Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 378
________________ શ્રીઅર્થમહાગિરિ અને શ્રીઆસુહસ્તિ નામના દશપૂર્વધની કથા. (૩૬૭) માટે તુરત આવાસથી નીચે ઉતરી સાધુઓની વસતીના બારણે આવ્યો. મેં આ ક્યાંઈ અનુભવ્યું છે. ” એમ વિચાર કરતાં ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાળા તે અવંતિસુકુમાલ સૂરિ પાસે આવ્યા. ત્યાં તેણે સૂરિને નમસ્કાર કરીને કહ્યું કે “હે ભગવન્! હું ભદ્રાને અવંતિસુકમાલ નામે પુત્ર છું. હું આ ભાવથી આગલે ભવે નલિનીગુભ વિમાનને વિષે દેવતા હતે. હે ભગવન ! જાતિસ્મરણ જ્ઞાનથી મને નલિનીગુલ્મ વિમાનની સ્મૃતિ આવી છે. હવે હું ત્યાજ જવા માટે દીક્ષા લઈશ.” પછી દીક્ષાની યાચના કરતા એવા તે અવંતિસુકમાલને સૂરિએ કહ્યું. “હે અવંતિસુકમાલ! તું અતિ સુકોમલ છે અને દીક્ષા પાલવી તે લેઢાના ચણા ચાવવા જેવી અથવા તે અગ્નિનો સ્પર્શ કરવા જેવી દુષ્કર છે.” અવંતિસુકમાલે કહ્યું. “હે ભગવન્! પ્રત્રજ્યાદાન લેવામાં બહુ ઉત્સુક છું પરંતુ બહુ કાલ લગી સામાચારી પાલવા સમર્થ નથી, માટે હું અનશનની સાથેજ દીક્ષા લઈશ. કારણું તેથી સર્વધારીઓને થોડું કષ્ટ થાય છે.” ગુરૂએ કહ્યું. “હે મહાભાગ! જે તે દીક્ષા લેવાની ઈચ્છા કરે છે તે તું હારા સ્વજને પાસેથી આજ્ઞા લઈ આવ.” પછી અવંતિસુકમાલે ઘેર જઈ હાથ જોડી સ્વજનેને પૂછયું. સ્વજનોએ દીક્ષા લેવાની આજ્ઞા ન આપી તેથી તેણે ત્યાંજ લોચ કરી સાધુને વેશ પહેર્યો, પછી પિતાના શરીરને વિષે પણ મમતારહિત એવે તે તેવાને તેવાજ સ્વરૂપમાં શ્રી સુહસ્તીસૂરિ પાસે ગયે. સૂરિએ પણ “આ પોતાની મેળે વેષધારી ન થાઓ.” એમ વિચારી તેને દીક્ષા આપી. ચિરકાલ સુધી તપકષ્ટની નિર્જરા કરવાને અસમર્થ એવા તે અવંતિસુકુમાલ ગુરૂ પાસેથી અનશન લેવાની રજા લઈ અન્ય સ્થલે વહાર કરી ગયા. અતિ સુકમલ હોવાથી ચાલવાને લીધે રૂધિરથી ખરડાયેલા પગવાલા તે અવંતિસુકુમાલ મુનિ સ્મશાનમાં જઈ અનશન લઈ એકાગ્ર ચિત્તથી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતા છતાં એક કેથેરિકાના કુંડમધ્યે કાયોત્સર્ગ કરી ઉભા રહ્યા. આ વખતે તેમના રૂધિરવડે ખરડાયેલા પગની ગંધથી ખેંચાયેલી કેઇ એક શિયાણી પિતાના બાલકે સહિત ત્યાં આવી. ત્યાં તે, અવંતિસુકુમાલની પાસે જઇ રૂધિરથી ખરડાયેલા તેમના પગને ભક્ષણ કરવા લાગી. શિયાણીએ રાત્રીના પહેલા પહોરમાં મુનિના બન્ને પગ ભક્ષણ કર્યો. પરંતુ તે મહાત્મા જરા પણ કયા નહીં. એટલું જ નહિં પણ ઉલટા તે સર્વધારી મુનિ, પિતાના પગનું ભક્ષણ કરનારી શિયાલણને પિતાના પગ દાબનારી માનવા લાગ્યા. એવી રીતે બીજા પહોરે શિયાલએ મુનિન સાથલનું ભક્ષણ કર્યું. તે પણ મુનિએ “આ જીવ સિ પામે.” એમ ધારી તેના ઉપર દયા કરી. ત્રીજે પ્રહરે શિયાણીએ મુનિના ઉદરનું ભક્ષણ કરવા માંડ્યું. તે વખતે પણ મુનિએ એમજ ચિંતવ્યું કે “તે હારા ઉદરનું ભક્ષણ કરતી નથી, પણ મહારા પૂર્વભવના સંપાદન કરેલા કર્મને ભક્ષણ કરે છે, એથે પ્રહરે તે મહાત્મા મૃત્યુ પામીને નલિની ગુલમ વિમાનમાં અદ્ધિવંત દેવતાપણે ઉત્પન થયા,

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404