________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
તેઓનું બોલવું માન્ય કરી આગળ જતાં એક ઠેકાણે વિવાહનો સંબંધ મેળવતા દેખી વિવાહના મંડપમાં જઈ તે બોલ્યો કે, 'આવું ન થાઓ-આવું ન થાઓ.' આ શબ્દો સાંભળી ત્યાં ભેગા મળેલા લોકોમાંના કેટલાકે તેને ખૂબ માર્યો. જેથી તેણે અગાઉ બનેલી અને શીખેલી સર્વ સાચી વાત જણાવી. ત્યારે તેઓએ સમજાવ્યું કે, મૂર્ખ ! એવા સમય પર તો નિરંતર થાઓ-નિરંતર થાઓ' એમ બોલવું.”
તે સાંભળી, તે શબ્દો યાદ રાખી ત્યાંથી વિદાય થયો. આગળ જતાં એક માણસના પગમાં બેડી નંખાતી જોઈને તે બોલ્યો કે, 'નિરંતર થાઓ-નિરંતર થાઓ' આ વચનો સાંભળતાં જ તે પુરુષના સંબંધીઓએ તેને માર્યો ત્યાં પણ સાચું બોલવાથી તેઓએ કહ્યું કે, "અરે મૂર્ખ આવા પ્રસંગ પર તો જલ્દી છૂટા થાઓ-જલ્દી છૂટા થાઓ' એમ બોલવું. તે મનમાં યાદ રાખીને આગળ વધ્યો. રસ્તામાં બે જણા મૈત્રી બાંધતા હતા. તેમને દેખી નજીક જઈ તે બોલ્યો કે, જલ્દી છૂટા થાઓ-જલ્દી છૂટા થાઓ જેથી તેમણે પણ માર્યો તેમની પાસે પણ સત્ય બોલવાથી છૂટીને ચાલી કોઈ એક ગામમાં આવી પહોંચ્યો. ત્યાં કોટવાળના ઘરમાં નોકરી કરવા રહ્યો. એકદા દુષ્કાળ સમયે તે કોટવાળના ઘરમાં ખાવા માટે રાબ તૈયાર કરેલી. તે વખતે કોટવાળ ચોરે ગયેલ હોવાથી પેલો મૂર્ખ તેને બોલાવવા ગયો. ત્યાં ઘણા માણસોની મંડળી બેઠી હતી. તેઓની સમક્ષ મોટા શબ્દ (ઘાંટો પાડી) બોલવા લાગ્યો કે, "ચાલો ચાલો રાબ ઠંડી થઈ જશે.” તે સાંભળી કોટવાળ ઘણો જ શરમાઈ ગયો અને ઘેર આવી તેને ખૂબ માર્યો અને શીખવ્યું કે, "મૂર્ખ ! આવી શરમભરી વાત તો ખાનગીમાં જ કહેવી, કદાપિ ચાર જણાના સાંભળતાં બોલવી નહીં.”
. ત્યારબાદ થોડાક દિવસે ઘરમાં આગ લાગી તે વખતે કોટવાળને બોલાવવા માટે તે ચોરા ઉપર આવ્યો. આ વખતે પણ અગાઉની માફક મંડળી બેઠેલી હતી જેથી તે કાંઈ પણ બોલ્યા વિના મૂંગો જ ઊભો રહ્યો; અને ઘણીવારે લોકોનો સમુદાય વીખરાઈ ગયા પછી તેણે કહ્યું કે, "સ્વામિ ! આજે આપણા ઘરમાં આગ લાગી છે.” તે સાંભળી કોટવાળ ગુસ્સે થઈ બોલ્યો કે, "તારા જેવો મૂર્ખનો સરદાર કોઈ પણ નહીં હોય; એમાં કહેવા શું આવ્યો? અને કયારનો મૂંગો મૂંગો શું ઉભો રહ્યો? એવા પ્રસંગે તો જલ્દી જલ્દી ધૂળ, રાખ, માટી કે પાણી નાંખવું કે તરત જ આગ ઓલવાઈ જાય."
એક સમયે કોટવાળ હજામત કરાવી મસ્તકના વાળ (ચોટલી) સુગંધી ધૂપથી ધૂપતો હતો, તે સમયે વાળમાંથી ધૂમાડો નીકળતો દેખી મૂર્ખ માન્યું કે, અરે ! આગ લાગી; તેથી તરત જ તેના ઉપર ધૂળ અને પાણી નાખવા લાગ્યો.
આવી રીતે ખરો ભાવાર્થ (હનુ) તથા સમયને નહીં જાણી શકનારા પણ ધર્મને અયોગ્ય જાણવા. - ૪. પહેલાંથી કોઈએ વ્યર્ડ્સાહિત કરેલ (ભરમાવેલ) હોય તે પણ ગોશાલાથી ભરમાઈ ગયેલા નિયતિવાદી પ્રમુખની જેમ ધર્મને અયોગ્ય સમજવા. એ પ્રકારે ચારે દોષવાળા મનુષ્યો ધર્મને અયોગ્ય જાણવા.
૧. મધ્યસ્થ વૃત્તિ-સમદષ્ટિ; તે આર્દ્ર કુમારાદિકના જેવા ધર્મને યોગ્ય મધ્યસ્થવૃત્તિવાળા જાણવા. મધ્યસ્થતા ઉપર આદ્રકુમારની કથા
શ્રી આદ્રકુમાર સમુદ્રના મધ્યમાં આર્રિક નામે દેશ છે, તેનું આદ્રક મુખ્ય નગર છે, ત્યાં આદ્રક નામે રાજા હતો,