________________
w
imm
બીજુસ્વામી નામના અંતિમ દશર્વિધરની કથા (28) જેમણે ફક્ત છ માસની અવસ્થામાં ચારિત્ર લેવાની ઈચ્છા કરી, જેમણે પારણામાં સૂતા સૂતા શાસ્ત્રને અભ્યાસ કર્યો, જેમણે ત્રણ વર્ષની અવસ્થામાં સંયમ સ્વીકાર્યો અને જેમણે બાલ્યાવસ્થામાં સાધુઓના સમૂહને અભ્યાસ કરાવ્યો. ” શેયાતરીઓએ લાલન પાલન કરેલો અને અલંકૃત કરેલા વજને ત્રણ વર્ષ થએલો જે સુનંદાએ સાધ્વી પાસે પુત્રની માગણી કરી કે “આ પુત્ર હારે છે માટે તે મને સેપ. ” સાધ્વીઓએ કહ્યું. “ અમે તમારે માતા પુત્રને સંબંધ જાણતાં નથી. હે અનઘે ! અમને તે ગુરૂએ સેંગે છે, તેટલું જ ફક્ત જાણીએ છીએ. ” એમ કહી સાધ્વીઓએ સુનંદાને પુત્ર સેંકે નહીં. પછી સુનંદા પોતે તે સાધ્વીએના ઉપાશ્રયમાં જઇ ધાવમાતાની પેઠે હર્ષથી સ્તનપાનાદિ વડે પુત્રને લાડ લડાવવા લાગી. વલી તેણીએ મનમાં એમ ધાર્યું કે “ જ્યારે ધનગિરિ મુનિ ગામમાં આવશે ત્યારે હું બલાત્કારથી પુત્રને લઈશ. ”
વજકુમાર ત્રણ વર્ષને થયે એવામાં કાર્યકાર્યના જાણ ધનગિરિ વિગેરે સાધુઓ ત્યાં આવ્યા. સુનંદાએ ધનગિરિને કહ્યું. “ મને મ્હારો પુત્ર પાછો આપે.” ધનગિરિએ તેને પુત્ર આપે નહીં પણ ઉલટું એમ કહ્યું કે “ અરે મુગ્ધ ! તે પુત્ર અમને આપી દીધું છે છતાં અત્યારે બેભાનથી માગે છે કે શું ? વમન કરેલા અન્નની પેઠે તે પુત્રને તું પાછો લેવાને કેમ ઈચ્છે છે ? જેમ વેચી દીધેલી વસ્તુ ઉપરથી પોતાનું સ્વામીપણું જતું રહે છે, તેમ આપી દીધેલી વસ્તુ પરથી પણ પિતાનું સ્વામીપણું નાશ પામે છે. તે તે પુત્ર આપી દઈ પરસ્વાધિન કર્યો છે. તે હવે તું તેને ન માગ. છેવટ બને પક્ષોને મહટે વિવાદ થયું. તેમાં માણસોએ કહ્યું કે “ આ વિવાદને રાજા નિવેડો લાવશે. પછી પોતાના સ્વજન સહિત સુનંદા રાજસભામાં ગઈ, સર્વ સંઘસહિત ધનગિરિ મુનિ પણ રાજસભામાં આવ્યા. રાજાની ડાબી બાજુએ સુનંદા બેઠી અને જમણી બાજુએ સંઘ સહિત ધનગિરિ વિગેરે સાધુઓ બેઠા. ભૂપતિએ બન્ને પક્ષની વાત સાંભલી કહ્યું કે “ એ બાલક બેલાવવાથી જેની તરફ જાય તેને સેંપવામાં આવશે. ” રાજાના આ ન્યાયને બને પક્ષના લોકોએ માન્ય કર્યો. પરંતુ એમાં એ પ્રશ્ન ઉઠે કે “એ બાલકને પહેલું કેણ બોલાવે ? ” નગરવાસી લોકેએ કહ્યું કે “ હમણાં એ બાલક સાધુઓના સંગને લીધે તેમના પ્રેમમાં બંધાઈ ગયો છે માટે તે તેમનું વચન ઉલ્લંઘન કરશે નહીં, તેથી તે બાળકને પ્રથમ તેની દુષ્કરકારિણી માતા બોલાવે. કહ્યું છે કે મહાટા પુરૂને સ્ત્રીઓ અનુકંપા પાત્ર હોય છે. ”
પછી સુનંદા, બાલકને ક્રીડા કરવા યોગ્ય રમકડાં અને વિવિધ પ્રકારનાં ભક્ષ્ય પદાર્થો દેખાડીને કહેવા લાગી. “હે વત્સ ! હું હારા માટે આ હસ્તિ વિગેરે રમકડાં લાવી છું. તેને તું ગ્રહણ કરી હારી આશા પૂર્ણ કર. હે બાલક! આ