Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 343
________________ પwww (૩૭૨ ) પ્રીત્રાષિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ. ધ કરી આવી જેવું સાંભળ્યું તેવું રાણુને કહેવા લાગી. “બાઈ સાહેબ ! આજ નગરમાં રહેનારા સમુદ્રપ્રિય નામના સાર્થવાહને એ પુત્ર છે. પોતે કુલીન અને યુવાવસ્થાવાળે છે. જેવી રીતે સ્ત્રીઓમાં ફક્ત આપ એલાંજ ગુણી છો તેવી રીતે પુરમાં તે પોતે એકજ ગુણ છે. માટે આપ આજ્ઞા કરી કે ઝટ ગુણએ શ્રેણીને સંગ કરી દઉં.” પછી રાણીએ તે લલિતાંગ કુમારની સાથે સંગ કરવાની ઈચ્છાથી તુરત પ્રેમરૂપ વનને સજીવન કરવાને મેઘના બંધુ સમાન એક પત્ર લખી દાસીના હાથમાં આપે. તીના કાર્યમાં વિચક્ષણ એવી દાસીએ તુરત ત્યાં જઈ લલિતાંગ કુમારને લલિતા રાણુએ કહેલા મધુર વચનથી પ્રીતિ ઉત્પન્ન કરી અને પછી તેના મનને પ્રસન્ન કરવા માટે પેલો પત્ર આપે. તુરત વિસ્મય પામેલા અને રિમાંચિત થએલા શરીરવાળા તે લલિતાંગ કુમારે પ્રેમ પ્રગટ કરનારા પત્રને વાં તે આ પ્રમાણે હે સુમતે ! જ્યારથી મેં આપને જોયા છે, ત્યારથી દીન એવી હું સર્વ સ્થળે આપનેજ દેખું છું. માટે પેગ મેલવી મને સંતોષ પમાડે. ” આ પ્રમાણે પત્ર વાંચી અને પછી લલિતાંગ કુમારે દાસીને કહ્યું, “હે વિચક્ષણે ! ક્યાં તે અંત: પુરમાં રહેનારી રાણી અને કયાં હું વણિપુત્ર ! હું રાજપત્નિ સાથે વિહાર કરીશ, એ વાત મનમાં ધારી શકાય તેવી નથી. તેમ હું તે ધારત પણ નથી. તેમ હું કહી શકતો પણ નથી. જે પૃથ્વી ઉપર ઉભેલા માણસથી ચંદ્રને સ્પર્શ કરી શકાય તેજ રાજા શિવાય બીજા માણસેથી રાજપત્નિની સાથે સંભોગ ભેગવી શકાય. ” દાસીએ કહ્યું. “ એ સર્વ સહારહિતને દુષ્કર છે, પરંતુ હું તમને સહાય કરનારી છું; માટે તમે વૃથા ચિંતા ન કરે. હું તમને હારી બુદ્ધિના પ્રભાવથી કઈ નહિ જાણે તેવી રીતે પુષ્પના મધ્યભાગમાં રહેલા ભ્રમરની પેઠે આનંદથી અંત:પુરમાં લઈ જઈશ. ” પછી લલિતાગ કુમારે “ તું મને અવસરે બેલાવજે ” એમ કહીને દાસીને રજા આપી. દાસીએ તુરત હર્ષ ધરતી રાણી પાસે જઈ સર્વ વાત નિવેદન કરી. રાણું લલિતા તે દિવસથી તેના સમાગમની વાટ જેવા લાગી. એકદા તે નગરમાં મોટે કામુદી ઉત્સવ આવ્યો, તેથી રાજા પોતાના પરિવારસહિત કેમુદી ઉત્સવ કરવા માટે ક્રીડા ઉદ્યાનના સરવરે ગયો. આ વખતે રાજ્યમંદિરની આસપાસ કઈ માણસ નહતું તેથી રાણી લલિતાએ દાસીની મારફતે લલિતાંગ કુમારને બોલાવ્યો. દાસીએ પણ રાણીના વિનેદને ઉદેશી યક્ષના મીષથી લલિતાંગ કુમારને અંત:પુરમાં પ્રવેશ કરાવ્યો. બહુ કાલે એકઠા થએલા લલિતા અને લલિતાંગે મહી અને સમુદ્રની પેઠે પરસ્પર ગાઢ આલિંગન દીધું. હવે અંત:પુરના રક્ષકોએ પિતાની ચાતુરીથી અત:પુરમાં પરપુરૂષને પ્રવેશ થયે જાણી મનમાં વિચાર કરવા લાગ્યા કે “ નિકૂચે આપણે છેતરાયા છીએ. ” આવી

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404