________________
શ્રીવાસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૭૭) આપી. વાસ્વામીએ, મંદબુદ્ધિવાળાઓને પણ થોડા દિવસમાં એટલી વાચના આપી કે જે વાચનાને પૂર્વે બહુ દિવસ લાગતા. અતિ જડને વિષે પણ અમેઘ વચનવાળા વસ્વામીને જે ગણવાસી ક્યા ક્યા સાધુઓ વિસ્મય નથી પામ્યા? સાધુઓ પરસ્પર વિચારવા લાગ્યા કે “જે સૂરિ, અહિં આવતાં વાર લગાડે તે આપણે વજસ્વામી પાસે કુતસ્કંધને સમાપ્ત કરીએ. સાધુઓ વજસ્વામીને ગુરૂથી અધિક ગુણવાળા માનવા લાગ્યા. ઉત્તમ પુરૂષ, પિતાના ગુરૂએ દીક્ષા આપેલા શ્રેષ્ઠ ગુણ પુરૂષને જોઈ હર્ષ પામે છે. સૂરિ વિચારવા લાગ્યા કે “આટલા દિવસમાં અમારા પરિવારથી વજીના ગુણ જાણી શકાયા નહિ.
એમ વિચારી સૂરિ કહેલે દિવસે પાછા આવ્યા. વજીસ્વામી સહિત સર્વે મુનિઓએ તેમના ચરણમાં નમસ્કાર કર્યા. પછી ગુરૂએ સર્વે સાધુઓને “તમારા સ્વાધ્યાયને નિર્વાહ થાય છે કે?” એમ પૂછ્યું એટલે સાધુઓએ “આપના ચરણના પ્રસાદથી સારે થાય છે ” એમ કહ્યું. વળી સવે શિષ્યોએ નમસ્કાર કરી ગુરૂની વિનંતિ કરી કે “ આપની આજ્ઞાથી વજસ્વામી અમારા વાચનાચાર્ય થાઓ. અમેએ વજીસ્વામીના ગુણ આજે ઘણે દિવસે જાણ્યા છે. બાલં છતાં પણ તે હમણું અમને આપના ચરણસમાન દેખાય છે. ” શ્રી સિંહગિરિ સૂરિએ કહ્યું “ ભલે તમે વજ પાસે વાચના . કારણ એ છે બાલક પણ હંમેશાં વિદ્યાથી વૃદ્ધ જાણવા. અમે ગામ જવાના મિષથી તમને ગુરૂ તરીકે સંખ્યા હતા, તેનું કારણ એ જ કે તમે તેમના આવા આશ્ચર્યકારી ગુણના જાણ થાઓ. કારણ-ફક્ત સાંભળવાથી જ એણે અભ્યાસ કર્યો છે–એમ ન હોય તો એ વાચનાચાર્યની પદવીને યોગ્ય ન હોય. તે સાધુઓ ! તમારે તેને સાર કહ૫વાલા અને ઉપાસના કરવા ગ્ય જાણ. કારણ એ સર્વોત્તમ પદવીને યોગ્ય છે.”
પછી ઉદાર બુદ્ધિવાલા ગુરૂએ વજસ્વામીને જે જે શ્રત નહોતા ભણ્યા, તે તે તેમને અર્થસહિત ભણવ્યા. વજસ્વામીએ પણ ગુરૂને ફકત સાક્ષી માત્ર રાખી દર્પણને વિષે પ્રતિબિંબની પેઠે સર્વ સિદ્ધાંતને અભ્યાસ કર્યો. શ્રી વજસ્વામી બહું કાલે એવા બહુશ્રુત ધારી થયા કે તે ગુરૂના પણ ન ભેદી શકાય એવા સદેહ રૂપ વડીના ફેડી નાખવામાં મુદ્દગરપણાને પામ્યા. જેમ લીલા માત્ર કરી અંજલીમાં જલ લેવાય તેમ વ્રજસ્વામીએ એટલે અભ્યાસ કર્યો કે તેમણે ફક્ત ગુરૂના હૃદયમાં દ્રષ્ટિવાઇ રહેવા દીધે.
અન્યદા ગામે ગામ અને નગરે નગર ફરતા એવા સિંહગિરિ આચાર્ય પિતાના સાધુઓ સહિત દશપુર નગર પ્રત્યે આવ્યા. ત્યાં તેમણે વિચાર્યું જે “અત્યારે દશ પૂર્વના ધારણહાર ભદ્રગુપ્ત આચાર્ય ઉજજયિની નગરી પ્રત્યે રહે છે તેમની પાસેથી તે દશપૂર્વ ગ્રહણ કરવાં જોઈએ. આ વખતે પદાનુસારીલબ્દિવાળે વા એકજ વિવાદાન કરવા યેગ્ય છે. માટે વજને હું તે દશપૂર્વના જાણ સૂરિ