________________
( ૩૭૪ )
શ્રીૠષિસડલ વૃત્તિ-ઉત્તાનો
સાકર, લાડુ, દ્રાખ અને માંડા વિગેરે બહુ ખાવાના પદાર્થો છે તેમાંથી તને ચે તે ગ્રહણ કર. હે વત્સ ! સ્વામીએ ત્યજી દીધેલી અને તુજ એક જેને આશ્રયભૂત છે એવી નિરાધાર જે હું તેની પાસે આવીને તું મને હર્ષ પમાડય, હ પમાડય. ,, માતાનાં આવાં વચન સાંભલી જાણુ એવા વજ્ર કુમાર “ માતાએ કરેલા ઉપકાર રૂપ દેવાથી કાઇ પુરૂષ છૂટી શકતા નથી ” એમ ધારી વિચારવા લાગ્યા કે “ જો હું માતા ઉપર દયા કરી સંઘની ઉપેક્ષા કરીશ તે નિશ્ચે મને સ ંસાર બહુ લાંબેા થશે. નિહ તા લઘુકમ વાલી મ્હારી ધન્ય માતા દીક્ષા લેશે. ” આમ ધારી ચેાગીદ્રની પેઠે વજ્રકુમાર પાતાના સ્થાનતરફથી માતા તરફ્ ગયા નહીં. પછી રાજાએ સુન ંદાને કહ્યું. “ હું સુનદે! હવે તું જા, કારણુ તે એલાવ્યા છતાં પણ જાણે ક્રોધથીજ હાયની ? એમ ત્હારા તરફ આન્યા નહીં. ” અવસર આવ્યા જાણી ધનિગિરએ હાથમાં રજોહરણ લઇ થાડા અક્ષરથી કહ્યું કે “ વત્સ ! જો દીક્ષા લેવામાં હારૂં ચિત્ત હાય અને તું તત્ત્વના જાણુ હાય તા મે આપેલા આ રજોહરણને અંગીકાર કર. મુનિનાં આવાં વચન સાંભલી ઉંચા કરેલા હાથવાલા વજ્રકુમાર માલહસ્તિની પેઠે પગની ઘુઘરીઓના શબ્દ કરતા છતા ધનગર તરફ ચાલ્યા. નિલ મનવાલા વજ્રકુમારે પિતાના ખાલામાં એસી લીલા માત્રમાં તેમના ધર્મ ધ્વજને પેાતાના હાથમાં લીધેા.
પછી ખેદ પામેલી અને ગ્લાનિ પામેલા મુખવાલી સુનંદા પોતાના ચિત્તમાં ઉત્તમ બુદ્ધિવડે વિચારવા લાગી કે “ મ્હારા બંધુએ દીક્ષા લીધી, પતિએ પ્રયા અંગીકાર કરી અને હવે પુત્ર પણ દીક્ષા લેશે. તેા પછી હું પણ ચારિત્ર અંગીકાર કરૂં. હમણાં મ્હારે નથી પતિ કે નથી બંધુ, વલી પુત્ર પણ નથી. તેથી ગૃહવાસ કરતા તપસ્યા લેવી એજ મ્હારે શ્રેયકારી છે. ” આ પ્રમાણે વિચાર કરી સુનંદા પેાતાને ઘરે ગઇ અને ધનગિરિ વિગેરે સાધુએ વજ્રકુમારને લઈ ઉપાશ્રયે ગયા. વજ્રકુમારે તેટલા વર્ષ સુધી (ત્રણ વર્ષ પર્યંત) સ્તન પાન કર્યું. પછી તેણે તે ત્યજી દીધુ. સિંહૅગિરિ ગુરૂએ તેને ફરી સાધ્વીઓને સોંપ્યા પછી સુન દાએ પેાતે પૂર્વના પુણ્યાદયથી તેજ સુગુરૂના ગચ્છને વિષે દીક્ષા લીધી અને વૈરાગ્યથી બહુ તપ કરવા લાગી. અભ્યાસ કરતી એવી સાધ્વીઓના મુખથી સાંભલીને સર્વ લબ્ધિના સમુદ્ર રૂપ એવા ભગવાન્ વજીસ્વામી અગીયાર અંગ ભણી ગયા. વજ્રસ્વામી આઠ વર્ષના થયા ત્યાં સુધી તે, સાધ્વીઓના ઉપાશ્રયે રહ્યા. ત્યાર પછી મુનિએ તેમને પાતાને ઉપાશ્રયે લઇ ગયા.
એકદા શ્રી સિદ્ધગિરિ ગુરૂએ અતિ નગરી પ્રત્યે જવા માટે પ્રયાણ કર્યું. એવામાં રસ્તે એક દિવસ મેઘ અખંડ ધારાથી વવા લાગ્યા. એટલે માલ મુનિ વજ્રસ્વામી વિગેરે સાધુના પરિવાર સહિત ગુરૂએ કાઈ એક યક્ષ મડપમાં નિવાસ કર્યો. હવે વજ્રકુમારને કાષ્ઠ પૂર્વ ભવના મિત્ર બૃભક દેવતા હતા; તેણે તે વખતે