________________
શીવજૂસ્વામી નામના અંતિમ દશપૂર્વ ધરની કથા. (૩૭પ) વજ કુમારના સત્ત્વની પરીક્ષા કરવા માટે વાણિરૂપ વિકૂળ્યું. એટલું જ નહિ પણ ઉત્તમ ઉંટ અને અશ્વ બાંધેલું, ગણકથી વ્યાસ, ગાડાઓના મંડલવાલું, અમૃત સમાન રાંધેલા અન્નના પાત્રોવાલું જમતા એવા બહુ માણસેવાળું આમ તેમ ફરી રહેલા ચાકરવાળું અને દેવતાઓના નિવાસસ્થાન રૂપ સાર્થવાહ મંડલ વિક્યું. વર્ષાદ બંધ થયું એટલે તે જુંભક દેવતા કે જેણે વણિક રૂપ ધારણ કર્યું હતું તે, સૂરિ પાસે જઈ ઝટ વંદનાપૂર્વક ભિક્ષાને અર્થે નિમંત્રણ કરવા લાગ્યા. સૂરિએ વૃષ્ટિને સર્વ પ્રકારે બંધ થએલી જેઈ વજાસ્વામીને ભિક્ષા લેવા જવા માટે આજ્ઞા આપી. પછી વજસ્વામી આવશ્યકી ક્રીયા કરી બીજા સાધુસહિત ઈપથિનું ધ્યાન કરતા છતા ગોચરી લેવા ચાલ્યા; પણ રસ્તે બહુ ઝીણું ફેરી પડતી જેઈ અપકાયની વિરાધનાથી ભય પામીને પાછા વલ્યા. પછી પેલા
ભક દેવતાએ તે ઝીણી ફેરીને પણ બંધ કરી “હવે વૃષ્ટિ થતી નથી.” એમ કહી વાસ્વામીને બોલાવવા લાગ્યા. વજાસ્વામી વૃષ્ટિને બંધ થએલી જોઈ ભકત પાનાદિથી મને હર એવા તે દેવતારૂપ સાથે વાહના આવાસસ્થાન પ્રત્યે ગયા. ત્યાં તે સાથે વાહ ભકિતથી વહોરાવતા એવા સરસ ભકતને જઈ વજાસ્વામીએ દ્રવ્ય ક્ષેત્રાદિથી ઉપયોગ દઈ વિચાર્યું કે “આ અસંભવિત એવા કેહેલા વિગેરેનું શાક એમણે કયાંથી કર્યું? આ અવંતિ દેશમાં તે તે સ્વાભાવિક રીતે થતું જ નથી, તો પછી આ વર્ષાઋતુમાં તેની વાત પણ શી કરવી ! વલી આ દાતારના પગ પૃથ્વીનો સ્પર્શ કરતા નથી, તેમજ તેની દ્રષટ પણ નિમેષરહિત દેખાય છે. આ દેવપિંડ વ્રતધારીઓને કલ્પત નથી, માટે હું તે ભકત પાન વહાર્યા વિના જ હારા ગુરૂ પાસે જાઉ” આવી રીતે વિચાર કરી વજાસ્વામી ભિક્ષા લીધા વિના જેટલામાં પાછાવલ્યા, તેટલામાં વિસ્મય પામેલા દેવતાએ પ્રગટ થઈને કહ્યું. “અમે તમારા પૂર્વ જન્મના મિત્રો ભક દેવતા છીએ. તમે અમારા મિત્ર હોવાથી તમને જોવા માટે અહીં આવ્યા છીએ.” પછી છુંભક દેવતાએ પોતે કરેલા કપટના દંડરૂપ વજાસ્વામીને વૈકિયલબ્ધિ નામની વિદ્યા આપી..
એકદા શ્રીવાસ્વામી જયેષ્ટ માસમાં બહિર્ભુમિને વિષે વિહાર કરતા હતા, તે વખતે પણ વણિકરૂપને ધારણ કરનારા તેના તેજ છુંભકદેવતાએ ઘેબર વહેરાવવાનું નિમંત્રણ કર્યું. વજાસ્વામી તેના નિવાસસ્થાને આવ્યા પણ સાવધાન મનવાલા તેમણે પૂર્વની પેઠે તેને દેવપિંડ જાણી લીધે નહિ તેથી સંતોષ પામેલા ચિત્તવાળા તે જૈભક દેવતા પિતાના પૂર્વભવના મિત્ર વજાસ્વામીને આકાશગામિની વિદ્યા આપી પિતાને સ્થાનકે ગયાં. પોતાના ગ૭ મધે વિહાર કરતા વજાસ્વામીને પદાનુસારી લબ્ધિવડે એકાદશાંગી સ્થિર થઈ. સિંહગિરિ સૂરિ બીજા શિષ્યોને જે ભણાવતા કે જે વજન સ્વામી નહેતા ભણ્યા તે પણ ઉત્તમ બુદ્ધિવાળા વજકુમાર ધારી લેતા. જ્યારે આચાર્ય, વજસ્વામીને ભણવાનું કહેતા, ત્યારે તે નિકાલની પેઠે કાંઈક ગણગણ