Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 390
________________ પ્રવજવાની નામના અંતિમ દશાપૂર્વધની કથા (૩૭૯) પછી પાંચસે સાધુઓના પરિવાર સહિત શ્રી વજસ્વામી ભવ્ય જનેને પ્રતિબોધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. સૂરીશ્વર શ્રીવાસ્વામી. પોતાના વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા છતા જ્યાં જ્યાં વિહાર કરવા લાગ્યા ત્યાં ત્યાં તેમની આવી રીતે પ્રશંસા થવા લાગી કે “અહો એમનું ઉજ્વળ એવું શીલ આશ્ચર્યકારી છે, લોકોત્તર શ્રત પણ આશ્ચર્યકારી છે. પવિત્ર એવું સાભાગ્ય અને લાવણ્યતા પણ તેવાંજ આશ્ચર્ય ઉત્પન્ન કરનારાં છે.” - હવે પાટલીપુર નગરને વિષે કુબેરના સરખે ધનવંત, લોકમાં સર્વથી પ્રસિદ્ધ અને સર્વ ઉત્તમ ગુણેથી શ્રેષ્ઠ એ ધન નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને રુકિમણું સમાન રૂપાળી, વૈવનાવસ્થાની સંપત્તિને પામેલી અને સર્વ પ્રકારની ઉત્તમ વસ્તુના આશ્રયરૂ૫ રૂકિમણું નામે પુત્રી હતી. એકદા તે શ્રેણીની યાનશાલામાં શ્રી વજસ્વામીના ગચ્છની કેટલીક સાધ્વીઓએ નિવાસ કર્યો હતો. તે સાધ્વીઓ હંમેશાં શ્રી વજીસ્વામીના સત્ય ગુણોની સ્તુતિ કરતી હતી. કહ્યું છે કે ગુરૂના ગુણની સ્તુતિ કરવી એ એક સ્વાધ્યાય તથા આવશ્યક સમાન છે. શ્રી સ્વામીના ઉત્તમ ગુણેને સાંભળી હર્ષ પામેલી રૂકિમણુએ શ્રી સ્વામીને પોતાને પતિ ઈચ્છતાં છતાં એવી પ્રતિજ્ઞા કરી કે “જે વસ્વામી મહારો પતિ થાય તોજ હારે ભેગ ભેગવવા નહિતર હારે ભેગથી સર્યું. કારણ ઈષ્ટ પતિ વિના શોભા શા કામની? હવે બીજા જે કઈ માણસ, ધનશ્રેષ્ઠીને ઘરે તે રૂકિમણુનું હર્ષથી માગુ કરવા આવતા તેનું પિતે રુકિમણું હે મરડી તિરસ્કાર કરતી. આ વાતની સાધ્વીઓને ખબર પડી ત્યારે તેમણે રુકિમણુને કહ્યું કે “હે રુકિમણુ! તું ખરેખરી ભેળી દેખાય છે. કારણ કે તું રાગરહિત એવા યતિ વજીસ્વામીને વરવાની ઈચ્છા કરે છે.” રુકિમણીએ કહ્યું “જે વાસ્વામી યતિ છે તે હું પણ પ્રવ્રજ્યા લઈશ. કારણ કે તેમની ગતિ તે હારી ગતિ.” એવામાં શ્રતના સમુદ્ર એવા શ્રી સ્વામી વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા છતા તે પાટલીપુર નગરને વિષે આવ્યા. રાજાએ સૂરિનું આગમન સાંભલ્યું, તેથી તે, પિતાના પરિવાર સહિત મહેટી સંપત્તિથી તેમને વંદન કરવા ગયે. ત્યાં તેણે આવતા એવા વવામીની ચારે તરફ ટેળે ટેળાં રહેલા સર્વે મુનિઓને તીવ્ર તપની સંપત્તિ કરીને રાજાના સરખા અંગવાળા જોયા. રાજા સર્વે મુનિ એને કાંતિવાલા, સુંદર આકૃતિવાળા અને પ્રસન્ન એવા જઈ વિચ રવા લાગ્યો કે “ આ સર્વે પ્રિયકારી બેલનારા, દયાના સમુદ્ર, સમતા તથા અમમતાના પાત્ર તેમજ ગુણવંત દેખાય છે. આમાં વવામી કેણ છે? તે હું જાણતો નથી. જે સર્વ ગચ્છના અધિપતિ છે અને વંદના કરવા યોગ્ય છે. હવે હું શું કરું? ક્ષણ ઉભા રહી તેણે પૂછયું કે “ હે પવિત્ર તપોધન ભગવંતો ! તમારામાં વજીસ્વામી કેણ છે તે મને કહો ? ” સાધુઓએ કહ્યું. “ હે રાજન ! અમે વજસ્વામીની પાસે રહેનારા છીએ, તેથી અમે તેમના સમાન કેમ થઈએ ? તારાઓ ક્યાં અને

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404