________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ હર].
ચંદ્રાંકને સાથે લઈ મૃગવિજ રાજા પોતાની નગરીના ઉદ્યાને આવ્યો. નગર બહાર રહીને સંસારથી વિરક્ત અને વસ્તસ્વરૂપમાં નિમગ્ન તે રાજા પિતાના બે પુત્રો તથા પ્રધાનને ચંદ્રાંકને મોકલી ઉદ્યાનમાં જ બોલાવી કહેવા લાગ્યું કે, “ મારું ચિત્ત સંસારથી ઉદ્વિગ્ન થયું છે, અને તેનાથી હું ઘણે પીડા છું, માટે મારું આ રાજ્ય શુકરાજ કુમારને આપજે અને હું તે અહિંયાંથી જ દીક્ષા લઈને ચાલતો થઈશ. ઘેર હું આવનારજ નથી.” આવી વાણી સાંભળી દીવાન પ્રમુખ બોલવા લાગ્યા કે,
સ્વામિન, આપ ઘેર તે પધારે, ઘરે આપને શે દેષ (ગુન્હા) કર્યો છે? કેમકે, બંધ તે પરિણામથી જ થાય છે, જેમકે, નિર્મોહી પરિણામવાળાને ઘર પણ અરય (વન) સમાન છે, અને હવંતને તો અરણ્ય પણ ઘર સમાન જ છે.” આવા તે લોકોનાં આગ્રહથી રાજા પિતાના પરિવાર તથા ચંદ્રાંક સહિત નગરમાં આવ્યો. રાજાની સાથે ચંદ્રાંકને આવેલે દેખીને કામદેવ યક્ષે કહેલું વચન યાદ આવવાથી કેઈપણ જાણી શકે નહીં એમ સભય પ્રચ્છન્નપણે ચંદ્રવતી પાસે અદ્રશ્ય અંજને કરી રહેલે ચંદ્રશેખર જીવ લઈને તત્કાળ ત્યાંથી પોતાના નગરે નાશી ગયે. મોટા મહોત્સવ સહિત મૃગવિજ રાજાએ
કરાજને રાજ્યાભિષેક કર્યો, અને તેની પાસે પિતે દીક્ષા લેવાની રજા માંગી. હા ના થતાં પણ જેમ તેમ કરીને તેની રજા મળ્યાથી જેમ રાત્રિ ગયાથી પ્રાત:કાળે સૂર્યને ઉદય થાય તેમ તે અલૌકિકજ શેભાને પામવા લાગ્યું. જો કે રાત્રિના ગયા પછી સૂર્ય ઉદય થાય તેમાં કાંઈ આશ્ચર્યરૂપ નથી, પરંતુ આ મૃગવજ રાજાને તે રાત્રિને સમયે પણ દીક્ષાના અધ્યવસાયરૂપ હદયમાં જ્ઞાનરૂપ એ સૂર્યોદય થયો છે કે જેની શોભા એક અપૂર્વજ બની રહી છે. તે પિતાના મનમાં વિચાર કરે છે કે, કયારે પ્રાત:કાળ થશે અને કયારે દીક્ષા અંગીકાર કરીશ; વળી કયારે હું નિરતિચાર ચારિત્રવંત બનીને વિચરીશ, અને ક્યારે આ સર્વ કર્મને ક્ષય કરીશ. એમ ઉત્કૃષ્ટ શુભ ધ્યાનના ચઢતા પરિણામના એક તાનમાં એવી કઈક અલૌકિક ભાવના ભાવવા લાગ્યું કે, જેમ પ્રાતઃકાળ થતાં રાત્રિ ગઈ તેની સાથે સ્પર્ધાથીજ ગયાં ન હોય ! એમ પ્રાત:કાળ થતાં જ તેને ભાવનારૂપ લીલાથી કઠિન ચાર વાતિકર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આશ્ચર્ય છે કે, આ લેકને માટે કરેલ મહાન યત્ન પણ નિષ્ફળ જાય છે ત્યારે ધર્મના સંક૯પમાત્રથી આ મૃગધ્વજ રાજાને કૈવલ્યની પ્રાપ્તિ થઈ. કાલેક સમસ્ત વસ્તુના જાણનારા મૃગધ્વજ કેવળીને તત્કાળ કેવળજ્ઞાનના મહિમા(મહત્સવ) કરનારા દેએ મેટા હર્ષથી સાધુ વેષ લાવીને આપે. તે સાંભળીને આશ્ચર્ય અને હર્ષ પામતાં શકરાજ પ્રમુખ સર્વ પરિવાર આવીને તત્કાળ તેઓને વંદન કરવા લાગ્યા. તે વખતે તેઓને કેવળી મહારાજ અમૃત સમાન દેશના દેવા લાગ્યા કે, “હે ભવ્ય છે, સાધુ અને શ્રાવકને ધર્મ, એ બે સંસારરૂપ સમુદ્રથી તરીને પેલે પાર પહોંચવાને એક પૂલ સમાન છે, સાધુને માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org