________________
(૩૪) ::-- શ્રીહષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ ? નથી, કે જે ધ્યાનાગ્નિને વિષે ત્રણ વિશ્વનું દમન કરનાર કામદેવ પિતે પિતાની પેઠે ક્ષય પામ્યું. *
पणमह भत्तिभरण, तिकालं तिविहकरणजोएण ॥
सिरिथूलभद्दपाए, निहणिअकंदप्पभडवाए ॥१७४॥ . હે લકે! તમે કામદેવના સુભટવાદને જીતનારા શ્રી સ્થૂલભદ્ર મુનિના ચરણને ત્રણે કાળ મન, વચન અને કાયાના ગે કરી બહુ ભક્તિ વડે પ્રણામ કરે.
* 'श्री स्थुलिभद्रस्वामी' नामना अंतिम श्रुतकेवलीनी कथा. * પાટલીપુરમાં નવમે નંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બુદ્ધિના ભંડારરૂપ શકાળ નામે પ્રધાન હતા. તે પ્રધાનને સાક્ષાત્ લક્ષમીના સરખી ઉત્તમ રૂપસભાગ્યથી મનહર એવી લક્ષ્મીવતી નામે સતી સ્ત્રી હતી. તેઓને અતિ વિનયવાળો અને ન્યાયવંત એ મોટો સ્થૂલભદ્ર નામે પુત્ર હતો. અને પવિત્ર ગુણના ભંડાર રૂપ બીજે શ્રિયક નામે ન્હાને પુત્ર હતો. તે નગરમાં ઉર્વસી સમાને કશા નામની વેશ્યા રહેતી હતી. રથુલભદ્ર તે વેશ્યાના ઘરમાં બાર વર્ષ પર્યત રહ્યા હતા. વિષયના લાલચુ એવા સ્થલભદ્ર બાર કોડ સુવર્ણ આપી તેના ઘરને વિષે રહી બહ ભક્તિથી તેને ભેગવતા હતા. જાણે વક્ષસ્થળની બીજી સંપતિ હોયની? એમ શ્રીયક શ્રી નંદરાજાને અંગરક્ષક અને અતિ વિશ્વાસનું પાત્ર થયો હતો. તે નગરમાં ઉત્તમ બુદ્ધિવાળો, કવિ, પ્રમાણિક અને મહા વ્યાકરણને જાણ એ એક વરરૂચિ નામને શ્રેષ્ઠ બ્રાહ્મણ વસતે હતો. તે હંમેશાં પોતાના બનાવેલા એક આઠ નવા કાવ્યથી નંદરાજાની સ્તુતિ કરતા, પણ તે મિથ્યાદષ્ટિ હોવાથી મંત્રી કયારે પણ રાજા પાસે તેની પ્રશંસા કરતો નહિ, વરરૂચિ ઈનામ નહિ મલવાના કારણને જાણ પ્રધાનની સ્ત્રી પાસે જવા લાગ્યું. પ્રધાનની સ્ત્રીએ તેને કાર્ય પૂછયું એટલે તેણે કહ્યું કે “ તમારા પતિ રાજાની આગળ મહારા કાવ્યની શા કારણથી પ્રશંસા નથી કરતા? તે હું જાણતા નથી.” બ્રાહ્મણે બહુ આગ્રહ કરેલું હોવાથી લક્ષમીવતીએ પિતાના પતિને રાજાની પાસે બ્રાહ્મણની પ્રશંસા કરવાનું કહ્યું એટલે તેણે કહ્યું.
હે પ્રિયે ! તે મિથ્યાષ્ટિના કાવ્યને હું કેમ વખાણું ?” પ્રિયાએ બહુ આગ્રહ કર્યો એટલે પ્રધાને રાજાની આગળ તેની પ્રશંસા કરવાનું કબુલ કર્યું પછી બીજે દિવસે પ્રધાને, વરરૂચિના કાવ્યની રાજા પાસે પ્રશંસા કરી, તેથી રાજાએ તેને એક સે આઠ સોના મહેરે આપી. કહ્યું છે કે રાજમાન્ય પુરૂષની અનુકુળ વાણીથી પણ જીવી શકાય છે. રાજાએ વરરૂચિને એકસો આઠ સેના હેરે આપી તે જોઈ મંત્રી શકટાલે રાજાને કહ્યું કે “આપે આ તેને શું આપ્યું? રાજાએ કહ્યું. “હે. સખે! હારી પ્રશંસાથીજ મેં તેને તે આપેલું છે. કારણ જો એમ ન હતા તે હું તેને પ્રથમથી શા માટે ન આપતે?” મંત્રીએ કહ્યું “ મહારાજ ! તે વખતે