________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેની આર્દિક રાણીથી આદ્રકુમાર નામે પુત્ર થયો, તે યૌવન વયને પામતા યથારુચિ સંસારિક ભોગ ભોગવવા લાગ્યો.
આદ્રક રાજા અને શ્રેણિક રાજાને પરંપરાગતથી પ્રીતિ બંધાયેલી હતી. એક વખત શ્રેણિક રાજાએ પોતાના મંત્રીને આર્દિક રાજાની પાસે ઘણી ભેટો લઈને મોકલ્યો, તે ભેટ સ્વીમારી આર્દિક રાજાએ બંધુ શ્રેણિકની કુશળતા પૂછી તે જોઈ આદ્રકુમારે પૂછયું, 'હે પિતાજી ! આ મગધેશ્વર કોણ છે કે જેની સાથે તમારે આટલી બધી પ્રીતિ છે? ત્યારે રાજાએ કહ્યું કે, શ્રેણિક નામે મગધના રાજા છે અને તેમને અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે, આ સાંભળી આદ્રકુમારે આવેલ મંત્રીશ્વરને પૂછ્યું કે, આ મગધેશ્વરને કોઈ ગુણવાન પુત્ર છે? હોય તો તેને હું મારો મિત્ર કરવા ઈચ્છું છું, ત્યારે મંત્રીશ્વરે જવાબ આપ્યો કે, હા. બુદ્ધિનું ધામ એવા અભયકુમાર તેમના પુત્ર છે. - આ સાંભળી વિદાય થતાં મંત્રીશ્વરને આદ્રકુમારે પરવાળા અને મુક્તાફળ વગેરે અભયકુમાર માટે મૈત્રીના પ્રતીક તરીકે આપ્યાં.
આ આદ્રકુમારના મૈત્રીભર્યા વર્તાવથી ખુશ થઈ અભયકુમારે વિચાર્યું કે, કોઈ શ્રમણપણાની વિરાધના કરવાથી આ આદ્રક અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. તેને મિત્ર તરીકે મારે ધર્મી બનાવવો જોઈએ એમ ચિંતવી પ્રભુ આદિનાથની એક અત્ પ્રતિમા એક પેટીમાં મૂકી એક દૂત દ્વારા આદ્રકુમારને મોકલી આપી અને સંદેશો મોકલ્યો કે, આ પેટી આદ્રકુમારે એકાંતમાં ખોલવી.
પેટી ખોલતાં આદ્રકુમારને અપ્રતિમ શ્રી આદિનાથની મનોહર પ્રતિમા નજરે પડી, થોડો વખત તો, આ શું છે? તે તેમને સમજાયું નહીં. પણ વિચાર કરતાં કરતાં આવું મેં પૂર્વે ક્યાંક જોયું છે, એમ ચિંતન કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં પોતે જોયું કે આ ભવથી ત્રીજે ભવે તે મગધદેશના વસંતપુરનગરમાં એક સામાપિક નામે કબણી હતો અને હવે કર્માધીન હું અહીં ધર્મવર્જિત એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું, મને પ્રતિબોધ પમાડનાર અભયકુમાર ખરેખર મારો બંધુ અને ગુરુ છે, તેથી હવે પિતાની આજ્ઞા લઈ હું આર્ય દેશમાં જઈશ કે જ્યાં મારા આ મિત્ર અને ગુરુ છે, પણ પિતાજીએ આદ્રકુમારને મગધ જવાની રજા ન આપી અને તેના સામંતોને આદ્રકુમાર કોઈ સંજોગોમાં નાસી ન જાય તે માટે સખ્ત બંધોબસ્ત રાખવા હુકમ કર્યો.
આદ્રકુમારે પોતાના માણસો પાસે એક વહાણ તૈયાર કરાવ્યું, અને તેમાં રત્નો ભર્યા, અને એક દિવસ ભગવાન આદિનાથની મૂર્તિવાળી પેટી લઈને બધાને થાપ આપી વહાણ ઉપર ચડી આર્યદેશમાં આવી પહોંચ્યો.
અહીં આવી પ્રભુની પ્રતિમા અભયકુમારને પાછી મોકલી આપી અને સાથે રહેલ ધન સાત ક્ષેત્રમાં વાપરી, પોતાની મેળે જ યતિલિંગ ગ્રહણ કર્યું. એ રીતે આદ્રકુમાર મધ્યસ્થ હોવાથી ભગવાનની પ્રતિમા જોતાં બોધ પામ્યો, તેમ મધ્યસ્થ ધર્મ પામી શકે છે.
૨. વિશેષ નિપણમતિ - તે વિશેષજ્ઞ, જેમ કે, હેય (છોડવા યોગ્ય), જોય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા યોગ્ય)નો વિવેક કરી જાણે એવી જેની બુદ્ધિ છે પૂર્વોક્ત બતાવેલા કુલપુત્રના જેવી,