________________
---
--
-
પ્રથમ ત્રિ-ચપ્રા
,
[
ર ]
આ સમશ્રીનું નામ ગણિકાઓ બદલાવી બીજું નામ સુવર્ણરેખા પાડયું છે, કેમકે સીઓ એક ઘેરથી બીજે ઘેર જાય છે ત્યાં પ્રાય: તેનું બીજું નામ પાડવામાં આવે છે. પિતાની કળા શિખવવામાં વિચક્ષણ વિશ્વમવતી ગણિકાઓ, સુવર્ણરેખાને થોડા વખતમાં ગીત, નૃત્ય, હાવભાવ, કટાક્ષવિક્ષેપાદિક અનેક કળાઓ શિખવી દીધીકેમકે ગણિકાઓના ઘરમાં કે દુકાનમાં તેના જ રસિયા લોકો આવે છે. જેમ ગણિકાઓના ઘરમાં જન્મેલી ને નાનપણમાં જ સંસ્કાર થયેલા હોવાથી તે પ્રથમથી જ કુટિલ વિગેરે હાય છે, તેમ નહીં હોવા છતાં પણ આ સુવર્ણરેખા થોડા જ વખતમાં જન્મથી જ વેશ્યા ન હોય તેવી થઈ ગઈ. કેમકે, પાણીમાં જે વસ્તુ મેળવીએ તદુરૂપ જ બની જાય છે. ધિક્કાર છે એવી કુસંગતિને ! કે જેથી સમશ્રી તે જ ભવમાં પણ દુષ્ટ દેવના ચાગથી ખરેખર ગણિકાના વ્યવહારવાળી બની ગઈ. તે એવી તે કળાકુશળ નીવડી કે, રાજાએ તેણુનાં ગીત, નૃત્યાદિક કળાથી અત્યંત પ્રસન્ન થઈ તેને બહુ સત્કારપૂર્વક પિતાની માનવંતી ચામર વીંઝનારી કરી રાખી.
મુનિ મહારાજ શ્રી દત્તને કહે છે કે, “હે શ્રીદત્ત ! એ જ તારી માતા છે, કે જે ભવાંતરને જ પામી ન હોય તેમ આકાર, રૂપ, રંગ વિગેરે સર્વ પ્રકારને લીધે જુદી જણાય છે, પણ તે તો સર્વ ઔષધીઓનો અચિંત્ય મહિમા છે, એમાં કાંઈ સંશય ન રાખીશ. તને ઓળખવા છતાં પણ લજજા અને લેભને લીધે તેણીએ તે વિષેની તને જાણ કરી નથી. અહો ! આ જગતમાં ભરાજાનું પણ ખરેખરું પ્રબળ બળ વતે છે.
ખરેખર ધિક્કારવા યોગ્ય છે ગણિકાઓનો વહેવાર કે જેમાં માઠાં કૃત્યની કંઈપણ મર્યાદા નથી. વળી તેમાં એ લોભ છે કે, પોતાના પુત્રની સાથે કુકર્મ કરવા કંઈપણ શરમાતી નથી. અહર્નિશ નિંદવાયેગ્ય અને તજવા 5 કરણીઓ કરતાં પણ વિશેષ તજવા ચોગ્ય વારાંગનાઓ છે, એમ પંડિત પુરુષોએ તેમનાં દુરાચરણ દેખાડીને તેણીઓને અયોગ્ય અને અમર્યાદાવાળી જણાવી છે. ”
આવાં મુનિનાં વાકો સાંભળીને ખરેખર ખેદયુક્ત વિમય પામીને શ્રીદત્ત પૂછવા લાગ્યું કે, “હે ત્રિકાળજ્ઞાની મહારાજ ! આ વાનર કોણ હતો અને એને શું જ્ઞાન હતું ? કે જેથી તેણે આ મારી પુત્રી અને માતાને જાણ તેણે મારી હાંસી કરીને પણ સટ્ટવતાની પેઠે વાકો બોલી ગયો? કે જે ખરેખર ઉપકારીની પેઠે મને અંધ કૂપમાં પડતાને બચાવનાર થયે. વળી એને મનુષ્યવાચા કયાંથી?” મુનિ મહારાજે જવાબ આપ્યો કે“હે ભવ્ય! શ્રીદત્ત ! સાંભળ. ર “સામગ્રીમાં એકાગ્ર ચિત્ત થયેલે તારે પિતા શ્રીમંદિર નગરમાં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org