________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એકદા રાજાને ત્યાં પુત્ર જન્મ્યો, બધા આશીર્વાદ આપવા ગયા, વરાહમિહિર પણ ગયો. ભદ્રબાહુસ્વામીએ સાધુ આચારને ઉચિત ન હોવાથી તેમ ન કર્યું. વરાહમિહિરને જૈનધર્મનો દ્વેષ હોવાથી તેણે રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે "જૈન સાધુઓ વ્યવહારશૂ-ય છે, કે જેથી આવા શુભ પ્રસંગે પણ આવ્યા નહિ." એટલે રાજાએ માણસ મોકલીને કહેવડાવ્યું કે તમે કેમ આવ્યા નહિં ? ભદ્રબાહુસ્વામીએ ં જણાવ્યું કે કોઈનું મરણ કહેવું વ્યાજબી નથી પણ જ્યારે ખોટી રીતે જૈનધર્મની નિંદા થાય છે તો કહું છું કે 'રાજકુમારનું આયુષ્ય અલ્પ છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે તેમ તેનું ગ્રહબળ હોવાથી ખોટા આશીર્વાદ આપી જુઠા બનવું તે વ્યાજબી નથી માટે આવ્યો નથી.’
S
બન્યું પણ એમજ કે રાજાએ ઘણા પ્રયત્નથી બિલાડી દ્વારા રક્ષા કર્યા છતાં દરવાજાના આગડીયારૂપ લોહમય બીલાડીથી આચાર્યે કહેલ સમયે રાજકુમારનું મૃત્યુ થયું. આ ઉપરાંત બીજી પણ વરાહમિહિરના જ્યોતિષના જ્ઞાનમાં સ્ખલના બતાવી. આથી તે વધુ જૈનધર્મદ્વેષી થયો અને અંતે મરી વ્યંતર થઈ સંધમાં તેણે મરકીનો ઉપદ્રવ કર્યો અને ઉપદ્રવને શ્રી ભદ્રબાહુ સ્વામીએ "ઉવસગ્ગહરં સ્તોત્ર” બનાવી શાંત કર્યો. આ રીતે વરાહમિહિરની જેમ ધર્મદ્રષી ધર્મ પામી શકતો નથી.
૩. મૂર્ખ તે (સિદ્ધાંતના અને ગુરુના) વચનના ભાવાર્થનો અજાણ. ગામડાના કુલપુત્રના જેવો. ગામડાના કુલપુત્રનું દૃષ્ટાંત
કોઈ એક કણબીનો પુત્ર સ્વગૃહેથી રાજાની ચાકરી કરવાને માટે નીકળ્યો. ત્યારે તેની માતાએ તેને શિખામણ દીધી કે, "રાજ-સેવાર્થે વિનય કરવો.” ત્યારે તેણે પૂછ્યું કે – "વિનય એટલે શું ?” તે માતાએ શીખવ્યું કે, "નીચું જોઈને ચાલવું અને રાજાની મરજીને અનુસરવું, જીહાર કરવા.” આ વચન અંગીકાર કરીને તે કણબીનો પુત્ર ગ્રામાંતરે ચાકરી માટે ચાલ્યો. માર્ગમાં મૃગલાં પકડવાને છૂપાઈને ઊભા રહેલા શિકારીઓને દૂરથી દેખી તેણે મોટે સ્વરે પ્રણામ કર્યા. તેના અવાજથી મૃગલાં નાસી ગયાં.
તેથી તેઓએ તેને માર્યો. ત્યારે તે કહેવા લાગ્યો કે, "મારી માતાએ મને શીખવ્યું હતું, તેથી મેં એમ કર્યું.” ત્યારે શિકારીઓ બોલ્યા કે, "તું મૂર્ખ છે, આવા પ્રસંગે છાના-માના આવવું.” તે શિકારીઓના વચનને યાદ રાખીને ત્યાંથી આગળ જતાં માર્ગમાં ધોબી લોકોને જોઈને નીચો વળી છુપાતો છુપાતો ચાલવા લાગ્યો, જેથી ધોબીઓએ તેને ચોર સમજીને માર્યો ફૂટયો. ત્યારે તેણે પ્રથમ બનેલી સાચી હકીકત કહી સંભળાવી તેથી તેમણે તેને શીખવ્યું કે, "આવા પ્રસંગે તો 'ધોવાઈને સાફ થાઓ' એમ બોલતા જવું." ત્યાંથી આગળ ચાલતાં કેટલાક બી વાવનાર ખેડૂતો વાદળ સામે જોતા હતા, તેઓને જોઈને તે "ધોવાઈને સાફ થાઓ” એમ બોલ્યો; ત્યારે તેઓએ તેને અપશુકનની ભ્રાંતિથી માર્યો ત્યાં પણ તે ખરી હકીકત કહેવાથી ખેડૂતોએ શીખવ્યું કે, "મૂર્ખ આવા પ્રસંગે તો" બહુ થાઓ બહુ થાઓ' એમ બોલવું.” આ વચનને મનમાં ધારી (ગ્રહણ કરી) તે આગળ ચાલ્યો. આગળ જતાં જતાં એક ગામમાં કોઈક મરણ પામેલાના શબને ઉપાડી રોતા જતા લોકોને દેખી તે બોલ્યો કે, 'બહુ થાઓ-બહુ થાઓ' તે વખતે તે લોકોએ પણ અપશુકનિયાળ સમજી તેને માર્યો. તેમની પાસે પણ સર્વ બનેલી બીના તેણે કહી બતાવ્યાથી તેઓએ શિખામણ આપી કે, "આવા પ્રસંગે તો 'આવું ન થાઓ એમ બોલવું.’