________________
‘ઝીઆર્યરક્ષિત નામના પૂર્વધર સૂરીપુરદરની કથા. (૩૮) ઉપાશ્રયમાં રહેવાનું કારણ પૂછી અભ્યાસ કરાવવા માંડે. આર્યરક્ષિતે થોડા વખતમાં નવપૂર્વને પૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારપછી તેમણે દશમું પૂર્વ ભણવાને ઉદ્યમ ચલાળ્યો. દશમા પૂર્વને અભ્યાસ ચાલતું હતું તેટલામાં પિતાએ મોકલેલા માણસો આવીને આરક્ષિતને કહેવા લાગ્યા કે “તમારા પિતા કહે છે જે તમે અમને શું ભૂલી ગયા છે?” પિતા વિગેરે માણસોએ આવા સંદેશાથી તેડાવ્યા છતાં પણ અભ્યાસ કરવામાં આસક્ત થએલા આરક્ષિત જેટલામાં ત્યાં ગયા નહિ. તેટલામાં પિતા વિગેરે માણસોએ તેડવા માટે મોકલેલે શ્રી આર્ય રક્ષિતને ન્હાને ભાઈ ફલગુરક્ષિત નિબંધની શિક્ષાથી તુરત ત્યાં આવ્યું. કુલગુરક્ષિત, આર્ય રક્ષિત પાસે જઈ વંદના કરી કહેવા લાગ્યો. “હે બંધ ! તું શું આવી જ રીતે માતા પિતા ઉપર તદ્દન નિનેહ બની ગયો? હે બંધે જે કે તે વૈરાગ્ય રૂ૫ ખડગથી પ્રેમના બંધને છેદી નાખ્યો છે. તોપણ હારી પાસે કલ્યાણકારી દયા છે. ન્હાના ભાઈએ આવી રીતે કહ્યું, તેથી આર્યરક્ષિત જવા માટે ઉત્સાહવંત થયે. પછી શુદ્ધ હૃદયવાલા તેણે શ્રી વજસ્વામીને નમસ્કાર કરી તેમની આજ્ઞા માગી. શ્રીવજસ્વામીએ તેને ફરી અભ્યાસ કર ” એમ કહ્યું. આર્ય રક્ષિત અભ્યાસ કરવા લાગ્યો એટલે ફરી ફલગુરક્ષિતે કહ્યું કે “હે બંધો ! તું શું પિતાને આદેશ ભૂલી ગયા કે ? હારા સર્વે બંધુઓ દીક્ષા લેવા માટે ઉત્સાહવત થઈ રહ્યા છે. માટે તું ત્યાં આવી તે સર્વેને દીક્ષાનું દાન આપી કૃતાર્થ કર.” આર્ય રક્ષિતે કહ્યું “હે બંધ ! જે આ હારું વચન સત્ય હોય તે પ્રથમ તું નિચે દીક્ષા લે. * આર્ય રક્ષિતનાં આવાં વચન સાંભલી સદ્ભાવથી ભાવિત આત્માવાલા ફેલગુરક્ષિતે કહ્યું. “ હે આર્ય રક્ષિત બંધ ! તું પ્રથમ મને દીક્ષા આપ ! દીક્ષા આપ ! ! તેના આવા વચનથી પ્રસન્ન થએલા આર્ય રક્ષિતે, તે બંધુ ફલગુરક્ષિતને તુરત દીક્ષા આપી. કહ્યું છે કે કયે પુરૂષ શુભ કાર્યમાં વિલંબ કરે ? એક દિવસ ફલગુરક્ષિતે ફરી આર્ય રક્ષિતને પિતા પાસે જવા માટે કહ્યું, તેથી ઉત્કર્ષ યમકના અભ્યાસ કરનારા આર્યરક્ષિતે જવા માટે ફરી ગુરૂ પાસે રજા માગી. ગુરૂએ તેને પૂર્વની પેઠે નિવાર્યો એટલે અત્યંત ખેદ પામેલો તે આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે “એક તરફથી સ્વજનેનું બેલાવવું અને બીજી તરફથી ગુરૂની આજ્ઞા પાલવી. ખરેખર હું આ હેટા સંકટમાં પડયે છું. ફરી યમકનું અધ્યયન કરતાં થાકી ગએલા તે આર્ય રક્ષિતે ફરી હાથ જોડી નમસ્કાર કરી ગુરૂને આ પ્રમાણે પૂછયું –
હે ગુરે ! મેં આ દશમા પૂર્વ કેટલેક અભ્યાસ કર્યો અને કેટલો બાકી છે તે મને આપ મ્હારા ઉપર કૃપા કરી કહો ? ” ગુરૂએ હસીને કહ્યું. “હે આર્યરક્ષિત ! હજી તે સમુદ્રમાંથી બિંદુ માફક અભ્યાસ કર્યો છે. બીજું સર્વ બાકી છે. ” ગુરૂનાં આવાં વચન સાંભલી આર્યરક્ષિતે કહ્યું. હે ગુરો ! હવે ખેદ પામેલા મનવાલો હું અભ્યાસ કરવા સમર્થ નથી. ” “ હે આર્યરક્ષિત ! તું થોડા