________________
શ્રીજખસ્વામી નામના ચમકેવલીની કથા. (૩ ) લજજાથી કામને રોકી રાખે, તેથી તેને શૂલ ઉત્પન્ન થયું જેથી તે તુરતજ મૃત્યુ પામે.
તેને મૃત્યુ પામેલો જોઈ ભયબ્રાંત થએલી હું વિચાર કરવા લાગી કે બહાર પાપિણીના દોષથી આ વિપ્રપુત્ર મૃત્યુ પામ્યો છે. અત્યારે આ વાત હું કેને કહું અને શે ઉપાય કરું? હા હા ! હું એકલી તેને હારા ઘરમાંથી બહાર શી રીતે મૂકી આવું? આમ વિચાર કરીને મેં તીણ આયુદ્ધ વડે તેના શરીરના કકડે કકડા કરી ત્યાંજ ભૂમિમાં ખાડો ખાદી નિધાનની પેઠે ડાટયા. પછી ખાડાને પૂરી દઈ તેના ઉપર સરખું કરી લીંપી દીધું કે જેથી કેઈને ખબર પડે નહિ છેવટ તે સ્થાનને ચંદન, પુષ્પ અને ધુપ વિગેરેથી સુવાસિત કર્યું. હમણાં હારા માતા પિતા ગામથી આવ્યાં છે.
રાજાએ કહ્યું. “હે કુમારી! તે આ હિંસા વિગેરે જે કહ્યું તે સત્ય છે? કુમારીકાએ ફરી ઉત્તર આપ્યો. “હે ભૂપ! આપ જે બીજી કથાઓ સાંભળે છે તે જે સત્ય હોય તો આ સઘળું પણ સત્ય છે.”
(જયશ્રી બૂકુમારને કહે છે કે,) હે સ્વામિન્ ! જેવી રીતે નાગશ્રીએ ભૂપતિને વિસ્મય પમાડે તેવી રીતે આપ કપિત કથાઓથી અમને શા માટે વિસ્મય પમાડે છે ?”
જંબુકુમારે કહ્યું. “હે પ્રિયા ! લલિતાંગ કુમારની પેઠે વિષયલંપટ નથી.” સાંભળે તેની કથા –
વસંતપુર નામના નગરમાં શતાયુધ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને જ્ઞાન અને વિજ્ઞાનના ભંડારરૂપ લલિતા નામની રાણી હતી.
એકદા તે રાણી વિનેદ માટે ગોખમાં બેસી નીચે જતા એવા લોકોને જોતી હતી, એવામાં તેણે રૂપકાંતિથી દેવતા સમાન અને ચિત્તને મેહ ઉપજાવનારા કઈ યુવાન પુરૂષને દીઠે. તે પુરૂષના રૂપને જેવાથીજ ઉત્પન્ન થએલા કામ વિકારવાળી તે લલિતા વિચારવા લાગી કે “જે હું તેને આલિંગન કરું તેજ હારે જન્મ સફળ કહેવાય. જે હું પક્ષિણી હોત તો નિચે ઉડી ત્યાં જઈ હારા ચિત્તને મોહ પમાડનારા અને કામના ખલારૂપ તે યુવાન પુરૂષને ઝટ સેવન કરત.” આ વખતે તેની પાસે રહેલી સુવિચક્ષણ દાસીએ વિચાર્યું કે હારી બાઈની દષ્ટિ આ યુવાન પુરૂષને વિષે રમી રહેલી છે.” આમ ધારી તેણે કહ્યું. “બાઈ સાહેબ ! આપના મન આ તરૂણ પુરૂષને વિષે રમે છે. ખરું છે જે લેકેને નેત્રને આનંદ પમાડે નહિ તે શું અદ્દભૂત કહેવાય? નજ કહેવાય.” લલિતા રાણીએ કહ્યું. “બહુ સારું, બહુ સારું તું ખરેખર મનને જાણનારી છે. હવે જે હું તે મનહર પુરૂષની સાથે કીડા કરીશ તેજ જીવીશ. હે અનઘે! એ પુરૂષ કેણ છે? તે પ્રથમ મને કહે પછી તું તેની વિનંતિ કરી હારા દેહની સાથે તેને સંગ કરાવ.” દાસી નીચે જઈ ઝટ