________________
( ક૭૮)
શ્રી કપિલવૃત્તિ-ઉત્તર કરતા કેવલજ્ઞાન પામી ભવ્યજનોને પ્રતિબધ કરવા લાગ્યા. શ્રી વિરપ્રભુના મોક્ષથી ચેસઠ વર્ષ પછી જંબુસ્વામીએ, કાત્યાયન કુલમાં ઉત્પન્ન થએલા એવા પ્રભાવ હવામીને પિતાને પદે સ્થાપી એક્ષપદ અંગીકાર કર્યું. જેમણે પોતાના બંધુઓને, સાસુ સસરાને, માતાપિતાને, આઠ સ્ત્રીઓને અને પરિવાર સહિત પ્રભવ ચેરને પ્રતિબંધ પમાડી તેઓની સાથે દીક્ષા લઈ કેવલલમી સંપાદન કરી મોક્ષપદ સ્વીકાર્યું, તે છેલ્લા કેવલી એવા શ્રીજંબૂસ્વામીને હું ત્રણેકાલ વંદના કરું છું.
'श्री जंबूस्वामी' नामना चरमकेवलीनी कथा संपूर्ण.
सिज्जभव गणहरं, जिनपडिमादसणेण पडिबुद्धं ॥
मणगपिअरं दसकालि-अस्स निझुहगं वंदे ॥ १५८ ॥ જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબંધ પામેલા, મનકના પિતા અને બીજા થાથી આકર્ષણ કરીને દશવૈકાલિક સૂત્રના કર્તા એવા શ્રી શય્યભવ નામના આચાર્યને હું નમસ્કાર કરું છું. ૫૮ છે
* 'श्रीशय्यंभवमूरि' नामना श्रुतकेवलीनी कथा. *. એકદા કાત્યાયન કુલમાં ઉત્પન્ન થએલા પ્રભવસ્વામી, નિત્ય જિનશાસનની ઉન્નતિ કરતા છતા પૃથ્વીતલને પવિત્ર કરતા હતા. એકદા શિષ્ય વર્ગ સ્વાધ્યાય કરીને સુઈ ગયે છતે મધ્યરાત્રીએ યોગનિદ્રામાં રહેલા તે પ્રભવસ્વામી વિચાર કરવા લાગ્યા કે “અરિહંત ધર્મને પ્રકાશ કરવા માટે સૂર્યરૂપ કો પુરૂષ મહારે ગણધર થશે? કે જે સંસાર રૂ૫ સમુદ્રમાં સંઘને નાવરૂપ થઈ પડશે.” આ પ્રમાણે વિચાર કરતા તેમણે સંઘને વિષે તથા પિતાના ગ૭ને વિષે અન્ય પદાર્થને દેખાડી આપવામાં પ્રદીપ સરખે ઉપયોગ મૂકીને જોયું, પણ તેવા કે પુરૂષને દીઠો નહીં છેવટ તેમણે અન્ય દર્શનને વિષે ઉપગ મૂકે તે તેમાં રાજગૃહ નગરને વિષે સમીપ સિદ્ધિવાલા, વત્સત્રમાં ઉત્પન્ન થએલા શખૂંભવ નામના બ્રાહ્મણને યજ્ઞ કરતા દીઠો. પછી “હવે આપણે બીજે સ્થાનકે વિહારથી સર્યું.” એમ ધારી તે અનીશ્વર શય્યભવને પ્રતિબોધ પમાડવા માટે રાજગૃહ નગર પ્રત્યે ગયા. ત્યાં તેમણે બે શિષ્યને આજ્ઞા કરી કે “તમે યજ્ઞસ્થાને જાઓ અને ત્યાં ધર્મલાભ કડો ત્યાં તમે તે પ્રમાણે કહ્યા છતાં પણ જે તે બ્રાહ્મણે ઉત્તર ન આપે તો તમારે એમ કહેવું કે “આ કરે છે, આ કષ્ટ છે, તને નથી જાણતા, તત્ત્વને નથી, જાણુતા” પછી તે બન્ને સાધુઓએ ત્યાં જઈ ભિક્ષાની પ્રાર્થના કરતાં ધર્મલાભ કહો.