________________
દીશ ભાવસૂરિ નામના શ્રુતકેવલીની કથા. (૩૩) પરંતુ બ્રાહ્મણોએ તો તેમને ભિક્ષા નહિ આપતાં ઉત્તર પણ આપે નહીં, તેથી તે બન્ને શિષ્યોએ ગુરૂના કહેવા પ્રમાણે “આ કણ છે, આ કષ્ટ છે, તત્વને નથી જાણુતા, તત્ત્વને નથી જાણતા.” એમ કહ્યું.
પછી યજ્ઞમંડપની મધ્યે બેઠેલા શયંભવ બ્રાહ્મણે, બન્ને મુનિઓના વચનને સાંભલી તરત મનમાં વિચાર કર્યો, “આ મહાશય સાધુઓ ક્ષમાદિગુણયુક્ત છે, તેથી તેઓ મૃષા ભાષણ કરે નહીં. નિશ્ચ હારું મન તત્વને વિષે સંદેહ પામે છે.” પછી સશય રૂ૫ પર્વતને વિષે આરૂઢ થએલા શય્યભવે, યજ્ઞના જાણ એવા યાજ્ઞિક ગોરને પૂછ્યું કે “તત્ત્વ શું છે?” યાજ્ઞિક ગેરે કહ્યું. “હે શયંભવ ! સ્વર્ગ અને મેક્ષના સુખ આપનારા વેદો એજ તત્વ છે. “વેદથી બીજું કાંઈ પણ તત્વ નથી.” એમ વેદના જાણ પુરૂષ કહે છે.” શäભવે કહ્યું. “હા હા હે યાજ્ઞિક! તું દક્ષિણાના લોભથી “વેદ તત્વ છે એમ કહી અમને છેતરે છે. અહો ! રાગદ્વેષથી મુક્ત થએલા મેહરહિત અને પરિગ્રહ વિનાના આ શાંત મુનિઓ મૃષા ભાષણ કરતા નથી. તું અમારે ગુરૂ છે, છતાં જન્મથી આરંભીને તેં આ વિશ્વને છેતર્યું છે, માટે હે દુરા , ચારી! તું હમણાં હારી શિક્ષાને 5 થ . તું ઝટ હારી આગલ નિ:સંશય એવા તત્વને પ્રગટ કર, નહિ તો હું ત્યારે શિરછેદ કરીશ. દુષ્ટને મારા તેમાં હત્યા શી ? ” આ પ્રમાણે કહી ચપલ નેત્રવાલા શäભવ, મ્યાનમાંથી ખરી કાઢી જાણે પ્રત્યક્ષ યમરાજ હોયની ? એમ તે યાજ્ઞિક ગેરને મારવા માટે દોડો. “ નિચે આ મને મારશે.” એમ ધારી ઉપાધ્યાય વિચાર કરવા લાગ્યો કે “યથાર્થ તવ પ્રગટ કરવાને આ સમય આવ્યો છે. વેદમાં કહ્યું છે તેમ અમારા કુલમાં પણ એવી જ સ્થિતિ છે કે જ્યારે પિતાના મસ્તકના છેદનો અવસર આવે ત્યારે જ યથાર્થ તત્વ પ્રગટ કરવું અન્યથા નહીં. માટે હું આને યથાર્થ તત્વ કહું, જેથી હું જવું. કહ્યું છે કે “જીવતો માણસ ભદ્રને જુએ છે.” આ પ્રમાણે પોતાના દેહનું કુશલ ઈચ્છતા તે યાજ્ઞિક ગેરે શયંભવને કહ્યું કે “ આ ચૂપની નીચે અરિહંત પ્રભુની પ્રતિમા ડાટેલી છે. બ્રાહ્મણે ચૂપની નીચે રહેલી અરિહંત પ્રતિમાને ગુપ્ત રીતે પૂજે છે, અને તે પ્રતિમાના પ્રભાવથી જ અમારું યજ્ઞાદિ કાર્ય નિર્વિધ્રપણે થાય છે. અરિહંતના ચરણને ભક્તા, મહાતપવાળે સિદ્ધપુત્ર નારદ પણ મણિમય જિનપ્રતિમા વિનાના યજ્ઞને નાશ કરે છે.” આ પ્રમાણે તે યાજ્ઞિક ગેરે યૂપને કાઢી નાખી તેની નીચે રહેલી અરિહંતની પ્રતિમા દેખાડી અને આવી રીતે કહ્યું. “જે મહાત્મા દેવાધિદેવની આ પ્રતિમા છે, તેમણે કહેલ જે ધર્મ તેજ તત્ત્વ છે, પણ યજ્ઞના સ્વરૂપને કહેનારા વેદો તત્વ નથી. જીવની દયારૂપ સારવાળો તેમજ મોક્ષ આપનાર ધર્મ, શ્રી અરિહંત પ્રભુએ કહ્યો છે તે પછી પશુઓની હિંસાત્મક એવા યજ્ઞને વિષે ધર્મની સંભાવના કયાંથી હોય ? મને ખેદ થાય છે કે અમે મોટા દંભથીજ જીવીયે છીએ. તમે હારા કહેલા તત્વને જાણું મને મૂકી છે અને જિનધર્મને