________________
શ્રાષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હર્ષ પામતે છતે તે હસ્તિને લઈ શણગારેલી પોતાની નગરી પ્રત્યે ગયે. “સુદર્શન પુરના અધિપતિ ચંદ્રયશાએ પિતાને હસ્તિ પકડ છે.” એવી નમિ રાજાએ આઠ દિવસે ચર પુરૂષથી વાત જાણું. પછી તેણે દૂત મેકલી પિતાને હસ્તિ મગાવ્યો પરંતુ પ્રાર્થના કરતા એવા તે દૂતને ભૂપતિની આજ્ઞાથી ચંદ્રયશાના દૂતએ પ્રહારથી દાંત પાડી નાખવાપૂર્વક નગરની બહાર કાઢી મૂક્યો. તે પાછા આવીને નમિરાજાને સર્વ વાત નિવેદન કરી એટલે અભિમાનયુક્ત મહા બલવાળો નમિ ભૂપતિ બહુ સેના સાથે લઈ કેટલેક દિવસ અવંતિપુરના સિમાડે આવ્યું. ચંદ્રયશા પણ યુદ્ધ કરવા તેના સન્મુખ ચાલે. એવામાં તેને પક્ષિઓએ અપશુકનથી નિવાર્યો એટલે મંત્રીઓએ કહ્યું કે “હે સ્વામિન્ ! હમણાં આપને કિલ્લાની અંદર રહીને યુદ્ધ કરવું યોગ્ય છે પછી અવસર આવ્યે કાલને યોગ એવું કાર્ય આરંભવું. ” પછી ચંદ્રયશા રાજાએ અન્નજલાદિકથી તેમજ બીજી બહુ સામગ્રીથી કીલ્લાને સજજ કર્યો. એટલું જ નહીં પણ તેના યંત્રો વડે પોતાના કીલ્લાને શત્રુઓથી ન પેસી શકાય તે મહા વિષમ કરી દીધું. અખલિત પ્રયાણથી નમિ રાજાએ, નગરની સમીપે આવી નિર્દોષ ભૂમિ પ્રત્યે સેનાને પડાવ કરાવ્યું. પછી નીચે રહેલા નમિ રાજાના સૈન્યની સાથે કિલ્લા ઉપર રહેલા ચંદ્રયશાના સુભટન, દીન પુરૂષને ભયકારી અને વીર પુરૂષને પુરૂષાર્થ ઉપજાવનાર મહા સંગ્રામ ચાલ્યો. કિલ્લાની પ્રાપ્તિને ઉપાય શોધી કાઢનારા નમિ રાજાએ સ્લિામાં પેસવાને પ્રયત્ન કરવા માંડયો અને અવંતિપતિએ તેને નિષેધ કરવાને ઉદ્યમ કરવા માંડે. ( આ પ્રમાણે બને ભૂપતિઓનું ભયંકર યુદ્ધ ચાલતું હતું એવામાં તેની માતા અદનરેખા કે જેણીએ સવ્રતા નામ ધરાવી દીક્ષા લીધી હતી. તેણીએ તે વાત જાણી. તેથી તે શુદ્ધ મતિવાળી સુત્રતા સાધ્વી મનમાં કહેવા લાગી કે, “ પરસ્પર એક બીજાને વધ કરવાને ઉદ્યમવંત થએલા આ બન્ને ભાઈઓ નરક પ્રત્યે જશે.” એમ ધારીને તે મહા સતી, પ્રવર્તિનીની રજા લઈ અને એક સાથ્વીને સાથે રાખી નમિ રાજના શિબિર પ્રત્યે ગઈ. નમિ રાજાએ તેણીને નમસ્કાર કરીને આસન આવ્યું. સુવ્રતા આસન ઉપર બેઠી. એટલે નમિ તેમની આગલ બેઠે પછી સાવીએ અમૃતવૃષ્ટિ સમાન ઉપદેશ આપ્યો “હે રાજન ! આદિ અને અંત વિનાના આ અનંત દુ:ખના પાત્રરૂપ સંસારમાં મનુષ્યભવ પામીને યુદ્ધથી કરેલા પાપોવડે શા માટે મોહ પામે છે ? હે નરેશ્વર ! અમિત એવી રાજ્ય સંપત્તિ છતાં તમારા સરખા પુરૂષ, પિતાના કુલાચારથી ભ્રષ્ટ નથી થતા. નિરપેક્ષપણે રાજ્યપદ ભાગવતા એવા ભૂપતિઓને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ કે જેમનાથી ઉત્પન્ન થએલી જાજ્વલ્યમાન ચિંતા રૂપ અગ્નિથી લેક ઉદ્વેગ પામે છે. તેઓનું જ સામર્થ્ય ત્રણ જગતમાં વખાણવા યોગ્ય છે કે જેમને આશ્રય કરીને સર્વે નિર્ભયપણે શયન કરે છે. હે મહિપતિ ! તું પિતાના પૂજ્ય પુરૂની આશાને ભંગ કરતે છતે બીજાઓને