________________
1601
શ્રીસ્થલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલની સ્થા. (૫) હવે ધનદેવ કર્મના વેગથી લાભ ન મળવાને લીધે જેવો ગયે હતું તે પાછા આવ્યા. તેમજ તે ધનના દરિદ્રપણાથી પીડા પામવા લાગ્યું, તે વખતે ધનશ્વરીએ સ્થૂલભદ્રના આગમનની વાત કહી, ધનદેવે આનંદથી પૂછયું. “તે સ્થૂલભદ્ર મુનીશ્વરે કાંઈ કહ્યું હતું?” સ્ત્રીએ કહ્યું. “તેમણે આ સ્તંભની સામે વારંવાર પિ- . તાના હાથને લાંબો કરી મને ધર્મદેશના આપી છે.” ધનદેવ વિચારવા લાગ્યો, “જ્ઞાનના નિધિ એવા તે મુનિરાજનું આગમન કાંઈ ઈષ્ટ અભિપ્રાય વિના હોય નહીં. સૂરિએ આ સ્તંભને ઉદ્દેશીને પિતાને હાથ લાંબે કર્યો છે તે વિશે આ સ્તંભની નીચે દ્રવ્ય સંભવે છે.” ધનદેવે આમ વિચાર કરી સ્તંભના મૂળમાં દવા માંડ્યું તે તેમાંથી પિતાના પુણ્યની પેઠે બહુ દ્રવ્ય નિકલ્યું. ધનદેવ પિતાની સંપત્તિથી કુબેર તુલ્ય થયે તેથી તે “મને આ પ્રસાદ સૂરિએ આપે છે.” એમ હંમેશાં સમરણ કરતો હતો. આ એકદા ધનદેવ, પિતાના ઉપર ઉપકાર કરનારા પિતાના મિત્ર અને વંદના કરવા
ગ્ય એવા સ્થલભદ્રને વંદના કરવા માટે હર્ષથી પાડલીપુર નગરે ગયો. ત્યાં તેણે ઉપાશ્રયમાં જઈ પરીવાર સહિત સ્થલભદ્રને બહુ ભક્તિથી વંદના કરી. પછી ધનદેવે શ્રી સ્કુલભદ્ર ગુરૂને કહ્યું કે, હે પ્રભે! હું આપના પ્રભાવથી દારિદ્રરૂપ સમુદ્રને પાર પામ્યો છું, તે આપના પ્રસાદરૂપ ઋણથી હું કયારે મુક્ત થઈશ? તમે જ મ્હારા સ્વામી અને સુગુરૂ છો, હું આપનું શું કાર્ય કરું? મને આજ્ઞા આપે. શ્રી સ્થૂલભદ્રસૂરિએ “તું હારે ધર્મમિત્ર થા. એવાં વચન કહ્યાં, તે અંગીકાર કરી ધનદેવ પિતાને ઘરે ગયે. શ્રી સ્થલભદ્રસૂરિએ યક્ષા સાધ્વી પાસે માતાની પેઠે પાલન કરાવેલા અને પોતે દીક્ષા આપેલા મહાગિરિ અને સુહસ્તી મુનિ ઉત્તમ ગુણના સમુદ્રપણુને પામી આચાર્યપદ પામ્યા હતા. તે બન્ને મુનીશ્વરે, તીણ ખડગધારા સમાન અતિચાર રહિત વ્રતને પાલતા છતા પરિષહ સહન કરતા હતા. શ્રી સ્થલભદ્રસૂરિ દશ પૂર્વના જાણ એવા તે બન્નેને આચાર્ય પદ આપી પોતે કાલધર્મ પામી સ્વર્ગ પ્રત્યે ગયા. જેમણે કેશા વેશ્યાની સાથે વિલાસ કરતાં બાર કોડ દ્રવ્યને વ્યય કર્યો, જેમણે વ્રત લઈ નિત્ય પરસમય આહારનું ભોજન કરતા તેજ વેશ્યાની ચિત્રશાળામાં ઉજવલ એવા બ્રહ્મચર્ય વ્રત પાળીને ચાર માસ પર્વત નિવાસ કર્યો, તે રથુલભદ્ર સુરીશ્વરની હું સ્તુતિ કરું છું.
'श्रीस्थुलिभद्रस्वामी' नामना अंतिम श्रुतकेवलीनी कथा संपूर्ण.
चउरो सीसे सिरिभद्द-बाहुणो चाहिं रयणिजामेहिं ॥
रायगिहे सीएणं, कयनियकज्जे नमसामि ॥१७५॥ શ્રી ભદ્રબાહુ સ્વામીના ચાર શિષ્યો કે જેમણે રાત્રીના ચાર પહોરમાં શીત ઉપસર્ગથી પિતાનું કાર્ય સાધી લીધું, તે ચારે મુનિઓને હું નમસ્કાર કરું છું.