________________
[ ૬૨ ]
श्राद्धविधिप्रकरण ।
સરળ, અને શ્રાવકને માર્ગ વક્ર છે. સાધુ ધર્મ કઠિન અને શ્રાવક ધર્મ સુકોમળ છે માટે એ બે ધર્મ(માર્ગ)માંથી જેનાથી જે બની શકે તેના ઉપર આદર કરો. આવી, પવિત્ર વાણી સાંભળીને કમળમાળા રાણા, હંસ સમાન સ્વચ્છ સ્વભાવવાળો હંસરાજ, અને ચંદ્રાંક, એ ત્રણે જણ ઉત્કટ (તીવ્ર, વૈરાગ્ય પામીને તત્કાળ તેમની પાસે દીક્ષા લઈને આયુ પૂર્ણ થયે મોક્ષે ગયા. થરાજ પ્રમુખ સર્વ પરિવારે પણ સાધુ ધર્મ ઉપર પ્રીતિ રાખી સમ્યકત્વ મૂળ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. દુરાચારિણી ચંદ્રાવતીને દુરાચાર મૃગધ્વજ કેવળી અને તેવા વૈરાગી ચંદ્રાંક મુનિએ પણ પ્રકા નહીં, કારણ કે પારકાં દૂષણ પ્રગટ કરવાને સ્વભાવ ખરેખર ભવાભિનંદીનેજ છે, માટે એવા વૈરાગ્યવંત અને જ્ઞાની છતાં તે પારકાં દૂષણ કેમ પ્રગટ કરે ? કહ્યું છે કે, “સ્વલાઘા (પિતાની મોટાઈ) અને પરનિંદા કરવી એ લક્ષણ નિર્ગુણીનાં અને પરલાઘા ( પારકી પ્રશંસા ) અને સ્વનિંદા એ લક્ષણે સદગુણીનાં છે. ” ત્યારપછી સૂર્ય જેમ પિતાના કિરણે કરા પૃથ્વીને પવિત્ર કરે છે તેમ તે મૃગધ્વજ કેવળી પોતાના ચરણથી પૃથ્વીને પવિત્ર કરતા અન્યત્ર વિચારવા લાગ્યા અને ઇદ્ર સમાન પરાક્રમી શુકરાજ પોતાના રાજ્યને પાળવા લાગ્યા.
ધિક્કાર છે કામી પુરુષના કદાગ્રહને ! કેમકે ત્યારપછી પણ ચંદ્રાવતી ઉપર અત્યંત નેહરાગ રાખનાર અન્યાયશિરોમણી ચંદ્રશેખર શુકરાજ કુમારના ઉપર દ્રોહ કરવાને પિતાની કુળદેવી પાસે ઘણું કણે કરીને વળી પણ યાચના કરવા લાગ્યા. દેવીએ પ્રસન્ન થઈ પૂછયું કે, તું શું માગે છે ? તેણે કહ્યું-શુકરાજ નું રાજ્ય મને આપ. ત્યારે તે કહેવા લાગી કે, શકરાજ દઢ સમ્યવધારી છે તેથી સિંહનો વિનાશ જેમ મૃગલી કરી શકે નહીં તેમ હું પણ તેનું રાજ્ય આપવા સમર્થ નથી. તે બોલ્યો કે, તું અચિત્ય શક્તિમાન દેવી છે તે બળથી કે છળથી પણ એનું રાજ્ય મને જરુર આપ. આવાં અત્યંત ભક્તિનાં વચનથી સુપ્રસન્ન થયેલી દેવી બોલી કે, “છળ કરીને એનું રાજ્ય લેવાનો એક ઉપાય છે પણ બળથી લેવાનો ઉપાય એકેય નથી. જે શકરાજ કઈ કામના પ્રસંગથી બીજે સ્થાનકે જાય તે તે વખતે તું ત્યાં જઈ એના સિંહાસન પર ચઢી બેસજે. એટલે મારી દેવી શક્તિથી શુકરાજના સરખું તારું રૂપ બની જશે. પછી ત્યાં સુખેથી સ્વેચ્છાચારી સુખ ભેગવજે.” એમ કહીને દેવી અલોપ થઈ ગઈ. ત્યારપછી ચંદ્રશેખરે ચંદ્રવતીને આ તમામ વાતથી વાકેફ કરી. એકદા શકરાજને શત્રુંજય તીર્થની યાત્રા કરવા જવાની ઉત્કંઠા થવાથી તે પોતાની રાણીઓને કહેવા લાગ્યું કે, “શત્રુંજય તીર્થની યાત્રા કરવા તે મુનિઓના આશ્રમે જઉં છું.” ત્યારે રાણીઓ બેલી કે, “અમો પણ તમારી સાથે આવીશું, કેમકે અમારે તે વળી “એક પંથ દો કાજ” ના જેમ તીર્થની યાત્રા અને વળી અમારા માતાપિતાનો મેળાપ થશે.” પછી પ્રધાન પ્રમુખ બીજા કોઈને પણ કહ્યા વગર પોતાની સ્ત્રીઓને સાથે લઈ શુકરાજ વિમાનમાં બેસીને તીર્થયાત્રા કરવા નીકળે. આ વૃત્તાંત ચંદ્રવતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org