________________
શ્રીમહાગિરિ અને શ્રીઆસુહસ્તિ' નામના પર્વધની કથા (૩૭) : સંપ્રતિ રાજા! મેં તેને સારી રીતે જાણે છે. તે હારા પિતાના પૂર્વભવ સંબંધી કથા સાંભળ:
પૂર્વે અમે શ્રી આર્યમહાગિરિ આચાર્યની સાથે વિહાર કરતા કરતા કૌશાંબી નગરીને વિષે આવ્યા હતા. અમારો પરિવાર બહુ મોટે હતું તેથી સંકીર્ણપણને લીધે અમે જુદા જુદા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. તે વખતે ત્યાં બહુ દુકાળ હતો તે પણ ભક્તિવંત લેકે અમને ભક્તાદિક વિશેષે આપવા આગ્રહ કરતા.
એકદા કઈ એક શ્રેષ્ઠીના ઘરને વિષે સાધુઓ ભિક્ષા લેવા માટે જતા હતા એવામાં તેમની પાછળ એક રાંક પેશી ગયે. રાંકના જોતાં છતાં સાધુઓએ શ્રેષ્ઠીના ઘેરથી મોદક વિગેરેની ભિક્ષા વહોરી. ભિક્ષા લઈ ઉપાશ્રય પ્રત્યે જતા એવા સાધુએની પાછળ જ એવો પેલો રાંક “મને ભોજન આપો” એમ કહેવા લાગ્યું. સાધુઓએ કહ્યું. “હે રંક ! ગુરૂ જાણે. અમે પરાધીન છીએ, માટે તને કાંઈ આપી શકવા સમર્થ નથી.” પછી તે રાંક, સાધુઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયે, અને ભેજનની યાચના કરવા લાગ્યો. સાધુઓએ ગુરૂને કહ્યું. “હે ભગવન ! આ રાંકે માર્ગમાં અમારી પાસે ભેજન માગ્યું હતું પણ અમે તેને અસંત માની આપ્યું નથી.” ગુરૂએ શ્રુત ઉપયોગ દઈને પછી કહ્યું.
હે સાધુઓ ! આ રાંક ભવાંતરે પ્રવચનને આધાર થશે માટે તેને કહે કે જો તું દીક્ષા લે તે તને ભેજન મળે.” સાધુઓના કહેવાથી રોકે તે વાત કબુલ કરી એટલે તે જ વખતે ગુરૂએ તેને દીક્ષા આપી સરસ મેદકાદિકને આહાર આપે. રાંકે તે અધરાયો થઈ કંઠ પર્યત ભક્ષણ કર્યો. પછી તે દિવસની રાત્રીએ અત્યંત પીડા પામેલે અને ગુરૂની આજ્ઞાથી સાધુઓએ આરાધના કરાવેલો તે રાંક મુનિ મૃત્યુ પામીને હમણાં કુણાલ ભૂપતિના પુત્રરૂપે તું ઉત્પન્ન થયો છે.”
પોતાના પૂર્વભવને સાંભળી નિર્ણય પામેલા સંપ્રતિ રાજાએ ફરી ગુરૂને કહ્યું. હે ભગવન ! તમારા પ્રસાદથી હું આવી રાજપદવી પામ્યો છું. હે ભગવન ! જે તે ભવમાં આપે મને દીક્ષા ન આપી હોત તે હું આવી પદવી ન પામત એટલું જ નહિ પણ હું જિનધર્મ ન પામ્યો હોત તો હારી શી ગતિ થાત? માટે મને કાંઈ આજ્ઞા આપો; હારા ઉપર પ્રસન્ન થાઓ. તમે, મહારા ઉપર પૂર્વ જન્મને વિષે ઉપકાર કર્યો છે માટે તમારે આદેશ સ્વીકારી શણમુક્ત થાઉં. પૂર્વ જન્મની માફક આ ભવમાં પણ તમે હારા ગુરૂ છે માટે આજ્ઞા કરી મહારા ઉપર અનુગ્રહ કરે.” શ્રી સુહસ્તી સૂરિએ કહ્યું. “હે રાજન! તું અખંડિત સુખ માટે જિનમનું આરાધન કર. કારણ ધર્મના આરાધનથીજ પરભવને વિષે સ્વર્ગ અને મોક્ષ સુખ મળે છે. વળી આ ભવમાં પણ હસ્તી, અશ્વ અને કેશ આદિ સંપત્તિ અધિક મલે છે.” પછી રાજાએ ગુરૂ પાસે સમ્યત્વમૂલ બાર વ્રત રૂ૫ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી સંપ્રતિ રાજા, તે દિવસથી આરંભી ત્રણે કાળ જિનેશ્વરનું પૂજન અને