________________
( ૩૬૨ )
શ્રીષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. શ્રેષ્ઠીના સર્વ કુટુંબને પ્રતિબંધ કરી પિતાને ઉપાશ્રયે આવ્યા. પછી શ્રેષ્ઠી વસુભૂતિ પોતાના કુટુંબને કહેવા લાગ્યું કે “ જ્યારે તમે આર્યમહાગિરિ મુનિને આપણું ઘરને વિષે ભિક્ષા માટે આવતા દેખો ત્યારે “આ અમારે માશુક અન્ન છે” એમ કહી તેમને ભકત પાન વહેરાવવું. કારણ તેમને આપેલું ભક્તપાન મહાફલને અથે થાય છે.” વસુભૂતિનું આ વચન તેના કુટુંબે અંગીકાર કર્યું.
બીજે દિવસે શ્રી આર્યમહાગિરિસૂરિ તે વસુભૂતિને ત્યાં ગોચરી માટે આ વ્યા એટલે શ્રેષ્ઠીના કુટુંબે તેમના માટે ભિક્ષા લાવી સૂરિને હેટો આદરસત્કાર કર્યો. શ્રી મહાગિરિએ શ્રતાપગથી તે અન્ન અશુદ્ધ જાણું લીધું નહિ અને ઉપાશ્રયે જઈ સુહસ્તીને કહ્યું. “સૂરિ ! તમે કાલે મહારે વિનય કરીને હેટી અને ષણ કરી. કારણ કે તમારા ઉપદેશથી શ્રેષ્ઠીના કુટુંબે હારા માટે શિક્ષા તૈયાર કરી. પછી પસ્તા કરવા લાગેલા આર્યસહસ્તીસૂરિએ “હે ભગવન ! હવે હું એમ નહિ કરું.” એમ કહીને આર્યમહાગિરિની ક્ષમા માગી.
અન્યદા જીવવામીની પ્રતિમાને વંદના કરવા માટે શ્રી આર્યમહાગિરિ અને સુહસ્તી અને સૂરિઓ ઉજજણ નગરી પ્રત્યે આવ્યા. તે વખતે ત્યાં સંપ્રતિ રાજા રાજ્ય કરતો હતે. શ્રી સંઘે કરેલા રથયાત્રાના ઉત્સવમાં બન્ને મુનિઓ અને સર્વ સંઘની પાછળ ચાલતે શ્રી જીવતસ્વામીની પ્રતિમાને રથ અખ્ખલિત ગતિથી ચાલતે ચાલતે રાજદ્વાર આગળ આવી પહોંચે. આ વખતે ગેખમાં બેઠેલ સંપ્રતિ રાજા, દૂરથી આર્યસુહસ્તિસૂરિને જોઈ વિચાર કરવા લાગ્યું કે આ સૂરિને ક્યાંઈ દીઠા હોય એમ લાગે છે, પરંતુ કયાં, તે માલમ પડતું નથી.” આ પ્રમાણે વિચાર કરતે રાજા મૂચ્છ પામી તુરત પૃથ્વી ઉપર પડી ગયું. “અરે આ શું થયું?” એમ કહેતા એવા સેવક લકે તેની પાસે દોડયા. વિંજણાઓના પવનથી અને ચંદનના લેપનથી મૂછને ત્યજી દઈ સચેત થએલે તે રાજા તરત જાતિસ્મરણ જ્ઞાન પામે. જાતિસ્મરણના જ્ઞાનથી તેણે શ્રી સુહસ્તી આચાર્યને પિતાના પૂર્વ ભવના ગુરૂ જાણ્યા તેથી તે પગે ચાલી તેમને વંદના કરવા ગયે. સંપ્રતિ રાજાએ પંચાગથી ભૂમિને સ્પર્શ કરી શ્રી આર્ય સહસ્તી ગુરૂને પ્રણામ કરીને પૂછયું કે “હે ભગવન ! શ્રી જિનધર્મનું શું ફળ છે?” ભગવાન સુડસ્તીસૂરિએ કહ્યું “જિનધર્મનું ફળ મોક્ષ અથવા તે વર્ગ છે.” રાજાએ ફરીથી પૂછ્યું
હે ગુરે! સામાયિકનું શું ફળ છે?” ગુરૂએ કહ્યું “હે રાજન ! સ્પષ્ટ એવા સામાયિકનું ફળ રાજ્યાદિ છે.” પછી વિશ્વાસ પામેલા રાજાએ “એ એમજ છે. તેમાં મને કોઈપણ સંદેહ નથી” એમ કહી ફરી ગુરૂને કહ્યું. “હે ભગવન ! આપ મને શું નથી ઓળખતા ?” ગુરૂએ કહ્યું. “હે નૃપ ! તને કેણુ નહિ ઓળખે ?” રાજાએ કહ્યું. આપ તે ઉપલક્ષણ નહિ કરે, કાંઈ બીજું કહે?” સુહસ્તિસૂરિએ હતના ઉપયોગથી તેને અવ્યક્તકારી ઠુમક જાણી વિરમય પામતા છતાં કહ્યું, “હે.