Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 399
________________ ( ૮) શ્રીહષિમડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ, વાદ ભણવાની ઈચ્છા કરનારા આર્ય રક્ષિતે ફરી માતાને પૂછયું કે “હે અંબ! કહે દ્રષ્ટિવાદ ક્યાં મલી શકશે?” માતાએ હર્ષ પામી કહ્યું. “હે સુત! હમણું આપણી ઈશુવાટિકા (શેરડીની વાડી)માં તસલિપુત્ર નામના સૂરિ આવ્યા છે કે જે હારા મામા થાય છે. હે પુત્ર! જે તને દ્રષ્ટિવાદ ભણવાની ખરેખરી સ્પૃહા હોય તે તેમની પાસે જા, કારણ તે દ્રષ્ટિવાદના જાણુ છે.” પછી માતાએ શિખામણ આપેલ તે આર્યરક્ષિત, “ દ્રષ્ટિ એટલે દર્શન અને વાદ એટલે વિચાર તે દ્રષ્ટિવાદ” એ દ્રષ્ટિવાદ શબ્દનો અર્થ વિચારતે છતે સવારે પોતાની માતાની રજા લઈ દ્રષ્ટિવાદ ભણવા માટે ઈશુવાટિકા પ્રત્યે જવા નિકળે. રસ્તામાં તેને સાડાનવ શેરડીના સાંઠા લઈ આવનાર કે પુરૂષના શકન થયા, તેથી તે મનમાં વિચાર કરતે કરતે તાલીપુત્ર ગુરૂના આશ્રયની સમીપમાં આવી પહોંચ્યા. દ્વારની પાસે તેણે કઈ ઢઢ્ઢર નામના શ્રાવકના મુખથી વંદના વિધિ જાણું લીધી. ત્યારપછી તે ગુરૂ અને સર્વ સાધુને વંદના કરી ગુરૂ પાસે બેઠા. પછી શ્રાવકની અવંદનાથી તેને ગુરૂએ કઈ નવીન શ્રાવક જા. પછી સૂરિ તેને ઓળખીને જેટલામાં કાંઈ પૂછવા વિચાર કરે છે તેટલામાં આર્યરક્ષિતે પિતાને સર્વ વૃત્તાંત ગુરૂ આગળ નિવેદન કર્યો. ગુરૂએ કહ્યું. “ગૃહસ્થને દ્રષ્ટિવાદ ભણી નથી.” આર્યરક્ષિતે કહ્યું. “હે પ્ર! જે એમ હોય તો દીક્ષા આપી મને દ્રષ્ટિવાદ ભણાવો. કારણ હારી માતાને દ્રષ્ટિવાદ ભણવાથી પ્રીતિ થશે. બીજી રીતે પ્રીતિ થાય તેમ નથી.” શ્રી સલીપુત્ર ગુરૂએ તેને યોગ્ય કાર્યો પણ તેના સ્વજનોના ભયથી તેમણે તેને બીજે ગામ તેડી જઈ વિધિ પ્રમાણે દિક્ષા આપી. થોડા દિવસમાં સાધુના સર્વ આચારના જાણ થએલા અને પોતાની પાસે રહેતા એવા તે આર્યરક્ષિતને પરિશ્રમ વિનાજ સર્વ શાસ્ત્રને અભ્યાસ કરાવ્યું. પછી ગુરૂએ તેને પૂર્વના અધ્યયનના અર્થને અભ્યાસ કરવા માટે શ્રીવજસ્વામી પાસે મેક. કાર્યને જાણ આર્ય રક્ષિત પણ અનુક્રમે વિશાલા નગરીમાં પ્રથમ અનશનવ્રતધારી અને જિતેંદ્રિય એવા ભદ્રગુપ્ત આચાર્ય પાસે ગયા. ત્યાં તેણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની વંદના કરી. “જે કઈ સોપક્રમ આયુષ્યવાળો મા સ, શ્રીવાસ્વામીની સાથે એક રાત્રી રહે છે તે નિચે મૃત્યુ પામે છે.” એમ વિચાર કરી શ્રી ભદ્રગુણાચાયે આર્ય રક્ષિતને કહ્યું કે “ હારે જુદા ઉપાશ્રયમાં રહી તેમની પાસે અભ્યાસ કરવો.” પછી ભદ્રગુણાચાર્યને નિયમણું કરાવી તથા તેમને વચન ચિત્તમાં ધારણ કરી આર્ય રક્ષિત ત્યાંથી ચાલી નિકલ્યા અને ત્યાં શ્રીવાસ્વામી રહેતા હતા તે મહાપુર નગરને વિષે આવી પહોંચ્યા. ત્યાં તેમણે પ્રથમ જુદા ઉપાશ્રયમાં આશ્રમ કરી શ્રી વજાસ્વામી પાસે જઈ તેમને વંદના કરી. શ્રી વાસ્વામીએ પણ તેજ રાત્રીમાં “જાણે હારા હાથમાંથી દુધનું ભરેલું પાત્ર લઈ કઈ વટેમાર્ગુ માણસ તેમાંનું દુધ પી ગયે.” એવું સ્વમ દીઠું હતું. શ્રી વજાસ્વામીએ તે આર્ય રક્ષિતને દશપૂર્વથી કાંઈક એ છો અભ્યાસ કરનાર જાણી અને જુદા

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404