________________
-
-
-
-
-
-
પ્રથમ દિન-ચલણ I
[ જરૂ]
ત્યારે જ મારા પર તેના ક્રોધરૂપ અગ્નિને દુઃખરૂપ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે હું ખરેખરી હકીક્ત તેને નિવેદન કરૂં તે તેને ક્રોધાગ્નિ શમી જઈ મને કારાગારના દુખમાંથી મુક્ત કરશે. આમ ધારીને તેણે કેટવાળ મારફત રાજાને કહેવરાવ્યું કે, હું મારી ખરેખરી બીના જણાવવા માગું છું. રાજાએ તેને બેલાવી પૂછયું, ત્યારે તેણે સર્વ 4 હકીકત જેમ બની હતી તેમ કહી, અને છેવટમાં જણાવ્યું કે, સુવર્ણરેખાને વાનર તેના
સ્કંધ પર ચઢાવીને લઈ ગયેલ છે. આ વાત સાંભળીને સભાના લેકે વિસ્મય પામી ખડખડ હસી પડી કહેવા લાગ્યા કે, જુઓ, જુઓ ! આ કપટીની સત્યતા ! કેવી ચાલાકીથી પોતે છટકી જવા માંગે છે? રાજાએ પણ ક્રોધાયમાન થઈ તેને વધ કરવાની કેટવાળને તત્કાળ આજ્ઞા કરી દીધી; કેમકે, મોટા પુરુષને રષ અને તેષ (મહેરબાની) તત્કાળ ફળ આપનારજ હોય છે. જેમ કષાઈ બકરાંને વધસ્થાને લઈ જાય તેમ કેટવાળના દુષ્ટ સુભટો શ્રીદત્તને વધસ્થાને લઈ જાય છે તે વખતે તે વિચારવા લાગ્યો કે, માતા અને પુત્રીની સાથે સોગ કરવાની ઈચ્છાથી તેમજ મિત્રને વધ કરવાથી ઉત્પન્ન થયેલાં પાપનું જ આ ફળ મને મળે છે, માટે ધિકાર છે મારા દુષ્કર્મને ! વળી આ પણ આશ્ચર્ય છે કે, સત્ય બોલવાથી પણ અસત્યના જેવું ફળ મળે છે, પરંતુ વિચાર કરતાં એમ માલમ પડે છે કે, કમેં જેના પર સમુદ્રની પેઠે ઉછાળો માર્યો તેને રોકવાને કેણ સમર્થ છે? કહ્યું છે કે, “જેના કલ્લોલથી પર્વતના મોટા પાષાણે પણ ભાંગી જાય આવા સમુદ્રને પણ સામે આવતાં પાછો વાળી શકાય, પણ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સારા અને નરસાં કર્મોનું દૈવિક પરિણામ દૂર કરવાને કોઈ સમર્થ થઈ શકતું નથી.”
આ વખતે શ્રીદત્તનાં પુણ્યથી જ ન ખેંચાયા હોય તેમ મુનિચંદ્ર નામના કેવલી ભગવંત વિહાર કરતા ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનપાલકે રાજાને તે વિષે વધામણી આપવાથી તે પિતાના પરિવાર સહિત કેવલી સન્મુખ આવી વંદન કરીને બેઠા પછી જેમ ભૂખે માણસ ભેજનની વાંચ્છા કરે તેમ, તે દેશનાની યાચના કરવા લાગ્યો. જગદંબંધુ કેવલી મહારાજે કહ્યું કે, “જે પુરુષમાં ધર્મ કે ન્યાય નથી તે અન્યાયીને વાંદરાની ડોકમાં જેમ રત્નની માળા શેભે નહીં તેમ, દેશના શા કામની?” ચકિત થઈ રાજાએ પૂછયું કે, “મને અન્યાયી કેમ કહો છો ?” કેવલી મહારાજે ઉત્તર આપે કે, “સત્યવક્તા શ્રીદત્તનો વધ કરવાની આજ્ઞા આપી માટે.” આ વચન સાંભળીને લજિત થયેલા રાજાએ આદરમાનથી તેને (શ્રીદત્તને) પિતાની પાસે બેસાડીને પૂછયું કે, તું તારી ખરેખરી હકીકત જાહેર કર. તે પિતાની સાચી બીના કહેવા માંડે છે, તેટલામાં સુવર્ણ રેખા જેના પીઠ પર બેઠેલી છે એ તેજ વાનર ત્યાં આવી તેણીને નીચે ઉતારી કેવલી ભગવાનને નમસ્કારાદિ કરી સભા વચ્ચે બેસવાથી, સર્વ લોકે તેને જોઈ આશ્ચર્ય પામીને પ્રશંસા કરી બોલવા લાગ્યા કે, ખરેખર શ્રી દત્ત સત્યવાદી છે. અહિંયાં આ સર્વ વૃતાંતમાં જે જે સંશ જેને રહ્યા હતા, તે તે કેવલી મહારાજને પૂછીને દૂર કર્યા. આ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org