે શું કરવું? ખરેખર એને હણીને મારું રાજ્ય પાછું લેવું એગ્ય છે, કેમકે જો એમ નહીં કરું તે લેકમાં મારો એ અપવાદ થશે કે, “મૃગરાજના પુત્ર શુકરાજને કંઈક પાપી ધૂતારાએ મારી નાંખીને તેનું રાજ્ય પોતે પોતાના બળથી લઈ લીધું, તે તે મારાથી કેમ સાંભળી શકાશે ? ખરેખર આ વિકટ સંકટનો વખત આવી પહોંચ્યો છે, કેમકે મેં તથા મારી બંને સ્ત્રીઓએ ઘણું નિશાનીઓ આપી, પરંતુ તે કોઈ પણ પ્રધાને માન્ય કરી નહીં. હાહા! ધિ:કાર છે એ કપટીની કસ્ટજાળને! આમ વિચારતો કાંઈક બીજો મનસૂબા મનમાં ધારીને ખેદ પામતો શુકરાજ પોતાના વિમાનમાં બેસીને આકાશમાગે પાછો ક્યાંક ચાલ્યા ગયે. તે દેખી નગરમાં રહેલા શુકરાજને પ્રધાન કહેવા લાગ્યું કે, સ્વામી, આ કપટી વિદ્યાધર વિમાનમાં બેસી પાછો જાય છે. એમ સાંભળીને તે કામમાં વ્યાપેલો પિતાના ચિત્તમાં ઘણેજ પ્રસન્ન થયે ઉદાસ ચિત્તવાળે (ખ) શુકરાજ શુડાની પેઠે વનમાં ભમવા લાગ્યા, તેને તેની સ્ત્રીઓએ ઘણું પ્રેરણા કરી તે પણ તે પિતાના સસરાને ઘેર ગયે નહીં, કેમકે, પિતાને કાંઈક પણ દુઃખ પડયું હોય ત્યારે પંડિત પુરુષોએ પોતાના કેઈપણ સ્વજન વણીને ત્યાં જવું જ ન જોઈએ, અને સસરાને ઘેર તો આડંબર વિના જવું જ નહીં, એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે માટે કેમ જવાય. વળી કહેલ છે કે, “સભામાં, વ્યાપારીઓમાં, દુશ્મને માં, સસરાને ઘેર, સ્ત્રીમંડળમાં અને રાજદરબારમાં, (એટલાં સ્થાનકે) આડંબર વિના માન ન પામીએ.”
શૂન્ય વનના વાસમાં પણ વિદ્યાબળથી સર્વ સુખભેગની સામગ્રી તૈયાર કરી લીધી છે તે પણ પિતાનું રાજ્ય પારકે પચાવી પડ્યાની ચિંતામાં કરાજે છ મહિના મહાદુઃખમાં ને દુઃખમાં નિર્વાહ કર્યો. અતિ ખેદકારક વાત છે કે, આવા મહાન પુરુષોને
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only