________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ as ]
કે, મહિના મહિનાના ઉપવાસ કરીને પારણુ કરતી હતી; કેમકે, કુળવંતી સ્ત્રીઓને તે અરેખર એજ આચાર છે કે, વિધવાપણું પામ્યા પછી ધર્મનો જ આશ્રય કરે, કારણકે તેથી તેમના આ ભવ અને પરભવ એમ બને ભવ સુધરે છે અને તેમ જે ન કરે તે તેમને બન્ને ભવમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. તે બન્ને તાપસણુઓમાંથી ગોરીને એક દિવસે મધ્યાહ્ન સમયે પાણીની આકરી તૃષા લાગવાથી તેણીએ પોતાની કામ કરનારી દાસી પાસે પાછું માંગ્યું, પરંતુ મધ્યાહ્ન સમય હોવાથી નિદ્રાવસ્થાને લીધે મીંચાઈ ગયેલા લોચનવાળી દાસી આલસ્યમાં પડી રહી, પણ તેને ઉત્તર કે પાછું દુર્વિનયીની પેઠે ન આપી શકી. તપસ્વી, વ્યાધિવંત રોગી ), સુધાવંત ભૂખ્ય ), તૃષાવંત (તર) અને દરિદ્રી એટલા જણને પ્રાયે ક્રોધ અધિક હોય છે, તેથી તે દાસી પર ગૌરી એકદમ કોપાયમાન થઈ તેને કહેવા લાગી કે, “શું તને કાળા સર્વે કરડી છે, કે તું મુડદાંની પેઠે પડી રહીને પાણી કે જવાબ પણ આપતી નથી?” ત્યારે તેણુએ તત્કાળ ઉઠીને મીઠાં વચન બેલી પ્રસન્નતાપૂર્વક પાણી લાવી આપીને માફી માંગી. પરંતુ ગૌરીએ તેને દુર્વચન કહેવાથી મહાદુ(નિકાચિત) કર્મ બાંધ્યું; કેમકે, હાસ્યથી પણ જો કોઈને દુર્વચન કહેલું હોય તો તેથી પણ ખરેખર દુછ કમ ભેગવવું પડે છે, તે પછી ક્રોધાવેશમાં બોલેલું હોય તેનું તે કહેવું જ શું? વળી ગંગા તાપસણું પણ એક દિવસ પિતાને પડવા છતાં દાસી બહાર ગયેલી હોવાથી તે કામ પિતાને હાથે કરવું પડ્યાથી પછી જ્યારે દાસી આવી ત્યારે તેને ક્રોધાયમાન થઈ કહેવા લાગી કે,
શું તને કેઈએ કેદખાનામાં ઘાલી હતી, કે કામ વખતે પણ હાજર ન રહી શકી? આમ કહેવાથી ગૌરીની ઇર્ષાથી જ જાણે એણે પણ નિકાચિક કર્મ બાંધ્યું હાયની ! એમ ગંગાએ પણ મહા અનિષ્ટ કમ બાંધ્યું. એક સમયે કઈક ગણિકાને કામી પુરુષની સાથે વિલાસ( કામગ) કરતી દેખીને ગંગા પોતાના મનમાં વિચાર કરવા કરવા લાગી કે,
ધન્ય છે આ ગણિકાને, કે જે અત્યંત પ્રશંસનીય કામી પુરુષોની સાથે નિરંતર ભંગ વિલાસ કરે છે! ભ્રમરના સેવવાથી જાણે માલતી કેમ શોભનીક દેખાતી હોય! એમ કેવી આ ગણિકા શોભી રહી છે, અને હું તે કેવી નિભગિણીમાં પણ નિર્ણાગિણી છું! ધિકાર છે કે મને, પિતાના ભર્તારથી પણ સંપૂર્ણ સુખ ભોગવી શકી નહીં! અને છેવટે વિધવા બનીને આવી વિયેગાવસ્થા ભેગવુ છું.” આવાં દુર્ગાનથી તે દુબુદ્ધિ ગંગાએ, જેમ વર્ષાઋતુમાં લોખંડ મલિનતાને પામે તેમ, દુષ્ટ કર્મ બાંધ્યું. અનુક્રમે તે બને સ્ત્રીઓ મરણ પામીને જતિષી દેવતાના વિમાનમાં દેવીઓપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચવીને ગોરી તારી પુત્રી અને ગંગા તારી માતાપણે ઉત્પન્ન થયાં. ગોરીએ પૂર્વભવમાં દાસીને દુર્વચન કહેલું હતું તેથી તે આ ભવમાં થએલી તારી પુત્રીને સર્પને ઉપદ્રવ થયે, અને પૂર્વભવમાં ગંગાએ દુર્વચન કહેલ હતું, તેથી તે પલ્હીપતિના કબજામાં કેટલાક દિવસ સુધી કેદખાનામાં રહી
- મલિનતાને પામે-કાટ વળી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org