Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 345
________________ ( ૩૩૪ ) થી ત્રાષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ ( જંબૂકમાર પિતાની આઠે સ્ત્રીઓને કહે છે કે, હવે લલિતાંગ કુમાર ઉપર આસક્ત થએલી રાણું લલિતા જે પોતાની દાસીની મારફતે તેને પોતાના અંત:પુરમાં પ્રવેશ કરવાનું કહે છે તે ફરી આવે ખરે?” આઠે સ્ત્રીઓએ ઉત્તર આપે કે “ એ કણ મૂખ હોય જે નરકની ખાઈમાં પડીને પ્રત્યક્ષ ભગવેલા દુઃખને મનમાં સમરણ કરતો છતે પાછો ત્યાં જાય ? અર્થાત્ કેઈન જાય. ” જંબૂકુમારે કહ્યું. “ વખતે તે અજ્ઞાની તે પિતાના અજ્ઞાનને લીધે પ્રવેશ કરે તો કરે; પણ હું તે ગર્ભમાં ફરી પ્રવેશ કરવાના કારણને નહીં આદરૂં.” જંબૂકુમારના આવા મહા આગ્રહને જાણી તે આઠે સ્ત્રીઓ પિતાના પતિ જંબૂકુમારને કહેવા લાગી. “ હે નાથ ! જેવી રીતે આપ પિતાને તારે છે, તેવી રીતે અમને પણ ઝટ તારે; કારણ હેટા પુરૂષે ફક્ત પોતાનું પેટ ભરીને પ્રસન્ન થતા નથી. ” જબૂકુમારને તેના સાસુ, સસરા, માતા, પિતા તેમજ બંધુઓ કહેવા લાગ્યા. “ તમે ઉત્તમ માર્ગ કહ્યો છે, તપસ્યા પણ આથી ઉત્કૃષ્ટ નથી. ” પ્રભવે પણ કહ્યું. “ હે બંધ ! હારા માતા પિતાની રજા લઈ નિચે હારી સાથે તપસ્યા અંગીકાર કરીશ.” પછી જંબૂકુમારે પ્રભાવને કહ્યું. “તું નિર્વિઘ થા; તેમ પ્રતિબંધ પણ કરીશ નહીં. પછી પ્રભાતે સૂર્યોદય વખતે નિર્મલ મનવાલા જંબૂકુમારે પિતે ચારિત્ર ગ્રહશુને મહોત્સવ કરાવે. વલી તે, “ આજ આચાર છે. ” એમ જાણી સ્નાન કરી, અંગરાગ ચોપડી, વસ્ત્રાલંકાર ધારણ કરી જંબૂદ્વીપના અનાદત દેવતાએ કરેલા મહોત્સવ પૂર્વક સહસ્ત્ર મનુષ્યએ ઉપાડેલી શિબિકામાં બેઠે. કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થએલે તે જ ખૂકુમાર કલ્પવૃક્ષની પેઠે વિશ્વના લેકોને દાન આપતા અને મનુખેથી સ્તુતિ કરાતે છતે શ્રી સુધર્માસ્વામી ગણધરના ચરણરજના સમૂહથી પવિત્ર અને મેક્ષલક્ષમીના નિવાસસ્થાન રૂપ ઉદ્યાનમાં ગયો. ત્યાં તે જંબૂકુમાર, શ્રીસુધર્માસ્વામીએ પોતાના નિવાસથી અલંકૃત કરેલા ઉદ્યાનમાં જઈ જાણે સંસારના પારને ઉતરત હાયની ? એમ શિબિકાથી નીચે ઉતર્યો. ત્યાં તેણે સુધર્માસ્વામીના સંસારસમુદ્રથી તારનારા ચરણને મસ્તકવડે પૃથ્વીને સ્પર્શ કરવા રૂપ પ્રણામ કરીને વિનંતિ કરી કે “ હે મુનીશ્વર ! મહારા ઉપર દયા કરી મને કુટુંબસહિતને સંસારસમુદ્રમાંથી પાર ઉતારવામાં વહાણ સમાન પ્રવજ્યા આપે. ” આવી રીતે જંબૂકુમારે વિનંતિ કરેલા શ્રી સુધર્માસ્વામીએ, જંબૂકુમારને અને તેના પરિવારને વિધિ પ્રમાણે દીક્ષા આપી. પ્રભવે પણ માતા પિતાની રજા લઈ જંબૂ કુમારની પાછલ બીજે દિવસ ગુરૂ પાસે દીક્ષા લીધી. શ્રી સુધર્માસ્વામીએ પ્રભવને શિષ્યભાવથી ભક્તિવાલો જાણું તેને જંબુસ્વામીને સંયે, જેથી પ્રભવ, શ્રી જંબુસ્વામીના ચરણકમલને સેવક થ. પછી શ્રીસુધર્માસ્વામીના ચરણકમલની સેવામાં તત્પર, ચારિત્ર પાલવામાં

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404