Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 346
________________ શ્રીજબૂસ્વામી નામના ચરમકવલીની કથા (૩૩પ ) સાવધાન અને ઉત્તમ બુદ્ધિવાન એવા શ્રીજબૂસવામી પરીષહાદિકને છતી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અન્યદા ગુણના સમુદ્રરૂપ શ્રીસુધર્માસ્વામી, જબૂસ્વામી વિગેરે સાધુઓ સહિત પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ચંપાનગરી પ્રત્યે આવ્યા. વનપાલના મુખથી શ્રી ગણધરના આગમનને સાંભળી હર્ષ પામેલો કુણિક રાજા, તેમને વંદના કરવા ગયે. ઉદ્યાનમાં પ્રવેશ કરતાં છત્ર, ચામર, પાદુકા, આયુધ અને મુકુટ ત્યજી દઈ ચંપાપતિ ગુરૂના સન્મુખ આવ્યું ત્યાં તેણે ત્રણ પ્રદક્ષિણપૂર્વક ગણધરને વંદના કરી અને પછી ભકિતવંત એ તે કૃણિકરાજા ગુરૂની સન્મુખ બેઠો. પછી શ્રી સુધર્મા ગણધરે ધર્મથી મનહર અને દયારૂપ વેલના વનને અમૃતની નદી સમાન ધર્મદેશના આપી. દેશનાને અંતે કુણિકરાજાએ શ્રી ગણધર મહારાજાના સર્વ શિષ્યોને જોતાં જોતાં જંબુસ્વામીને ઉદ્દેશી શ્રી ગણધર મહારાજાને પૂછયું “હે ભગવન! આ મુનિનું રૂપ અદ્ભુત છે, તેજ પણ મહા અદભૂત છે, સાભાગ્ય પણ મહા અદ્ભૂત છે. સામાન્ય રીતે એમનું સર્વ અંગોપાંગ અદભૂત દેખાય છે.” પછી શ્રી સુધર્માસ્વામીએ કણિક રાજાની આગલ જંબુસ્વામીના પૂર્વ ભવનું ચારિત્ર કે જે શ્રી મહાવીર પ્રભુએ શ્રેણિક રાજાને કહ્યું હતું તે કહી સંભલાગ્યું અને પછી કહ્યું કે “હે ભૂપતિ ! એ મુનીશ્વરના રૂપ, સૌભાગ્ય અને તેજ તેમના પૂર્વભવના તપને લીધે એવાં દેખાય છે. એ છેલ્લા કેવલી છે, તેમ ચરમ દેહધારી છે. તે પોતે આજ ભવમાં સિદ્ધિપદ પામશે.” શ્રીસુધર્માસ્વામી કૃણિક ભૂપતિને કહે છે કે–પૂર્વે ગણધરાએ એમજ કહ્યું કે “જંબૂકુમાર મોક્ષપદ પામ્યા પછી મન:પર્યવજ્ઞાન તથા પરમ અવધિજ્ઞાન રહેશે નહીં. આહારક શરીરની લબ્ધિ તેમજ પુલાક લબ્ધિ રહેશે નહીં. વલી ક્ષપક શ્રેણિને ઉપશમ શ્રેણિ ઉપર ચડવાનું પણ બંધ થશે. જિનકપિપણું પણ રહેશે નહીં. ૧ પરિહારવિશુદ્ધિ, ૨ સૂમ સંપરાય અને ૩ યથાપ્રખ્યાત એ ત્રણ ચારિત્ર પણ રહેશે નહીં. આ પ્રમાણે આગલ પણ એછું, ઓછું થતું જશે.” શ્રી સુધર્માસ્વામીનાં આવાં વચન સાંભળી કૂણિક રાજા, તેમના ચરણ કમલને નમસ્કાર કરી ચંપાપુરી પ્રત્યે ગયે. શ્રી સુધર્માસ્વામી પણ પોતાના પરિવાર સહિત શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા અને તેમની સાથે વિહાર કરવા લાગ્યા. શ્રી સુધર્મારવામીએ પચાસ વર્ષની વયે દીક્ષા લીધી. ત્યાર પછી તેમણે ત્રીશ વર્ષ પર્યત શ્રી વિરપ્રભુની અખંડ સેવા કરી. શ્રી મહાવીર પ્રભુ મિક્ષ ગયા પછી શ્રી સુધર્માસવામી તીર્થ પ્રવર્તાવતા છતા બાર વર્ષ પશ્ચત છદ્મસ્થપણે રહ્યા. પછી બાણુમ વર્ષ કેવલજ્ઞાન પામી તેમણે આઠ વર્ષ પર્યત ભવ્યજીને પ્રતિબંધ પમાડતાં પૃથ્વી ઉપર વિહાર કર્યો. એ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણ સમય પાસે આવ્યું તે શ્રી સુધર્માસવામીએ જંબૂસ્વામીને ગણધર પદે સ્થાપ્યા. જંબુસ્વામી પણ તીન તપ

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404