________________
(૩૫૬)
શ્રીહષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. મેં મહાપ્રાણ નામનું ધ્યાન આરંહ્યું છે તે બાર વર્ષ પૂર્ણ થશે. પછી હું આવીશ. મહાપ્રાણ ધ્યાન સિદ્ધ થયે છતે કઈ પણ આવેલા કાર્યમાં સૂત્ર સહિત ચાદ પૂર્વે ફક્ત એક અંતર્મુહૂત્તમાં ગણી શકાય છે. એ પછી તે બન્ને સાધુઓએ સંઘની પાસે જઈ શ્રી ભદ્રબાહુ સ્વામીનું કહેલું નિવેદન કર્યું. શ્રી સંઘે ફરીથી બીજા બે સાધુને કાંઈ શીખામણ આપી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યા. તે બન્ને મુનિઓએ ઝટ શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે જઈ શ્રી સંઘનો આદેશ કહ્યો કે “જે સંઘની આજ્ઞા માન્ય ન કરે તેને શે દંડ આપ, તે અમને કહે. ” પછી જ્યારે ગુરૂએ “ શ્રી સંઘની આજ્ઞા ન માનનારને સંઘ બહાર કાઢી મૂકે. ” એમ કહ્યું, ત્યારે પેલા બે સાધુઓએ કહ્યું કે “ ત્યારે આપજ તે દંડને યોગ્ય થયા. ” ગુરૂએ કહ્યું. હારે શ્રી સંઘની આજ્ઞા પ્રમાણે છે. માટે હવે પછી એમ કરો કે શ્રી સંઘે હારા ઉપર કૃપા કરી કુશાગ્ર બુદ્ધિવાલા શિષ્યોને અહીં મોકલવા હું તેમને વાચના દઈશ. તેમાં એક ગોચરીથી આવીને આપીશ, બીજી ત્રણ વાચના ત્રણ કાલવેલાએ, અને બાકીની ત્રણ સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા પછી આપીશ. આમ કરવાથી સ્વારા કાર્યને હરત નહિ આવે અને સંઘનું કાર્ય થશે. ”
આ વાત બન્ને મુનિઓએ શ્રી સંઘને કહી, તે ઉપરથી હર્ષ પામેલા શ્રી સંઘે સ્થૂલભદ્રાદિ પાંચસે સાધુઓને ત્યાં મોકલ્યા. શ્રી ભદ્રબાહુ ગુરૂ તેમને વાંચના આપવા લાગ્યા, પણ “વાંચના અ૮૫ મળે છે” એમ ધારી તેઓ ઉદ્વેગ પામી પિત પિતાને સ્થાનકે જતા રહ્યા. ફકત સ્થૂલભદ્ર પિતે એકલા ત્યાં રહ્યા. શ્રી ભદ્રબાહુ ગુરૂની પાસે રહેલા બુદ્ધિમાન સ્થૂલભદ્રે દશ વર્ષે આઠ પૂર્વને અભ્યાસ કર્યો
ગુરૂએ શ્રી સ્થૂલભદ્રને પૂછયું. “તું કેમ ઉદ્વેગ પામે છે? થુલભદ્રે કહ્યું હે પ્રભે ! હું ઉદ્વેગ પામતું નથી પરંતુ મને વાચના અલ્પ મલે છે.” ગુરૂએ કહ્યું. “હારું ધ્યાન લગભગ પૂર્ણ થવા આવ્યું છે, માટે તે પૂર્ણ થયા પછી હું તને હારી મરજી પ્રમાણે વાચના આપીશ.” સ્થૂલભદ્રે પૂછયું. “હે ભગવદ્ ! હારે કેટલોક અભ્યાસ કરવો બાકી છે?” ગુરૂએ કહ્યું. “સમુદ્રમાંથી બિંદુ માફક તે અભ્યાસ કર્યો છે.” પછી મહા ધ્યાન પૂર્ણ થયું, એટલે સ્થૂલભદ્ર ગુરૂના મુખથી ફક્ત બે વસ્તુ વિના દશ પૂર્વને અભ્યાસ કર્યો.
એકદા શ્રી ભદ્રબાહુ મુનીશ્વર, સ્થૂલભદ્રાદિ સાધુઓ સહિત પાડલીપુરના ઉદ્યાનમાં આવ્યા. ગુરૂનું આગમન જાણું તપમાં તત્પર એવી યક્ષા વિગેરે સાધ્વીઓ કે જે સ્થૂલભદ્રની બહેને થતી હતી તે સ્થૂલભદ્રને વાંચવા માટે ઉદ્યાનમાં આવી. સાધ્વીએએ, શ્રી ભદ્રબાહુ ગુરૂને વંદના કરીને પૂછયું કે “હે પ્રભો ! સ્થૂલભદ્ર કયાં છે?” ગુરૂએ કહ્યું. “સમીપે રહેલા ન્હાના દેવમંદિરમાં છે.” પછી સાધ્વીઓ ત્યાં જવા નિકલી. પોતાની બહેનને આવતી જાણી સ્થૂલભદ્રે તેમને આશ્ચર્ય પમાડવા માટે સિંહનું રૂ૫ વિકવ્યું. સાધ્વીઓ સિંહને જોઈ ભય પામતી છતી ગુરૂ પાસે