________________
શ્રીય મહાગિરિ અને શ્રીઆસુહસ્તિનામના દશપૂર્વધની કથા. (૩૬)
तिाह जामेहिं सिवाए, अवच्चसहिआई विहिअउवसग्गो॥
साहिअकज्जो निअगेहिं, पूइओवंतिसुकुमालो ॥१७९॥ શ્રી આર્ય સુહસ્તિ ગુરૂએ માંડેલું નાલિની ગુલ્મ અધ્યયન સાંભલી અવંતિ સુકમાલ બત્રીશ સ્ત્રીઓને ત્યજી દઈ તુરત દીક્ષા લીધી. પછી રાત્રીના ત્રણ પ્રહરમાં પુત્ર સહિત શિવાએ બહુ ઉપસર્ગ કર્યા તે પણ તેમણે પોતાનું કાર્ય સાધ્યું. છેવટ દેવતાએ પ્રશંસા કરેલા તે અવંતિ સુકમાલ નલિની ગુલ્મ વિમાનને વિષે ગયા.
* 'श्रीआर्यमहागिरि' अने 'श्रीआर्यसुहस्ती' नामना दशपूर्वधरोनी कथा *
શ્રી સ્થૂલભદ્ર સૂરિના શિષ્ય આ મહાગિરિ અને સુહસ્તી એ બને મુનિઓ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા; ઉત્પન્ન થએલા અતિ હાદ વૈરાગ્યવાલા શ્રી મહાગિરિ સૂરિએ વાચનાથી અનુક્રમે બહુ કાલે અનેક શિષ્યા કરી શ્રી સુહસ્તી સૂરિને ગ૭ને ભાર શેંપી પોતે ગચ્છની નિશ્રામાં રહી બુચ્છિન્ન થઈ ગએલા જિનકપની તુલના કરવા લાગ્યા.
અન્યદા શ્રી સુહસ્તસૂરિ મેઘની પેઠે ધર્મદેશનાનો વરસાદ વરસાવતા છતા પાડલીપુર નગરે આવ્યા. ત્યાં તેમણે વસુભૂતિ નામના શ્રેષ્ઠીને પ્રતિબોધ પમાડી છેવાછવાદિ તત્વને જાણ કરી શ્રાવક કર્યો, પછી તે વસુભૂતિ, ગુરૂએ કહેલી નીતિવડે પિતાના કુટુંબને પ્રતિબંધ દેવા લાગ્યા. પરંતુ કુટુંબ પ્રતિબંધ પામ્યું નહીં. તે ઉપરથી વસુભૂતિએ ગુરૂને કહ્યું. “હે ભગવન્! મેં મારા કુટુંબને પ્રતિબંધ પમાડવા માટે બહુ ઉપાય કર્યા, પણ તેમાં હું પાર પડયે નહિ. કુટુંબ રવધર્મી વિના ધર્મકાર્ય કરવું દુષ્કર છે માટે આપ મહારા ઘરને વિષે પધારી મહારા ધર્મ ને નિવાહ કરવા માટે મહારા કુટુંબને પ્રતિબંધ પમાડે.” પછી સુહતીસૂરિ, તેના ઉપર અનુગ્રહની બુદ્ધિથી તેના ઘેર ગયા, ત્યાં તેમણે તેના કુટુંબ આગળ ધર્મદેશનાને આરંભ કર્યો. આ વખતે શ્રી આર્યમહાગિરિ ગોચરી માટે ફરતા ફરતા ત્યાં આવી ચડયા. શ્રી સુહસ્તસૂરિએ તત્કાલ તેમને પાંચ અભિગમ સાચવી ભક્તિથી વંદના કરી. શ્રી આર્યમહાગિરિ ગયા પછી સુભૂતિએ તેમને કહ્યું “હે ભગવન ! તમારે પણ કઈ ગુરૂ છે કે શું ? જે વિશ્વને વંદના કરવા એગ્ય તમે તેમને વંદના કરી ?” સુહસ્તસૂરિએ કહ્યું. “હે શ્રેષ્ઠી ! એ મહારા ગુરૂ છે. તેઓ તમે આપેલા પ્રાથક ભક્ત પાનાદિકને નિત્ય અંગીકાર કરે છે, જે તેવું ભક્ત પાન ન મલે તે તેઓ ઉપવાસ કરે છે. માટે તેમનું નામ ઉચ્ચારવું તે શ્રેષ્ઠ છે તેમ તેમના ચરણની રજ પણ વંદન કરવા યોગ્ય છે.”
શ્રી આર્ય સુહસ્તિસૂરિ આ પ્રમાણે પોતાના ગુરૂની પ્રશંસા કરી અને