________________
(૩૬૬)
શ્રી અષિમંડલવૃત્તિ–ઉત્તરાદ્ધ રાજપીંડ લેતા અટકાવતા નહોતા. એવામાં શ્રી મહાગિરિસરિએ આવીને સુહસ્તી સુરિને કહ્યું. “હે સૂરિ ! તમે રાજપીડને અનેષણય જાણતા છતાં શા માટે સ્વીકારે છે ? ” શ્રી સુહસ્તીરિએ કહ્યું ” હે ભગવન ! “યથા રાજા તથા પ્રજા” એ દ્રષ્ટાંતને અનુસરી રાજાની અનુવૃત્તિથી નાગરીક લેક પણ આપે છે.” ક્રોધ પામેલા મહાગિરિએ કહ્યું. “ અરે સુહસ્તી! હવે સછી આપણા બનેને વિસંભેગ જાણ. કારણ સમાન સામાચારીવાલા સાધુઓની સાથે સંભોગિકપણું હાય છે. પણ ભિન્ન સામાચારીવાલા સાધુઓની સાથે સંગીકપણ હોતું નથી. માટે તું આજથી અમારા માર્ગથી જુદો છે. "
શ્રી આર્યમહાગિરિના આવાં વચન સાંભળી બાળકની પેઠે ભયથી કંપતા એવા સુહસ્તીરિએ હાથ જોડી વંદના કરી અને કહ્યું “ હે ભગવન્! અપરાધી થયો છું. માટે મહારૂં મિથ્યાહુક્ત છે. આ હારે એક અપરાધ ક્ષમા કરો. હવે હું તે અપરાધ નહિ કરું.” શ્રી આર્યમહાગિરિએ કહ્યું. “હે સૂરિ! એમાં તમારે દોષ છે ? કારણ પૂર્વે ભગવાન શ્રી મહાવીર પ્રભુએજ તે કહ્યું છે કે “ હારી શિષ્ય પરંપરામાં સ્થલિભદ્ર પછી સાધુઓની સામાચારી ભિન્ન ભિન્ન થશે. ” આપણ બન્ને જણ સ્થલિભદ્ર પછી તીર્થના પ્રવર્તક થયા છીએ માટે તે શ્રી વિરપ્રભુનાં વચન સત્ય કરી આપ્યાં છે. ” પછી અસંગ ક૫ની સ્થાપના કરી તેમજ જીવંતસ્વામીની પ્રતિમાને પ્રણામ કરી શ્રી આર્યમહાગિરિ સ્વામી અવંતી નગરી થકી બહાર નિકળી ચાલતા થયા. અનુક્રમે તે, ગજેન્દ્રપદ નામના પ્રસિદ્ધ મહાતીર્થને વિષે જઈ અનશન લઈ સ્વર્ગ પ્રત્યે ગયા. શ્રી સંપ્રતિ રાજા પણું શુદ્ધ શ્રાવક ધર્મને પાળી આયુષ્ય પૂર્ણ થયે દેવતા થયા. અનુક્રમે તે પણ મુક્તિ પામશે.
પછી આર્યસહસ્તસૂરિ, અન્ય સ્થલે વિહાર કરી ફરી ઉજજયિની નગરીમાં શ્રી જીવંતસ્વામીની પ્રતિમાને વંદના કરવા માટે ગયા. બહારના ઉદ્યાનમાં વસતીની યાચના કરવા માટે શ્રી સુહસ્તી સ્વામીએ બે મુનિઓને નગર મળે મેકલ્યા. તે બને મુનિઓ ભદ્રા નામની શેઠાણીને ઘેર ગયા. ભદ્રા શેઠાણીએ પણ વંદના કરી અને સાધુઓને પૂછયું કે “ આપ મને શી આજ્ઞા કરે છે ? ” મુનિઓએ કહ્યું. “ અમે સુહસ્તી સુરિના શિષ્યો છીએ, તેમની આજ્ઞાથી તમારી પાસે વસતિની યાચના કરીએ છીએ. ” પછી ભદ્રાએ તેઓને વિસ્તારવાલી વસતી આપી, તેમાં શ્રીસહસ્તીએ પરીવારસહિત નિવાસ કર્યો.
અન્યદા સૂરિએ પ્રદોષસમયે નલિની ગુમ નામના અધ્યયનનું આવર્તન કરવા માંડયું. તે વખતે ભદ્રાનો પુત્ર અવંતિસુકુમાલ કે જે પોતાના સમાન રૂપવાલી પિતાની બત્રીશ સ્ત્રીઓની સાથે સાતમે માળે વિલાસ કરતે હતા તેના કાને તે નલિની ગુલ્મ વિમાન સાંભલાયું, પછી અવંતિસુકુમાલ તે અધ્યયન સાંભળવા