Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 401
________________ (હ૦ ) શ્રી રાષિમડલવૃત્તિ-ઉત્તર દિવસમાં દશમું પૂર્વ ભણી રહીશ; માટે અભ્યાસ કર, તું ધીર છે તે પછી હમણાં શા માટે ખેદ પામે છે. એ હિતસ્વી એવા ગુરૂએ આ પ્રમાણે કહી ઉત્સાહ પમાલે આર્ય રક્ષિત જે કે ઉત્સહરહિત થયે હતું, તે પણ ગુરૂની ભક્તિવાલા તેણે અભ્યાસ ચલાવ્યું. જો કે ગુરૂ વજસ્વામી તેને પિતાના બંધુની પેઠે અભ્યાસ કરાવતા હતા, તે પણ આર્ય રક્ષિતનું મન જવા માટે બહુ ઉત્સાહવંત થયું હતું, તેથી તેણે ફરી ગુરૂ પાસેથી જવાની રજા માગી. “ હું તેને અભ્યાસ કરાવું છું છતાં તે ઉત્તમ બુદ્ધિવાલે શા માટે જવાને ઉત્સાહ ધરે છે ? ” આમ વિચાર કરતા શ્રીવજસ્વામીને ઉપયોગ આવે; તેથી તેમણે વિચાર્યું કે “ હા મેં જાણ્યું. મહારાથીજ દશમાં પૂર્વ વિચ્છેદ થવાનો છે. વલી હવે હારું આયુષ્ય પણ થોડું છે.” આમ ધારી તેમણે આયરાક્ષતને જવાની આજ્ઞા આપી. પછી કુલગુરક્ષિત અને આરક્ષિત બને જણા ગુરૂને ભક્તિથી વંદના કરી દશપુર નગર પ્રત્યે ગયા. આર્ય રક્ષિત મુનિને આવ્યા જાણે નાગરિક લકે સહિત રાજા, અને રૂદ્રમા સહિત સોમદેવ, તેમને ભક્તિથી વંદના કરવા ગયા. હર્ષના આંસુથી ભરાઈ ગએલા નેત્રવાલા તે સર્વે લોકે, જાણે મૂર્તિમંત ધર્મજ હાયની ? એવા તે આર્ય રક્ષિત મુનિને વિધિ પ્રમાણે વંદના કરી તેમની આગલ બેઠા. તે સર્વને ધર્મ સાંભળવાની ઈચ્છાવાલા જાણી દયાના સમુદ્રરૂપ આર્ય રક્ષિત મુનિએ ગંભીર વાણીથી તેમને ધર્મદેશના આપી. મુનિની દેશના રૂપ અમૃતની વાવમાં પિતાના મનના મેલને ધોઈ નાખતા એવા કૃપાદિ સર્વે માણસેએ વિસ્મય પામી બહુ ભક્તિથી તેમને વંદના કરી તે મુનીશ્વર પાસે સમ્યકત્વ લઈ પિતાને કૃતાર્થ માનતા છતા પોત પોતાને ઘેર ગયા. સંસારમાં ભ્રમણ કરાવનારા સંસારવાસથી ઉદ્વેગ પામેલી રૂદ્રમાએ, પિતાના પતિ સેમદેવ અને બીજા બહુ બંધુઓની સાથે દીક્ષા લીધી. જે કે સેમદેવે દીક્ષા લીધી તે પણ તેણે સ્વજનાદિથી લજજા પામીને છેતી, કચ્છ, છત્રી, જનોઈ અને જેડા વિગેરે ત્યજી દીધું નહિ. પછી ગુરૂના શિખવાડવાથી સર્વ બાલકોએ સવ મુનિઓને વંદના કરી પણ સમદેવ મુનિને વંદના કરી નહીં. ગુરૂએ તેનું કારણ પૂછયું, એટલે તે છોકરાઓએ ઉત્તર આપ્યું કે “છત્ર ધારણ કરનારને વંદના કરાય નહીં. ” ખેદ પામેલા સેમદેવે આર્ય રક્ષિત મુનિ કે જે પોતાના પુત્ર થતા હતા, તેમને કહ્યું. “ હે વત્સ ! બાલક વિના બીજા સવે શ્રાવકે, મને તથા બીજા મુનિઓને વંદના કરે છે અને બાલકે તે એમ કહે છે કે છત્ર ધારણ કરનારને અમે વંદના કરતા નથી ” ગુરૂ શ્રી આર્ય રક્ષિતે કહ્યું. “જે એમ છે તે હે તાત ! તમે તે છત્રીને ત્યજી ઘો. સોમદેવે, ગુરૂના આવા વચનથી ભદ્રક પરિણામને લીધે છત્રી ત્યજી દીધી. એવી જ રીતે તેણે જોઈ વિગેરે સર્વ વસ્તુને ત્યાગ કર્યો. એવી રીતે સેમદે સર્વ વસ્તુ ત્યજી દીધી પણ ધોતીયું ત્યજી દીધું નહીં તેથી આર્યરક્ષિત ગુરૂએ એક બીજો ઉપાય શોધી કાઢયો.

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404