________________
(૩૬). શ્રી ઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ.
* श्री भद्रबाहुस्वामीना चार शिष्योनी कथा. 36 રાજગૃહ નગરને વિષે વય, તેજ અને લક્ષમીથી સમાન અને પરસ્પર પ્રીતિવાળા ચાર વણિક પુત્રો રહેતા હતા. તેઓએ શ્રી ભદ્રબાહુ ગુરૂ પાસે ધર્મ સાંભળી દીક્ષા લીધી. ગુરૂની ઉપાસનાથી તે ચારે જણા અનુક્રમે ગીતાર્થ થયા. મમતારહિત, અહંકાર વિનાના, સંતોષવાળા અને ક્ષમાને ધારણ કરનારા તે ચારે મુનિએ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થયા..
એકદા પ્રસિદ્ધ એવા તે મુનિઓ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ફરી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. આ વખતે નિદ્રવ્ય જનોને દુઃખદાયી શીતકાલ (શીયાળો) ચાલતો હતો. દિવસના ત્રીજા પ્રહરને વિષે ભિક્ષા લઈને પાછા ફરેલા તે ચારે મુનિઓ નગરથી જુદા જુદા ભાર પર્વત ઉપર જવા લાગ્યા. તેમાં પહેલાને પર્વની ગુફાના બારણા પાસે, બીજાને નગરના ઉદ્યાનમાં, ત્રીજાને તેની નજીકમાં અને ચોથાને નગરના સમીપે. એમ અનુક્રમે ચારે જણને ચે પ્રહર થયા પછી દિવસના ત્રીજા પ્રહરને વિષે ભિક્ષા માટે જવું જોઈએ. એમ વિચારી તે ચારે મુનિઓ પોત પિતાને સ્થાનકે કાર્યોત્સર્ગ કરી ઉભા રહ્યા. તેમાં જે પર્વતની ગુફાના બારણું આ ગળ ઉભે હતો તેને બહુ ટાઢ લાગતી હતી, જે ઉદ્યાનમાં હતો, તેને તેનાથી કાંઈ ઓછી લાગતી હતી, ઉદ્યાનની સમીપે રહેનારને તેથી કાંઈ ઓછી લાગતી હતી અને જે નગરની સમીપે હતો તેને તે નગરને ગરમાવો લાગતો હતો, તે ચારે મુનિઓ ટાઢથી પીડા પામી પિલા, બીજા, ત્રીજા અને ચેથા પહેરમાં અનુક્રમે મૃત્યુ પામી સ્વર્ગ પ્રત્યે ગયા. ઘોર પરીષહને સહન કરનારા તે ભદ્રબાહુ ગુરૂના ચારે શિને ત્રણે કાળે નમસ્કાર કરૂં છું.
श्री भद्रबाहुस्वामीना चार शिष्योनी कथा संपूर्ण.
. जिणकप्प करी कम्मं जो कासी जस्स संथवमकासी ॥
सिद्धिवरंमि सुहात्थी तं अजमहागिरिं वंदे ॥१७६॥ જેમણે જિન કલ્પની તુલના કરી અને જેમણે શ્રેણીના ઘરને વિષે સ્તોત્ર રયું.
कोसंबीए जेणं, दुमगो पव्वाविओ अज जाओ ॥
उज्जेणीए संपइ, राया सो नंदउ सुहत्थी ॥ १७७ ॥ જેમણે શાબી નગરીમાં દ્રમક ભિક્ષાચરને દીક્ષા લેવરાવી કે જે પ્રમક હમણાં ઉજ્જયિની નગરીને વિષે ૨ાજા થયો છે. તે શ્રી આર્ય સુહસ્તિ મુનિ આનંદવંતા વર્તો.
सोऊण गणितं सुहत्थिगा नलिगगुम्मम ज्झयणं ॥ तकालं पव्वइओ चइत्त भज्जाओ बत्तीस ॥१७८॥