________________
( ૩૮૨ )
શ્રી રષિમહલવૃત્તિ ઉત્તશ . સંઘને માટે પોતાની વિદ્યાનો પ્રયોગ કયારે પણ દૂષણ પામતો નથી. ” પછી વજસ્વામીએ પિતાની વિદ્યાના પ્રભાવથી ચર્મરત્નના સમાન અને ચક્રવતીના અતિશયના સ્થાન રૂપ એક હોટે પટ્ટ વિક્લ્પે. શ્રી વજીસ્વામીની આજ્ઞાથી સર્વ સંઘ, તે વિસ્તારવંત એવા મહાપટ્ટને વિષે ઝટ બેઠો. પછી શ્રી વજરવામીએ પ્રેરેલી વિદ્યાની શક્તિથી તે પટ્ટ વાયુએ ઉડાડેલા આકડાના રૂની પેઠે આકાશમાં ચાલ્યું. આ વખતે શ્રી વજસૂરિને દત્ત નામનો શય્યાતર કે જે પ્રથમ પાણી લેવા માટે ગયે હતું તે આવ્યું. તેણે જોયું તે સંઘ સહિત આકાશમાં પટ્ટને જો . તેથી તે તુરત લેચ કરીને કહેવા લાગ્યો કે “હે ભગવન ! હું પહેલે આપને શય્યાતર હતા અને હમણું સાધમીક થયો છું. માટે આપ હમણું
હારે પણ ઉદ્ધાર કરે.” આવી ઉપાલંભભિત શય્યાતરની વાણી સાંભલી શ્રી વસ્વામીએ તેને લોચ કરેલો જોઈ તુરત સૂત્રાર્થને સંભાર્યો કે “ જે સાધમિકનું વાત્સલ્ય કરનારા હોય, જે સ્વાધ્યાય કરવામાં તત્પર હોય અને જે તીર્થ. પ્રભાવના કરનારા હોય તેમને મુનિરાજે આપત્તિમાંથી છોડાવવા. આ સૂત્રાર્થ મનમાં યાદ લાવી શ્રી વાસ્વામીએ તે શય્યાતરને તુરત પટ્ટ ઉપર લઈ લીધે. વિદ્યાપટ્ટ ઉપર બેઠેલે સર્વ સંઘ વિસ્મયથી પૃથ્વીને હાથમાં રહેલા આંબલાની પેઠે દેખતે હતે. માર્ગે સમ્યફ દ્રષ્ટિ દેવતાઓએ પૂજન કરેલા, પટ્ટ ઉપર બિરાજમાન થએલા, પટ્ટ ઉપર બેઠેલા શ્રી સંઘને તત્ત્વની ધર્મદેશના આપતા અને માર્ગમાં અનેક ચૈત્યને ભક્તિથી વંદના કરતા એવા શ્રીમાન વજી સ્વામી પુરિકા નામની નગરી પ્રત્યે આવ્યા. ધનથી પૂર્ણ એવી તે નગરીમાં હંમેશાં સુકાલ હતે. લેકે ઘણું કરીને ઉત્તમ શ્રાવક હતા. પણ ત્યાંને રાજા બૈદ્ધધમી હતો. તે નગરીમાં જૈન અને બૌદ્ધ લેકે હંમેશાં પરસ્પર સ્પર્ધા કરી દેવપૂજાદિ પુણ્ય કાર્યો કરતા હતા. જૈન લેકે નગરીમાં જે જે પૂજાના ઉપયોગમાં આવે તેવી પુષ્પાદિ વસ્તુઓ જોતા તે તે અધિક અધિક મૂલ્ય આપીને ઝટ ખરીદ કરતા. બદ્ધ લોકો તે પ્રમાણે પુષ્પાદિ વસ્તુઓ ઝટ ખરીદ કરતા નહીં, તેથી બદ્ધ મંદીરેને વિષે પૂજા બહુ ઓછી થતી તે ઉપરથી લજા પામેલા બાદ્ધ લેકે એ પોતાના બુદ્ધધર્મિ રાજા પાસે જઈ વિનંતિ કરી શ્રાવકને મળતાં પુષ્પો બંધ કરાવ્યાં. તેથી શ્રાવકોને બજારમાં એક પણ પુષ્પ મળતું નહીં. અરે બહુ મૂલ્ય આપતા છતાં એક બહુ નાનું બીટ પણ મેળવવા તેઓ સમર્થ થયા નહીં એવામાં પર્યુષણ પર્વ સમીપ આવ્યું, તેથી જિનરાજની ઉપાસના કરનારા જેન કે દીન મુખવાલા થઈ રૂદન કરતા છતા શ્રી વજીસ્વામી પાસે આવ્યા. નેત્રના જલથી પૃથ્વીને પલાળતા એવા તે ઉત્તમ શ્રાવકે વજીસ્વામીને નમસ્કાર કરી ગદ ગદ્ વાણી વડે આ પ્રમાણે કહેવા લાગ્યા:
હે સૂરીશ્વર! દુષ્ટ ભૂતથી તિરસ્કાર કરાયેલા બાલસમૂહની પેઠે બદ્ધ લોકોથી