________________
શ્રીભદ્રબાહુસ્વામી' નામના શ્રુતકેવલીની કથા.
વિષે છ પ્રકારના, રસના આહાર કરતા અને શુદ્ધ શીલવ્રત ચાતુર્માસ રહ્યો.
( ૧ )
પાલતે છતા
सिंहो वा सप्पो वा, सरीरपीडाकरा मुणेअव्वा ॥
नाणं च दंसणं वा, चरणं च न पञ्चला भित्तु ॥ १६० ॥
સિહુ અથવા સર્પ એ બન્ને જણા શરીરે પીડા કરનારા જાણવા, પશુ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને ભેદી નાખવા સમર્થ નથી.
न दुक्करं अंबयलुब्बितोडनं, न दुकरं सिरिसवनच्चिए ॥
तंदुकरं तं चं महाणुभावो, जं सो मुणी पमयवणंमि वुच्छो ॥ १६९॥
કાશા વેશ્યા રથકાર ( સુથાર ) ને કહે છે કે તે આંખાની ટુંબ તાડી તે દુષ્કર નથી, તેમજ મેં સપના ઢગલા ઉપર નૃત્ય કર્યું તે પણ દુષ્કર નથી કારણુ તે બન્ને અભ્યાસ કરવાથી થઈ શકે છે. પરંતુ અભ્યાસ નહિં. છતાં તે મહાનુભાવ સ્થૂલભદ્ર, માહ ઉપજાવનારા સ્થાનમાં ચિરકાલ રહ્યા છતાં પણ માઠું ન પામ્યા, તેજ દુષ્કર જાણવું.
* ‘श्री भद्रबाहुस्वामी' नामना श्रुतकेवलीनी कथा.
પ્રતિષ્ઠાન પુરને વિષે બહુ ભદ્રક અને શ્રેષ્ઠ એવા વરાહમિહર અને ભદ્રમાડું નામના બે બ્રાહ્મણેા હતા. એકદા તે બન્ને જણાએએ શ્રી યશેાભદ્ર સુગુરૂની દેશના રૂપ અમૃતનું પાન કરી સંસારની તૃષ્ણા ત્યજી દઇ ચારિત્ર લીધું. પછી વિશુદ્ધ વિનય કરતા એવા ભદ્રબાહુને ગુરૂએ થાડા કાલમાં ચા-પૂર્વના અભ્યાસ કરાવ્યા અને ધ્રુવિનિત એવા વરાહમિહરને મન વિના કાંઇ થાડા શાસ્ત્રાભ્યાસ કરાવ્યેા. શ્રીમાન્ યશેાભદ્ર ગુરૂએ ભદ્રમાડુ મુનીશ્વરને ઘણા ગુણુવાલા અને ચાગ જાણી તેમને સુખે આચાર્ય પદ આપ્યું. પછી વરાહમિહર, ભદ્રમાડું ઉપર ઈર્ષ્યા આવ્યાથી તુરત સાધુના વેષ ત્યજી દઈ ગૃહસ્થ થયા અને વરાહીસહિતા બનાવી નિમિત્ત જોવાથી આજીવિકા કરવા લાગ્યા. વળી તે લેાકમાં એમ કહેવા લાગ્યા કે “ કોઈ વખતે હું વનમાં શિલા ઉપર લગ્ન લખી જોતા હતા. સ્મૃતિ ન આવવાથી તે લગ્નને ભૂસી નાખ્યા વિના મ્હારા ઘરને વિષે આવ્યેા. સુવાને વખતે સ્મૃતિ આવવાથી ફરી લગ્ન ભુંસી નાખવા માટે હું વનમાં ગયા. ત્યાં મેં સહુને દીઠા. લગ્નને ભૂંસી નાખવા માટે મે હાથ લાંબે કર્યાં એટલામાં લગ્નની ભક્તિથી સતુષ્ટ થએલા સિંહરૂપ સૂર્ય પ્રગટ થઈને મને કહ્યુ. “ હે વત્સ ! તું ઇષ્ટ એવા વરદાનને માગ. ” મેં કહ્યું, “ જો આપ મ્હારા ઉપર પ્રસન્ન થયા હૈા તા મને પેાતાના મંડલમાં લઈ સર્વ ગ્રહેાની યથાર્થ ગતિ દેખાડા. ” પછી સૂર્યે મને પોતાની સર્વ ગ્રહગતિ રૃખાડી અહીયા મૂકયા છે, માટે હે લેાકેા ! હું
ત્રિકાલના જાણુ છું. '